________________
૨૦૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૪૯ (ii) શરીરબકુશનિગ્રંથ :
વળી, કેટલાક બકુશસાધુઓ ઉપકરણ પ્રત્યે રાગવાળા નથી પરંતુ શરીર પ્રત્યે મમત્વવાળા છે, તેથી શરીરની વિભૂષા માટે તેના પ્રતિસંસ્કારોને સેવે છે અર્થાત્ શરીર પ્રત્યેના રાગના કારણે ક્યારેક શાતાર્થે યત્ન કરે છે અને ક્યારેક શરીર પુષ્ટ થાય એવો યત્ન કરે છે તો ક્યારેક શરીરના મલાદિ દૂર કરીને સ્વચ્છ રહેવા માટે યત્ન કરે છે; આમ છતાં નિગ્રંથભાવ પ્રત્યે સતત પ્રસ્થિત હોવાને કારણે આલય-વિહાર આદિમાં ઉચિત યત્ન કરીને સંયમના કંડકો વધારે છે. આવા સાધુ શરીરબકુશ છે. (૩-અ) પ્રતિસેવનાકુશીલનિગ્રંથ :
વળી કેટલાક સાધુઓ પ્રતિસેવનાકુશીલ હોય છે. તેઓ નિગ્રંથભાવ પ્રત્યે સતત ઉદ્યમવાળા હોય છે અને મૂલગુણોની ક્યારેય વિરાધના કરતા નથી, ફક્ત ઉત્તરગુણોમાં કોઈક વિરાધનાને સેવે છે; કેમ કે ઇન્દ્રિયો ઉપર કાંઈક સંયમ હોવા છતાં નિમિત્તને પામીને અસંયમવાળા થવાથી ઉત્તરગુણમાં અલના પામે છે; આમ છતાં, સ્વશક્તિ અનુસાર આલય-વિહાર આદિમાં ઉચિત ઉદ્યમ કરીને નિર્લેપભાવને પ્રગટ કરવાના યત્નવાળા છે, તેથી પ્રતિસેવનાકુશીલ પણ સુસાધુ છે તેમ નક્કી થાય છે.
કષાયકુશીલ, નિગ્રંથનિગ્રંથ અને સ્નાતક ત્રણેને પ્રતિસેવના નથી. (૩-બ) કષાયકુશીલનિગ્રંથ -
જેઓ મૂલગુણ અને ઉત્તરગુણની લેશ પણ અલના વગર અપ્રમાદથી સમિતિ-ગુપ્તિમાં યત્ન કરનારા છે તેઓ જ્યાં સુધી સંજ્વલનકષાયના ઉદયવાળા છે ત્યાં સુધી કષાયકુશીલ છે અર્થાત્ સંજવલનકષાયના કારણે આત્માનું કુત્સિત સ્વરૂપ હોવા છતાં મૂલગુણ અને ઉત્તરગુણની પ્રતિસેવનાને કારણે આત્માનું સ્વરૂપ લેશ પણ કુત્સિત નથી. શક્તિ અનુસાર મૂલગુણ અને ઉત્તરગુણને સેવીને નિગ્રંથભાવ પ્રત્યે જ સતત પ્રસ્થિત હોય તેવા સાધુ કષાયકુશીલ છે, જે ભાવસાધુ છે. (૪) નિગ્રંથનિગ્રંથ -
વળી નિગ્રંથનિગ્રંથ અગિયારમા અને બારમા ગુણસ્થાનકવાળા વીતરાગ છે. તેઓને કોઈ કષાય પણ નથી અને પ્રતિસેવના પણ નથી, પરંતુ પૂર્ણ નિગ્રંથભાવ છે. પુલાક, બકુશ અને કુશીલ મહાત્માઓ સંપૂર્ણ નિગ્રંથભાવને પામેલા ન હોવા છતાં નિગ્રંથભાવ પ્રત્યે પ્રસ્થિત છે, તેથી તેઓને “ક્રિયાળ ત” એ ન્યાયે નિગ્રંથ કહેવાય છે, જ્યારે બારમા ગુણસ્થાનકવાળા મહાત્માઓનું નામ નિગ્રંથ જ છે. (૫) સનાતકનિગ્રંથ :
વળી જેઓએ ઘાતિકર્મનો નાશ કરીને યથાખ્યાતસંયમરૂપ સ્નાન કર્યું છે અર્થાત્ આત્માને મલિન કરનારા ઘાતિકર્મ રૂપી મળને દૂર કર્યો છે તેઓ સ્નાતક છે. જોકે નિગ્રંથનિગ્રંથ પણ વિતરાગ હોવાથી મોહના મળ વગરના છે તોપણ બધાં ઘાતિકર્મો દૂર કર્યા નથી, તેથી તેઓ ઘાતિકર્મરૂપ ભાવમળવાના છે,