________________
તત્ત્વાર્થાવગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સુત્ર-૪૭
૧૧ વળી ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા, અપ્રમાદથી સંયમમાં યત્ન કરનારા સર્વવિરતિધર મહાત્મા જે નિર્જરા કરે છે તેના કરતાં અસંખ્યાતગુણી કર્મનિર્જરા અનંતાનુબંધીવિયોજક મહાત્મા કરે છે. દર્શનસપ્તકમાંથી અનંતાનુબંધી કષાયનો ક્ષય કરવા માટે જેમણે પ્રારંભ કર્યો હોવા છતાં અનંતાનુબંધી-કષાયનો ઉચ્છેદ કર્યા પછી દર્શનત્રિકની ક્ષપણાનો પ્રારંભ કર્યા વગર ફરી અનંતાનુબંધીની સંજ્ઞાને પ્રાપ્ત કરી શકે એવા છે તેઓ અનંતાનુબંધી કષાયના વિયોજક છે. અનંતાનુબંધી કષાયનો ક્ષય કરવાનો પ્રારંભ કરનાર અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર શ્રાવક કે સર્વવિરતિધર સાધુ હોઈ શકે છે. અનંતાનુબંધીનો ક્ષય કરવા માટે મહાબળ સંચય થયેલ હોવાથી અવિરતસમ્યગ્દષ્ટિ જીવ પણ જ્યારે અનંતાનુબંધી કષાયની ક્ષપણા માટે પ્રયત્ન કરે છે ત્યારે સુસાધુ કરતાં પણ અસંખ્યગુણ નિર્જરા કરે છે. ફક્ત દર્શનસપ્તકના ક્ષય માટે જેવું બળ સંચય થવું જોઈએ તેવું બળ સંચય નહીં થયેલ હોવાથી દર્શનમોહના ક્ષેપક કરતાં અનંતાનુબંધી-કષાયના વિસંયોજકની નિર્જરા અલ્પ થાય છે.
વળી જેઓએ અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય એ સાત પ્રકારના દર્શનમોહનીયની ક્ષપણા માટે પ્રારંભ કર્યો છે એવા અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર શ્રાવક કે સર્વવિરતિધર સાધુઓ અનંતાનુબંધી વિસંયોજક કરતાં પણ અસંખ્યાતગુણી નિર્જરા પ્રતિસમય કરે છે. ફક્ત અનંતાનુબંધી વિસંયોજક કે દર્શનમોહનો ક્ષપક જો અવિરત સમ્યગ્દષ્ટિ હોય તો તે ક્ષપણા કાળમાં સર્વવિરતિધર કરતાં અધિક નિર્જરા કરે છે તોપણ અનંતાનુબંધી વિસંયોજક કે દર્શનમોહનીયના ક્ષપક તેની ક્ષપણાની ક્રિયા સમાપ્ત થાય ત્યારપછી તે સાધુ કરતાં અધિક નિર્જરા કરનારા નથી; પરંતુ પોતાના અવસ્થિત ગુણસ્થાનકને અનુરૂપ નિર્જરા કરે છે. આથી જ દર્શનમોહની ક્ષપણા કરનાર શ્રેણિક મહારાજા શેષકાળમાં ભોગાદિની પ્રવૃત્તિમાં હોય ત્યારે ક્ષાયિક સમ્યક્તના કારણે અવશ્ય નિર્જરા કરે છે, તોપણ વિરતિધર સાધુની અપેક્ષાએ તેમની નિર્જરા અલ્પ થાય છે.
વળી, ઉપશમશ્રેણિમાં ચડેલા મોહના ઉપશમક સંપૂર્ણ મોહના ઉપશમ માટે દઢ યત્નવાળા હોવાથી દર્શનમોહના ક્ષપક કરતાં પણ અસંખ્યાતગુણી નિર્જરા કરે છે. તેથી એ પ્રકારનો અર્થ ભાસે છે કે જેઓ આયુષ્ય બાંધીને ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલા હોય તેઓ દર્શનમોહના ક્ષેપક છે અને જેઓએ આયુષ્ય બાંધ્યું કે આયુષ્ય નથી બાંધ્યું પરંતુ મોહના ઉપશમ માટે પ્રયત્નવાળા છે તેઓ દર્શનસપ્તકનો ઉપશમ કર્યા પછી શેષ ચારિત્રમોહનીયનો પણ અવશ્ય ઉપશમ કરશે તેવું સંચિત વીર્ય છે, તેથી દર્શનસપ્તકના ઉપશમકાળમાં પણ દર્શનમોહના ક્ષેપક કરતાં પણ મોહના ઉપશામક એવા ઉપશમશ્રેણિવાળા મહાત્માને અસંખ્યાતગુણી નિર્જરા હોવી જોઈએ. ચારિત્રમોહની ઉપશમના કરનારને તો અવશ્ય દર્શનમોહના ક્ષેપક કરતાં અસંખ્યાતગુણ નિર્જરા છે.
વળી જે મોહ ઉપશમક મહાત્મા ઉપશાંતશ્રેણિમાં નિર્જરા કરે છે તેના કરતાં ઉપશાંતમોહવાળા મહાત્મા અસંખ્યાતગુણી નિર્જરા કરે છે; કેમ કે મોહનો સંપૂર્ણ અભાવ હોવાથી તેમનું ચિત્ત સર્વ ભાવો પ્રત્યે અસંશ્લિષ્ટ ભાવવાળું છે અને આત્માના શુદ્ધ સ્વરૂપમાં લીન છે. તેથી સંશ્લેષને કારણે બંધાતાં કર્મો અત્યંત