________________
૧૫
તત્ત્વાર્થીપગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૪૮, ૪૯ આત્માના નિગ્રંથભાવ માટે પ્રયત્ન કરનારા હોય છે, છતાં અનાદિ પ્રમાદના અભ્યાસના કારણે ઉત્તરગુણમાં ક્યારેક કયારેક અતિચાર થાય તેવા શરીરની વિભૂષાદિ કૃત્યો કરે છે. (૩) કુશીલનિગ્રંથ -
વળી કુશલનિગ્રંથ બે પ્રકારના છે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ. (૩-અ) પ્રતિસેવનાકુશીલનિગ્રંથ :
પ્રતિસેવનાકુશીલ સાધુઓ સતત નિર્ઝન્થભાવ પ્રત્યે પ્રસ્થિત હોય છે અર્થાત્ સર્વ સંગ વગરની અવસ્થા પ્રાપ્ત કરવાના અત્યંત અર્થી હોય છે અને તેને અનુરૂપ શક્તિ અનુસાર સંયમની ક્રિયા કરનારા હોય છે, છતાં અનાદિ પ્રમાદના સ્વભાવને કારણે અનિયત ઇન્દ્રિયવાળા હોય છે. તેથી નિમિત્તોને પામીને ઇન્દ્રિયો પોતાનો પ્રતિભાવ બતાવે છે. તેથી કોઈક રીતે કાંઈક ઉત્તરગુણમાં વિરાધના કરે છે. તેથી તેઓ પ્રતિસેવનાકુશીલ છે, તોપણ પ્રધાનરૂપે સંયમના ગુણસ્થાનકને અનુકૂળ યત્ન કરનારા હોય છે. (૩-બ) કષાયકુશીલનિગ્રંથ :
જે સાધુઓ અપ્રમાદથી સંયમમાં યત્ન કરનારા છે અને કોઈ અતિચાર સેવતા નથી એવા સાધુઓને જ્યાં સુધી સંજવલન પણ કષાયનો ઉદય છે ત્યાં સુધી તેઓ કષાયકુશલનિગ્રંથ કહેવાય છે. (૪) નિગ્રંથનિગ્રંથ :
વળી જેઓ વીતરાગ થયા છે, પરંતુ હજુ છદ્મસ્થપણામાં છે તેવા ક્ષીણમોહગુણસ્થાનકવર્તી અને ઉપશાંતમોહગુણસ્થાનકવર્તી મહાત્માઓ ઈર્યાપથને પામેલા નિગ્રંથ છે.
ઈર્યાપથનો અર્થ કરે છે – મન-વચન-કાયાના યોગોરૂપ જે સંયમનો પંથ છે, તે ઈર્યાપથ છે. આ ઈર્યાપથને પામેલા અર્થાત્ કષાયનો સર્વથા જેમણે ઉચ્છેદ કર્યો છે કે કષાયનો સર્વથા જેમણે ઉપશમ કર્યો છે તે નિગ્રંથનિગ્રંથ છે. (૫) સ્નાતકનિગ્રંથ :
સંયમરૂપ સ્નાન કરીને ઘાતિકર્મોરૂપી મળથી શુદ્ધ થયેલા સયોગ કેવલીને અને અયોગીકેવલીને સ્નાતકનિગ્રંથ કહેવાય છે. I૯/૪૮
સૂત્ર -
संयमश्रुतप्रतिसेवनातीर्थलिङ्गलेश्योपपातस्थानविकल्पतः साध्याः ।।९/४९।। સૂત્રાર્થ –
સંયમ, શ્રત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, વેશ્યા, ઉપપાત અને સ્થાનના વિકલ્પથી સાધ્ય છે–પુલાક આદિ પાંચ નિગ્રંથોનું સ્વરૂપ બોઘ કરવા યોગ્ય છે. II૯/૪૯ll