________________
૧૯૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૪૯ પ્રતિસેવના કરતા નથી, છતાં નિમિત્તને પામીને બકુશનિગ્રંથ પ્રાયોગ્ય પ્રમાદનું સેવન થાય ત્યારે બકુશનિગ્રંથપણાની પ્રાપ્તિ થાય છે અને નિમિત્તને પામીને પ્રતિસેવનાકુશલ યોગ્ય પ્રતિસેવનાનું સેવન થાય ત્યારે પ્રતિસેવનાકુશીલપણાની પ્રાપ્તિ થાય છે. શેષકાળમાં તેવી કોઈ આચરણા ન હોય તો પણ તે સાધુઓ બકુશનિગ્રંથ કે પ્રતિસેવનાકુશલનિગ્રંથ કહેવાય છે. જેમ શ્રુતકેવલી પૂ. શ્રી ધૂલિભદ્રજી દશ પૂર્વધર હતા, છતાં બહેનો પાસે પોતાની ઋદ્ધિ બતાવવાની કામનાવાળા થયા તે અપેક્ષાએ તેઓ બકુશનિગ્રંથ કહેવાય. બકુશનિગ્રંથ અને પ્રતિસેવનાકુશીલનિગ્રંથ બહુલતાએ જિનવચન અનુસાર પ્રવૃત્તિ કરનારા હોય છે.
વળી બકુશનિગ્રંથ અને કુશલનિગ્રંથોને જઘન્યથી તત્ત્વને સ્પર્શે તેવું અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન હોય છે. આથી જ સંયમગ્રહણ બાદ જે સાધુઓ સંપૂર્ણ અતિચારના પરિહારપૂર્વક સંયમમાં યત્ન કરી શકતા નથી તેઓ બકુશ અને પ્રતિસેવનાકુશીલ છે. અષ્ટપ્રવચનમાતાના તાત્ત્વિક બોધવાળા એવા તે સાધુઓ શક્તિ અનુસાર અષ્ટપ્રવચનમાતાનું સેવન કરે તે વખતે સામાયિકચારિત્રમાં કે છેદોપસ્થાપ્યચારિત્રમાં વર્તે છે અને સંયમના પર્યાય અનુસાર ક્રમસર તે તે શ્રતનું અધ્યયન કરીને સ્વશક્તિ અનુસાર બહુશ્રુત બને છે.
આનાથી એ ફલિત થાય કે જીવનમાં અષ્ટપ્રવચનમાતાનો પરિણામને સ્પર્શે તે રીતે જેઓને બોધ નથી, તેઓને ભાવથી સંયમ નથી. સાધુને જઘન્યથી પણ પોતાને માટે સેવનીય એવી ત્રણ ગુપ્તિનો સ્પષ્ટ બોધ હોવો જ જોઈએ, જેના બળથી સાધુ મોહની સામે સુભટની જેમ લડી શકે તથા પાંચ સમિતિઓનો મર્મસ્પર્શી બોધ જોઈએ, જેના બળથી કંટાકર્ણ ભૂમિમાં ગમનની જેમ યતનાપૂર્વક ભિક્ષા આદિ સંયમનાં સર્વ ઉચિત કૃત્યો કરી શકે. (૩) કષાયકુશીલનિગ્રંથ :
વળી કષાયકુશીલનિગ્રંથને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વનું જ્ઞાન હોય છે. તેઓ કોઈ પ્રતિસેવના સેવતા નથી અને જિનવચન અનુસાર અપ્રમાદથી સર્વ કૃત્યો કરે છે. તેઓનું ચારિત્ર વીતરાગતાની પ્રાપ્તિ પૂર્વે સંજવલનકષાયના ઉદયવાળું હોવાથી કુશીલચારિત્ર છે. સંજ્વલન કષાય જિનવચનથી નિયંત્રિત હોવાને કારણે પ્રતિસેવના નથી, છતાં કષાયનો અભાવ નહીં હોવાને કારણે કુશીલતા વગરનું ચારિત્ર નથી.
વળી, કષાયકુશીલનિગ્રંથને જઘન્ય શ્રત અષ્ટપ્રવચનમાતાનું હોય છે. જેઓ સંયમગ્રહણથી માંડીને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં અલના વગર યત્ન કરનારા છે, માટે બકુશ કે પ્રતિસેવનાકુશીલ નથી, તેઓ જિનવચનથી નિયંત્રિત કષાયવાળા હોવાથી કષાયકુશીલ છે. આથી જ કષાયકુશીલને પ્રતિસેવનાકુશીલની જેમ નિમિત્તને પામીને ઇન્દ્રિયોનું અનિયંત્રણ નથી, તેઓ સતત સંવૃત ગાત્રવાળા થઈને સંયમમાં ઉદ્યમ કરનારા છે. સંયમની આદ્ય ભૂમિકામાં રહેલ કષાયકુશલનિગ્રંથો સંયમના નીચા કંડકોમાં હોય છે જ્યારે ચૌદપૂર્વધરાદિ બનેલા કષાયકુશલનિગ્રંથો સંયમના ઊંચા કંડકોમાં વર્તે છે. તેઓ સંયમ ગ્રહણથી માંડીને નવું નવું શ્રુત ભણીને સંયમના કંડકોની જ વૃદ્ધિ કરે છે. આથી જ ભાષ0ષ મુનિની જેમ જીવનમાં પ્રતિસેવનાનો પ્રસંગ બને તેવી પ્રકૃતિ ન હોય અને ઇન્દ્રિય ઉપર પૂર્ણ નિયંત્રણ હોય કે શરીરવિભૂષા આદિ અનુવર્તીપણું ન હોય તેવા સાધુ, ચૌદપૂર્વધર ન હોવા છતાં તેમનો કષાયકુશીલમાં અંતર્ભાવ થવાનો સંભવ રહે છે.