________________
૨૦૧
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૪૯ ઉત્તરગુણની પણ વિરાધના કરતા નથી અને મૂલગુણની વિરાધના પણ કરતા નથી; વળી કોઈ વ્યક્તિનું દબાણ હોય તેટલા માત્રથી પણ મૂલગુણ કે ઉત્તરગુણની વિરાધના કરતા નથી, પરંતુ કોઈ બળાત્કારથી કરાવે ત્યારે મૂલગુણને આશ્રયીને પ્રતિસેવના તેઓને પ્રાપ્ત થાય છે. તે વખતે વિપરીત આચરણાના કારણે અને ભગવાનના વચન પ્રત્યેનો પક્ષપાત હોવાને કારણે જઘન્ય સંયમસ્થાનોની પ્રાપ્તિ થાય છે. તે સિવાય મુલાકનિગ્રંથો જિનવચન અનુસાર સતત પ્રયત્ન કરનારા હોવાથી સુવિશુદ્ધ ચારિત્રવાળા
કેટલાક આચાર્યોએ પુલાકનિગ્રંથોને પરના અભિયોગથી બલાત્કાર દ્વારા મૈથુનની પ્રતિસેવના સ્વીકારી છે. તેથી તે વખતે તેઓ જઘન્ય સંયમસ્થાનમાં પ્રાપ્ત થાય છે, તેને આશ્રયીને જ તે મહાત્માઓને પુલાક કહેવામાં આવે છે. (૨) બકુશનિગ્રંથ :વળી બકુશનિગ્રંથ બે પ્રકારના છે : (૧) ઉપકરણબકુશ અને (૨) શરીરબકુશ.
ઉપકરણબકુશ નિગ્રંથભાવ પ્રત્યે પ્રસ્થિત હોય છે અર્થાત્ સંપૂર્ણ સંગ વગરની ઉત્તમ અવસ્થા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ હોય છે, છતાં અનાદિના અભ્યાસને કારણે ક્યારેક ઉપકરણમાં રાગયુક્ત ચિત્તવાળા બને છે તો ક્યારેક વિવિધ પ્રકારના મહાધનથી પ્રાપ્ત થાય તેવા વિચિત્ર ઉપકરણના પરિગ્રહથી યુક્ત બને છે, તો ક્યારેક વિશેષ ઉપકરણોની ઇચ્છાવાળા પણ બને છે. વળી નિત્ય તેના પ્રતિસંસ્કારને સેવનારા હોય છે. અહી “નિત્ય' શબ્દ કૃત્યને આશ્રયીને નથી, પરંતુ તેવા પ્રકારની પ્રકૃતિ નિત્ય વિદ્યમાન હોય છે, તેને આશ્રયીને છે. તેથી નિમિત્તને પામીને બકુશ મુનિ વસ્ત્રાદિ પ્રતિ સંસ્કારોને કરે છે, એ પ્રકારનો અર્થ ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથમાં પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજાએ કર્યો છે.
બકુશને પણ પ્રતિસેવના સંભવમાત્રને આશ્રયીને છે; કેમ કે મુખ્યરૂપે તે મહાત્માઓ નિગ્રંથભાવ પ્રત્યે પ્રસ્થિત હોય છે. જો આવું સ્વીકારવામાં ન આવે તો પરિગ્રહધારી પાર્શ્વસ્થકુગુરુ આદિ તુલ્ય તેઓને સ્વીકારવાની આપત્તિ આવે છે. (i) ઉપકરણબrશનિગ્રંથ :
વર્તમાનમાં પણ જે સાધુ પાલિકસૂત્રમાં કહેલ “માર્યાવિહારમો , નુત્તો ગુજ્જો' ઇત્યાદિ સંયમયોગમાં શાસ્ત્રવિધિ અનુસાર ઉદ્યમવાળા હોય, જઘન્યથી અષ્ટપ્રવચનમાતાના સૂક્ષ્મ સ્વરૂપને જાણનારા હોય અને નિત્ય સૂત્રપોરિસી-અર્થપોરિસી આદિ કરીને શ્રુતથી આત્માને વાસિત કરતા હોય તથા તેના બળથી નિગ્રંથભાવ પ્રત્યે જવાના ઉદ્યમવાળા હોય, છતાં પ્રમાદને વશ ઉપકરણાદિમાં રાગના ચિત્તવાળા આદિ થતા હોય તેના બળથી નક્કી કરી શકાય કે આ ઉપકરણબકુશસાધુ છે. જેઓ માત્ર ઉપકરણ આદિમાં આસક્ત ચિત્તવાળા છે અને નિગ્રંથભાવ પ્રત્યે જનારા નથી તેઓ પાર્થસ્થકુગુરુ આદિ ભેદમાંના કોઈક પ્રકારના કુસાધુ છે તેમ નક્કી થાય.