________________
તત્વાર્થીપગમસુત્ર ભાગ-૪ | અધ્યાય-૯T સુત્ર-૪૭
૧૮૯
ભાવાર્થ -
નવમા અધ્યાયના પ્રારંભમાં સંવરને કહેવાની પ્રતિજ્ઞા કરી અને સૂત્ર-૧માં સંવરનું સ્વરૂપ બતાવ્યું. સૂત્રરમાં ગુપ્તિ આદિથી સંવરની પ્રાપ્તિ છે એ બતાવ્યું. સંવર સાથે નિર્જરાનો સંબંધ હોવાથી સૂત્ર-૩માં તપથી નિર્જરા થાય છે તેમ બતાવ્યું, ત્યારપછી સંવરના ઉપાય આત્મક ગુપ્તિ આદિનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં સંવરના ઉપાયરૂપ પરિષદના વર્ણન કરતાં સૂત્ર-૮માં કહ્યું કે કર્મનિર્જરા માટે પરિષહ સહન કરવા જોઈએ. સૂત્ર-૮ અનુસાર પરિષદના જયથી કર્મનિર્જરા થાય છે. સૂત્ર-૩માં બતાવ્યા અનુસાર બાર પ્રકારના તપથી કર્મનિર્જરા પ્રાપ્ત થાય છે. સૂત્ર-૭માં નિર્જરાભાવના બતાવતાં કહ્યું કે અનુભાવથી પણ કર્મનિર્જરા થાય છે.
આ પ્રમાણે સંવરના ઉપાય અને નિર્જરાના ઉપાયભૂત તપનું વર્ણન કર્યા પછી ભાષ્યકારશ્રી પ્રશ્ન કરે છે કે પૂર્વમાં પરિષદના જયથી નિર્જરા કહેવાઈ છે અને તપના સેવનથી કર્મનિર્જરા કહેવાઈ છે અને અનુભાવથી કર્મનિર્જરા કહેવાઈ છે. તે નિર્જરા સર્વ સમ્યગ્દષ્ટિ જીવો સમાનતયા કરે છે કે તેઓની નિર્જરામાં કોઈ ભેદ છે ? એ પ્રકારની શંકાના ઉત્તરમાં ગ્રંથકારશ્રી કહે છે – સૂત્ર :
सम्यग्दृष्टिश्रावकविरतानन्तवियोजकदर्शनमोहक्षपकोपशमकोपशान्तमोहक्षपकक्षीणमोहजिनाः क्रमशोऽसङ्ख्येयगुणनिर्जराः ।।९/४७।। સૂત્રાર્થ -
સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતવિયોજક અનંતાનુબંધી કષાયનો વિયોજક, દર્શનમોહક્ષપક ક્ષાયિકસમકિતી, ઉપશમક મોહનો ઉપશમ કરવામાં પ્રવૃત, ઉપશાંતમોહ, ક્ષપક મોહનો ક્ષય કરવામાં પ્રવૃત, ક્ષીણમોહ અને જિનોને ક્રમથી અસંખ્યગુણ નિર્જરા છે. Ile/૪૭ના ભાષ્ય :
सम्यग्दृष्टिः, श्रावकः, विरतः, अनन्तानुबन्धिवियोजकः, दर्शनमोहक्षपकः, मोहोपशमकः, उपशान्तमोहः, मोहक्षपकः, क्षीणमोहः, जिन इत्येते दश क्रमशोऽसङ्ख्येयगुणनिर्जरा भवन्ति । तद्यथा - सम्यग्दृष्टेः श्रावकोऽसङ्ख्येयगुणनिर्जरः, श्रावकाद् विरतः, विरतादनन्तानुबन्धिवियोजकः, इत्येवं शेषाः ।।९/४७॥ ભાષ્યાર્થ:
સષ્ટિ ... શેષાદ | સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધી વિયોજક, દર્શનમોહક્ષપક= દર્શનસપ્તકની ક્ષપણા કરીને ક્ષાધિકસમ્યક્ત પામનાર, મોહ ઉપશમકaઉપશમશ્રેણિમાં ચડેલ મોહની