________________
૧૯૪
અને શૈલેશી પ્રતિપન્ન એવા કેવલી સ્નાતક=સ્નાતકનિગ્રંથ, છે.
‘કૃતિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ માટે છે. ।।૯/૪૮
ભાવાર્થ :
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૪૮
નિગ્રંથોભાવસાધુઓ પાંચ પ્રકારના છે : (૧) પુલાકનિગ્રંથ, (૨) બકુશનિગ્રંથ, (૩) કુશીલનિગ્રંથ, (૪) નિગ્રંથનિગ્રંથ, (૫) સ્નાતકનિગ્રંથ.
(૧) પુલાકનિગ્રંથ
જેઓ જિનોક્ત આગમથી સતત અપ્રતિપાતી છે, તે પુલાકનિગ્રંથ છે. પુલાકનિગ્રંથો ઉત્કૃષ્ટથી દશ પૂર્વધર હોય છે અને જઘન્યથી નવમા પૂર્વના આચારવસ્તુ સુધીના શ્રુતજ્ઞાનવાળા હોય છે, એમ આગળ ગ્રંથકારશ્રી કહેશે. તેના ઉપરથી જણાય છે કે પુલાકનિગ્રંથો આકર્ષ દ્વારા ક્યારેય સંયમથી પ્રતિપાત પામનારા નથી. તેઓ જિનોક્ત આગમથી સતત અપ્રતિપાતિ હોય છે. તેથી તેઓ અતિચારો આદિ સેવે ત્યારે સંયમની મલિનતા પ્રાપ્ત થાય, તોપણ ગુણસ્થાનકથી પાત થતો નહીં હોય તેને આશ્રયીને ભાષ્યકારશ્રીએ જિનોક્ત આગમથી સતત અપ્રતિપાતિ કહેલા છે, એવું જણાય છે.
=
(૨) બકુશનિગ્રંથ :
:
બકુશનિગ્રંથો નિગ્રંથભાવ પ્રત્યે પ્રસ્થિત હોય છે. તેથી તે પ્રાપ્ત થાય કે સર્વ પ્રકારના પ્રતિબંધ વગરની જીવની અવસ્થારૂપ જે નિગ્રંથભાવ છે તેને પ્રગટ કરવા માટે બકુશસાધુઓ સતત ઉદ્યમવાળા છે, છતાં અનાદિના પ્રમાદના સ્વભાવને કારણે ક્યારેક શરીરની વિભૂષાને અનુવર્તન કરનારા બને છે તો ક્યારેક ઉપકરણની વિભૂષાને અનુવર્તન કરનારા બને છે; છતાં સર્વ ભાવો પ્રત્યે પ્રતિબંધ રહિત થવા માટે પણ અંતરંગ ઉદ્યમ કરનારા હોવાથી નિમિત્તોને પામીને ઉત્તરગુણની વિરાધના થાય તેવી શરીરની વિભૂષામાં યત્ન કરે છે અર્થાત્ શરીરની આળપંપાળમાં યત્ન કરે છે. વળી ક્યારેક નિમિત્તને પામીને સુંદર ઉપકરણોને ગ્રહણ કરવાના અભિલાષવાળા થાય છે. વળી નિગ્રંથભાવ પ્રત્યે સતત યત્ન કરનારા હોવા છતાં નિમિત્તને પામીને ઋદ્ધિ અને યશની કામનાવાળા પણ બને છે, પરંતુ સતત ઋદ્ધિ અને યશ માટે જ પ્રયત્ન કરનારા હોતા નથી. આથી સંભવમાત્રને આશ્રયીને બકુશને ઋદ્ધિ-યશ કામનાવાળા કહેલ છે. વળી શાતાગારવનો આશ્રય કરનારા હોય છે, તેથી નિમિત્તને પામીને શરીરને થતી અશાતાના પરિહાર માટે પણ ક્યારેક યત્ન કરે છે; તોપણ પ્રધાનરૂપે તો નિગ્રંથભાવ પ્રત્યેના પ્રયત્નવાળા હોય છે. વળી સાધુને બાહ્યથી પરિવાર હોય તોપણ પ્રાયઃ તે સુસાધુઓનો જ પરિવાર હોય છે. તેથી તે સુસાધુઓ સંયમમાં ઉદ્યમવાળા હોય છે, છતાં બકુશનિગ્રંથો સંયમમાં કાંઈક પ્રમાદવાળા હોવાથી અવિવિક્ત પરિવારવાળા હોય છે=વસ્ત્ર-પાત્રાદિના સ્નેહથી અપૃથભૂત એવા અવિવિક્ત શિષ્ય પરિવારવાળા હોય છે. તેથી તેઓના શિષ્ય ચારિત્રહીન પણ હોઈ શકે છે. વળી બકુશસાધુઓને છેદપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય ત્યાં સુધીની મલિનતાવાળું ચારિત્ર હોય છે, પરંતુ મૂલપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય તેવું મલિન ચારિત્ર હોતું નથી. વળી બકુશચારિત્રી હંમેશાં પોતાના