________________
૨૦૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ / સૂત્ર-૪૯ ભાષ્ય:
प्रतिसेवना । पञ्चानां मूलगुणानां रात्रिभोजनविरतिषष्ठानां पराभियोगाद् बलात्कारेणान्यतमं प्रतिसेवमानः पुलाको भवति । मैथुनमित्येके । बकुशो द्विविधः - उपकरणबकुशः १, शरीरबकुशश्च २, तत्रोपकरणाभिष्वक्तचित्तो विविधविचित्रमहाधनोपकरणपरिग्रहयुक्तो बहुविशेषोपकरणाकांक्षायुक्तो नित्यं तत्प्रतिसंस्कारसेवी भिक्षुरुपकरणबकुशो भवति, शरीराभिष्वक्तचित्तो विभूषार्थं तत्प्रतिसंस्कारसेवी शरीरबकुशः, प्रतिसेवनाकुशीलो मूलगुणानविराधयनुत्तरगुणेषु काञ्चिद्विराधनां प्रतिसेवते, कषायकुशीलनिर्ग्रन्थस्नातकानां प्रतिसेवना नास्ति । ભાષ્યાર્થ:
પ્રતિસેવના એ નાસ્તિ છે પ્રતિસેવના. પાંચ મૂલગુણોની અને છઠ્ઠા રાત્રિભોજનવિરતિની પરના અભિયોગને કારણે બલાત્કારથી અત્યતમને પ્રતિસેવન કરતા=પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજનવિરમણમાંથી અવ્યતમની પ્રતિસેવના કરતા પુલાક થાય છે. અથવા એક આચાર્ય મૈથુનના પ્રતિસેવકને જ પુલાક કહે છે.
બકુશ બે પ્રકારના છે: (૧) ઉપકરણબકુશ અને (૨) શરીરબકુશ. ત્યાં=બે પ્રકારના બકુશમાં, ઉપકરણમાં રાગ યુક્ત ચિત્તવાળા, વિવિધ અને વિચિત્ર મહાધતવાળા ઉપકરણના પરિગ્રહથી યુક્ત, બહુવિશેષ ઉપકરણની કાંક્ષાથી યુક્ત, નિત્ય તત્ પ્રતિસંસ્કારના સેવી=ઉપકરણની સુંદરતાને કરનાર એવો ભિક્ષ ઉપકરણબકુશ થાય છે. શરીરમાં અભિખ્યક્ત ચિતવાળા, વિભૂષા માટે તેના પ્રતિસંસ્કારને સેવનારા શરીરબકુશ છે.
પ્રતિસેવનાકુશીલ મૂલગુણોને તહીં વિરાધતા અને ઉત્તરગુણોમાં કેટલીક વિરાધનાનું પ્રતિસેવન કરે છે. કષાયકુશીલ, તિગ્રંથને અને સ્નાતકને કષાયકુશીલ, લિગ્રંથનિગ્રંથને અને સ્નાતકનિગ્રંથને, પ્રતિસેવના નથી. II ભાવાર્થ - પુલાકનિગ્રંથ આદિ પાંચનું પ્રતિસેવનાદ્વાર -
પૂર્વમાં પાંચ પ્રકારના નિગ્રંથો બતાવ્યા. તેમાંથી કયા નિગ્રંથને કેવા પ્રકારની પ્રતિસેવના છે ? અને કોને પ્રતિસેવના નથી ? તે સ્પષ્ટ કરે છે – (૧) પુલાકનિગ્રંથ :
પુલાકનિગ્રંથોને પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજનરૂપ મૂલગુણોની પ્રતિસેવના પરાભિયોગથી બળાત્કાર દ્વારા જ થાય છે, અન્યથા થતી નથી. તેથી એ પ્રાપ્ત થાય કે પુલાકનિગ્રંથો જિનોક્ત આગમથી સતત અપ્રતિપાતિ હોવાને કારણે પ્રમાદવશ