________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૪૮
ભાષ્યઃ
पुलाको, बकुशः, कुशीलो, निर्ग्रन्थः, स्नातक इत्येते पञ्च निर्ग्रन्थविशेषा भवन्ति । तत्र सततमप्रतिपातिनो जिनोक्तादागमान्निर्ग्रन्थपुलाकाः । नैर्ग्रन्थ्यं प्रति प्रस्थिताः शरीरोपकरणविभूषाऽनुवर्तिनः ऋद्धियशस्कामाः सातगौरवाश्रिताः अविविक्तपरिवाराः छेदशबलयुक्ता निर्ग्रन्था बकुशाः । कुशीला द्विविधाः प्रतिसेवनाकुशीलाः कषायकुशीलाश्च । तत्र प्रतिसेवनाकुशीला नैर्ग्रन्थ्यं प्रति प्रस्थिता अनियमितेन्द्रियाः कथञ्चित् किञ्चिदुत्तरगुणेषु विराधयन्तश्चरन्ति ते प्रतिसेवनाकुशीलाः । येषां तु संयतानां सतां कथञ्चित् सञ्चलनकषाया उदीर्यन्ते ते कषायकुशीलाः । ये वीतरागच्छद्मस्था ईर्यापथप्राप्तास्ते निर्ग्रन्थाः । ईर्ष्या योगः, पन्थाः संयमः, योगसंयमप्राप्ता इत्यर्थः । सयोगाः शैलेशीप्रतिपन्नाश्च केवलिनः स्नातका इति । ।९/४८ ।।
-
૧૯૩
ભાષ્યાર્થ ઃ
पुलाको રૂતિ।। પુલાક, બકુલ, કુશીલ, નિગ્રંથ, સ્નાતક એ પાંચ નિગ્રંથવિશેષો છે=આ પાંચ નિગ્રંથના ભેદો છે.
ત્યાં=આ પાંચ નિગ્રંથના ભેદોમાં, જિનોક્ત આગમથી સતત અપ્રતિપાતિ નિગ્રંથ પુલાકો હોય
છે.
વૈગ્રન્થ પ્રત્યે=સર્વ પદાર્થો પ્રત્યેના સ્નેહના ઉન્મૂલનને અનુકૂળ એવો જે નિગ્રંથપણાનો ભાવ તેના પ્રત્યે, પ્રસ્થિત, શરીર-ઉપકરણની વિભૂષાને અનુવર્તી, ઋદ્ધિ-યશની કામનાવાળા, શાતાગૌરવને આશ્રિત, અવિવિક્ત પરિવારવાળા, છેદપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ સુધીના શબલચારિત્રથી યુક્ત નિગ્રંથ બકુશો હોય છે.
કુશીલ બે પ્રકારના છે ઃ (૧) પ્રતિસેવનાકુશીલ અને (૨) કષાયકુશીલ. ત્યાં પ્રતિસેવનાકુશીલ એવા સાધુઓ વૈર્ગન્ધ્ય=તિગ્રંથભાવ, પ્રત્યે પ્રસ્થિત હોય છે, અનિયમિત ઇન્દ્રિયવાળા હોય છે= ઇન્દ્રિયોની ઉપર અતિયંત્રણવાળા હોય છે. તેથી કોઈક રીતે કંઈક ઉત્તરગુણોમાં વિરાધના કરતા ચરે છે=વિરાધના કરે છે, તે પ્રતિસેવનાકુશીલ છે. વળી સંયત હોવા છતાં જેઓના સંજ્વલનકષાયો કોઈક રીતે ઉદીરણાને પામે છે, તેઓ કષાયકુશીલ છે.
જે વીતરાગછદ્મસ્થ ઈર્યાપથને પ્રાપ્ત છે તે નિગ્રંથો=તિગ્રંથતિગ્રંથો, છે.
‘ઈર્યાપથપ્રાપ્ત’નો અર્થ સ્પષ્ટ કરે છે
—
ઈર્યા યોગ છે=ક્રિયા છે, અને પથ સંયમ છે.
તેથી શું ફલિત થાય ? તે કહે છે
ઈર્યારૂપ યોગ અને સંયમરૂપ પંથને પ્રાપ્ત એ ઈર્યાપથપ્રાપ્ત છે, એ પ્રકારનો અર્થ છે. સયોગવાળા