________________
૨૦૩
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૪૯ માટે તેઓ સ્નાતક નથી. સ્નાતક મહાત્માઓ ઘાતકર્મના ભાવમલ વગરના છે. તેરમા-ચૌદમા ગુણસ્થાનકમાં રહેલા કેવલી સ્નાતકનિગ્રંથ છે. તેઓને કષાય અને ઘાતિકર્મો નહીં હોવાથી કોઈ પ્રકારની પ્રતિસેવના નથી. II ભાષ્ય :
तीर्थम् । सर्वे सर्वेषां तीर्थकराणां तीर्थेषु भवन्ति । एके त्वाचार्या मन्यन्ते - पुलाकबकुशप्रतिसेवनाकुशीलास्तीर्थे नित्यं भवन्ति, शेषास्तीर्थे वा अतीर्थे वा । ભાષ્યાર્થ:
તીર્થ. વાતીર્થ. સર્વેકપુલાકાદિ પાંચ પણ નિગ્રંથો, સર્વ તીર્થકરોના તીર્થોમાં હોય છે. વળી એક આચાર્યા=ભાષકારના મતથી અન્ય મતવાળા કેટલાક આચાર્યો, માને છે કે પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ સાધુઓ તીર્થમાં નિત્ય હોય છે, શેષ=કષાયકુશીલ, લિગ્રંથ અને સ્નાતક, તીર્થમાં કે અતીર્થમાં હોય છે. I ભાવાર્થ :
“તીર્થ દ્વાર આશ્રયીને પુલાકાદિ પાંચ નિગ્રંથો બતાવે છે – પુલાકનિગ્રંથ આદિ પાંચનું તીર્થદ્વાર :
પુલાક આદિ પાંચ નિગ્રંથો સર્વ તીર્થંકરોના તીર્થમાં હોય છે. તેથી એ ફલિત થાય કે તીર્થંકરો દ્વારા તીર્થની સ્થાપના કર્યા પછી પુલાકાદિ પાંચ પ્રકારના નિગ્રંથો પ્રાપ્ત થઈ શકે છે; છતાં તીર્થના પ્રારંભથી માંડીને અંત સુધી સદા પાંચે નિગ્રંથો પ્રાપ્ત થાય જ, તેવો નિયમ બાંધી શકાય નહીં, કેમ કે વિર ભગવાનના તીર્થમાં પણ મુલાકનિગ્રંથ, નિગ્રંથનિગ્રંથ, અને સ્નાતકનિગ્રંથની વર્તમાનમાં પ્રાપ્તિ નથી.
પુલાકનિગ્રંથ આદિ પાંચ વિષયક મતાંતર બતાવતાં કહે છે –
વળી અન્ય આચાર્યો કહે છે કે પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ તીર્થમાં હંમેશાં થાય છે. તેથી તીર્થકરોથી સ્થાપન કરાયેલા તીર્થમાં પુલાકાદિ ત્રણની નિત્ય પ્રાપ્તિ હોય છે, જ્યારે કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક એ ત્રણ નિગ્રંથો તીર્થમાં પણ હોય છે અને અતીર્થમાં પણ હોય છે; કેમ કે તીર્થની સ્થાપના પૂર્વે મરુદેવા માતાદિ જીવોને બારમા ગુણસ્થાનકના પ્રાપ્તિકાળમાં નિગ્રંથનિગ્રંથપણાની અને કેવલજ્ઞાનના પ્રાપ્તિકાળમાં સ્નાતકનિગ્રંથપણાની પ્રાપ્તિ છે. વળી, તીર્થની સ્થાપના પૂર્વે તીર્થંકરો દીક્ષા અવસ્થામાં હોય છે ત્યારે વીતરાગતાની પ્રાપ્તિ પૂર્વે તેઓ કષાયકુશીલનિગ્રંથ હોય છે, ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઈ બારમા ગુણસ્થાનકને પામે છે ત્યારે તેઓ નિગ્રંથનિગ્રંથ બને છે અને કેવળજ્ઞાનને પામે છે ત્યારે સ્નાતકનિગ્રંથ થાય છે. વળી, મરુદેવા માતા વગેરેને સંયમનો સ્વીકાર નહીં હોવાથી કષાયકુશીલપણાની પ્રાપ્તિ નથી, છતાં ભાવથી ગુણસ્થાનકના ક્રમ દ્વારા ક્ષપકશ્રેણિમાં આરોહણ કરે છે તે વખતે ક્ષપકશ્રેણિની પૂર્વમાં છઠ્ઠા આદિ