________________
૧૯૯
વાર્થાવગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૪૯
જઘન્ય શ્રુત તરીકે અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન ધારણ કરનારા બકુશનિગ્રંથ પણ છે, પ્રતિસેવનાકુશીલ પણ છે અને કષાયકુશીલ પણ છે, છતાં અષ્ટપ્રવચનમાતાના સેવનથી નિગ્રંથભાવ પ્રત્યે જનારા એવા તેઓમાં બકુશસાધુઓ નિમિત્તને પામીને શરીરની વિભૂષા કરે છે, ઉપકરણની વિભૂષા પણ કરે છે અને ક્યારેક ઋદ્ધિ-યશની કામનાવાળા પણ બને છે.
વળી, પ્રતિસેવનાકુશીલ સાધુઓ બકુશ મહાત્માઓની જેમ શરીર-વિભૂષા આદિ કરતા નથી અને શક્તિ અનુસાર નિગ્રંથભાવ પ્રત્યે જવા યત્ન કરે છે તોપણ ઇન્દ્રિયો ઉપરનું નિયંત્રણ નિમિત્તને પામીને અલના પામે છે, તેથી તેઓ ઉત્તરગુણની વિરાધના કરે છે.
વળી, કષાયકુશીલ સાધુઓ જ્યારે જઘન્યથી અષ્ટપ્રવચનમાતાવાળા હોય છે ત્યારે પણ શરીરવિભૂષા આદિ કરતા નથી, ઇન્દ્રિયો ઉપર નિયંત્રણવાળા છે અને કષાયોના ઉચ્છેદ માટે સદા ઉદ્યમવાળા હોવા છતાં કષાયોનું સર્વથા ઉમૂલન કરી શકતા નથી.
વળી, બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ એવા સર્વ મહાત્માઓ સતત સ્વશક્તિ અનુસાર નવું નવું શ્રુત ભણીને નિગ્રંથભાવને પ્રગટ કરવા યત્ન કરે છે. (૪) નિગ્રંથનિર્ચથ -
નિગ્રંથનિગ્રંથ સાધુ અગિયારમા, બારમા ગુણસ્થાનકે હોય છે. તેઓ ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વ ભણેલા હોઈ શકે અને જઘન્યથી અષ્ટપ્રવચનમાતાના બોધવાળા હોઈ શકે; આમ છતાં શ્રેણિ માંડીને વીતરાગ થાય છે ત્યારે તેઓને અર્થથી ચૌદ પૂર્વનું જ્ઞાન થયેલું હોય છે. ફક્ત અધ્યયન કરીને શ્રતની પ્રાપ્તિ જેઓને જઘન્યથી અષ્ટપ્રવચનમાતાની છે અને કોઈક નિમિત્તથી ઉલ્લસિત થયેલા વીર્યવાળા હોવાથી ક્ષપકશ્રેણિ માંડીને વિતરાગ થયા છે તેઓને અધ્યયનની મર્યાદાનુસાર જઘન્ય એવું અષ્ટપ્રવચનમાતાનું શ્રત હોઈ શકે. જેમ ગૌતમસ્વામીથી પ્રતિબોધ પામેલા ૧૫૦૦ તાપસોને ગૌતમસ્વામીના ઉપદેશના બળથી અષ્ટપ્રવચનમાતાનો બોધ થયેલો, તેઓ ક્ષપકશ્રેણિને માંડીને બારમા ગુણસ્થાનકને પામ્યા ત્યારે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ પૂર્વે મતિ આદિ ચારજ્ઞાનોના પ્રકર્ષના ઉત્તરભાવિ એવું પ્રાભિજ્ઞાન થયેલું, છતાં અધ્યયનની દૃષ્ટિએ અષ્ટપ્રવચનમાતાના શ્રુતના બોધવાળા હતા. તેથી નિગ્રંથનિગ્રંથને પણ=અગિયારમા અને બારમા ગુણસ્થાનકમાં રહેલા નિગ્રંથનિગ્રંથને પણ, ભાષ્યકારશ્રીએ જઘન્ય શ્રત અષ્ટપ્રવચનમાતા સ્વીકારેલ છે. (૫) શ્રુતજ્ઞાનથી પર એવા સ્નાતકનિગ્રંથ :
સ્નાતકનિગ્રંથ કેવલી છે, જેઓ શ્રુતજ્ઞાનથી પર છે. તેથી સ્નાતકનિગ્રંથને શ્રુતજ્ઞાન નથી.
અહીં સ્નાતકને આશ્રયીને પૂર્વના શ્રતની વિવક્ષા કરી નથી, જ્યારે નિગ્રંથનિગ્રંથને આશ્રયીને કરેલ છે. નિગ્રંથનિગ્રંથ શ્રુતના ઉપયોગવાળા છે. તેથી પૂર્વના અધ્યયન કરાયેલા શ્રતને આશ્રયીને તેમને અષ્ટપ્રવચનમાતાનું શ્રુત સ્વીકારેલ છે, પરંતુ પ્રાતિજ્ઞાનકાળમાં ચૌદપૂર્વધર તુલ્ય અર્થથી શ્રુતનો બોધ થાય છે તેની પ્રસ્તુતમાં ભાષ્યકારશ્રીએ વિવક્ષા કરેલ નથી. II