________________
૧૬
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૪૯ ભાષ્ય :
एते पुलाकादयः पञ्च निर्ग्रन्थविशेषाः एभिः संयमादिभिरनुयोगविकल्पैः साध्या भवन्ति । तद्यथा - संयमः । कः कस्मिन् संयमे भवतीति ? उच्यते - पुलाकबकुशप्रतिसेवनाकुशीला द्वयोः संयमयोः सामायिके छेदोपस्थाप्ये च, कषायकुशीलो द्वयोः परिहारविशुद्धौ सूक्ष्मसंपराये च, निर्ग्रन्थस्नातको एकस्मिन् यथाख्यातसंयमे । ભાષ્યાર્થ:
રૂં ... યથાસ્થતિસંવને ! આ પુલાક આદિ પાંચ નિગ્રંથવિશેષો આ સંયમ આદિ અનુયોગના વિકલ્પોથી=બોધ કરવાના વિકલ્પોથી, સાધ્ય છે. તે આ પ્રમાણે –
સંયમ. કોણ કયા સંયમમાં છે ? ઉત્તર અપાય છે – પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ (આત્મક ત્રણ નિગ્રંથો) બે સંયમમાં=સામાયિકસંયમમાં અને છેદોપસ્થાપ્યસંયમમાં, હોય છે. કષાયકુશીલો બે સંયમમાં=સામાયિકસંયમમાં અને છેદોપસ્થાપ્યસંયમમાં, તથા પરિહારવિશુદ્ધિસંયમમાં અને સૂક્ષ્મસંપરાયસંયમમાં હોય છે. લિગ્રંથ અને સ્નાતક એક થયાખ્યાત સંયમમાં હોય છે. II ભાવાર્થ - પુલાકનિગ્રંથ આદિ પાંચનું સંચમહાર -
પાંચ નિગ્રંથોમાંથી મુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ સામાયિક અને છેદોપસ્થાપ્ય એ બે સંયમમાં હોય છે. પહેલા અને છેલ્લા તીર્થકરને છોડીને બાવીશ તીર્થકરના કાળમાં પુલાક આદિ ત્રણ નિગ્રંથો સામાયિકસંયમમાં હોય છે જ્યારે પહેલા તથા છેલ્લા તીર્થકરના કાળમાં વડી દીક્ષા પૂર્વે સામાયિકસંયમમાં અને વડીદીક્ષા પછી છેદોપસ્થાપ્યસંયમમાં આ પુલાક આદિ ત્રણ નિગ્રંથો હોય છે.
વળી કષાયકુશીલ અતિચાર વગર સંયમ પાળનારા મહાત્માઓ હોય છે. તેથી તેઓ સામાયિકચારિત્રમાં કે છેદોપસ્થાપ્યચારિત્રમાં પણ હોઈ શકે છે. આવો અર્થ “દયોદ' શબ્દમાંથી ગ્રહણ કરેલ છે; કેમ કે
સ્થાનદ્વારમા સર્વ જઘન્ય સંયમસ્થાનો કષાયકુશીલને હોય છે તેમ કહેલ છે. તેથી કષાયકુશીલથી પરિહારવિશુદ્ધિસંયમવાળા અને સૂક્ષ્મસંપરાયસંયમવાળા મહાત્માઓને જ માત્ર ગ્રહણ કરવામાં આવે તો સર્વ જઘન્યસ્થાન સંગત થાય નહીં. જે મહાત્માઓ સંયમ ગ્રહણ કર્યા પછી અતિચારોને સેવતા નથી, પરંતુ અપ્રમાદથી સંયમમાં ઉદ્યમ કરનારા છે, તેઓ સંયમની આદ્ય ભૂમિકામાં સંયમના જઘન્યસ્થાનમાં હોઈ શકે છે. તે વખતે તેઓ સામાયિકસંયમમાં કે છેદોપસ્થાપ્યસંયમમાં હોય છે. પરિહારવિશુદ્ધિસંયમવાળા અને સૂક્ષ્મસંપરાયસંયમવાળા મહાત્માઓ કષાયકુશીલ જ હોય છે.
વળી અગિયારમા–બારમા ગુણસ્થાનકમાં રહેલા નિગ્રંથનિગ્રંથો અને કેવલી એવા સ્નાતકનિગ્રંથો યથાખ્યાત