________________
૧૯૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૪૭, ૪૮ નાશ પામે છે. તેથી મોહના ઉપશમક કરતાં પણ અગિયારમા ગુણસ્થાનકમાં રહેલા ઉપશાંતમોહવાળાને અસંખ્યાતગુણી નિર્જરા છે.
વળી ઉપશાંતમોહ કરતાં મોહક્ષપક અસંખ્યાતગુણી નિર્જરા કરે છે. જે અવિરત સમ્યગ્દષ્ટિ આદિ જીવોએ આયુષ્ય બાંધ્યું નથી તેઓ મહાવીર્યના સંચયવાળા થાય ત્યારે મોહના ઉન્મૂલનનો પ્રારંભ કરે છે, એથી દર્શનમોહની ક્ષપણાથી માંડીને બારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ પૂર્વ સુધી=દસમા ગુણસ્થાનકના અંત સુધી, મહાત્મા મોહના ક્ષપક છે. તેથી ઉપશાંતમોહ કરતાં પણ પ્રાયઃ દર્શનક્ષપકના ક્ષપણાકાળમાં પણ તેઓ અસંખ્યાતગુણી નિર્જરા કરતા હોવા જોઈએ. ચારિત્રમોહનીયની ક્ષપણાકાળમાં તો અવશ્ય ઉપશાંતમોહ કરતાં અસંખ્યગુણ નિર્જરા કરે છે. જોકે ઉપશાંતમોહવાળા વીતરાગ છે અને મોહના ક્ષપક આઠમા, નવમા ગુણસ્થાનકમાં વીતરાગ નથી તોપણ મોહનો મૂળથી ઉચ્છેદ થાય તેવો પ્રવર્ધમાન પરિણામ હોવાથી ઉપશાંતમોહ કરતાં અસંખ્યાતગુણી નિર્જરા કરે છે.
મોહક્ષપણ કરનારા મહાત્મા જ્યારે સંપૂર્ણ મોહ રહિત થાય છે ત્યારે ક્ષીણમોહરૂપ બારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ઉપશાંતમોહવાળા પણ વીતરાગ છે અને ક્ષીણમોહવાળા પણ વીતરાગ છે તોપણ ઉપશાંતમોહ કરતાં ક્ષપકમોહને અસંખ્યાતગુણ નિર્જરા છે અને તેમના કરતાં પણ ક્ષીણમોહવાળાને અસંખ્યાતગુણ નિર્જરા છે. ક્ષીણમોહ કરતાં પણ કેવલજ્ઞાનને પામેલા તેરમા ગુણસ્થાનકમાં રહેલા જિન એવા સયોગીકેવલીને અધિક નિર્જરા છે. તેઓ પૂર્વમાં બંધાયેલાં કર્મોનો સતત નાશ કરતા હોય છે, જ્યારે યોગનિરોધકાળમાં અવશિષ્ટ સર્વ કર્મોનો નાશ કરે છે. Il૯/૪૭]]
અવતરણિકા :
પ્રથમ અધ્યાયના પ્રથમ સૂત્રમાં કહેલ કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર મોક્ષમાર્ગ છે. ત્યારપછી સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્ય વર્શનમ્'. આ તત્ત્વાર્થશ્રદ્ધાન જીવાદિ સાત તત્ત્વ આત્મક છે તેમ કહ્યું, ત્યારબાદ જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું. પ્રથમ અધ્યાયના અંતે કહ્યું કે હવે ચારિત્રનો અવસર છે, છતાં તે ચારિત્ર અમે નવમા અધ્યાયમાં કહીશું. તેથી ચારિત્રના પ્રસ્તાવરૂપ અને સાત તત્ત્વના ભેદ અંતર્ગત સંવરરૂપ નવમો અધ્યાય છે. સંવર સાથે નિર્જરા અવિતાભાવી હોવાથી નિર્જરાનું પણ કથન પ્રસ્તુત અધ્યાયમાં કરેલ છે. સંવરના ઉપાયભૂત ગુપ્તિ આદિનું વર્ણન કરતાં સૂત્ર-૧૮માં પાંચ પ્રકારના ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં કહેલું કે પુલાકનિગ્રંથ આદિમાં વિસ્તારથી અમે ચારિત્રને કહીશું. તેથી હવે પુલાકનિગ્રંથ આદિના ચારિત્રનું વર્ણન કરે છે સૂત્ર :
पुलाकबकुशकुशीलनिर्ग्रन्थस्नातका निर्ग्रन्थाः ||९/४८ ।।
સૂત્રાર્થ ઃ
પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતકરૂપ નિગ્રંથો પાંચ પ્રકારના છે. II૯/૪૮
–