________________
૧૮૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૪૬, ૪૭ વિચાર નામનો ઉપયોગ અભિનવ કર્મના ઉપચયનો પ્રતિષેધક હોવાથી અને પૂર્વ ઉપચિત કર્મનો નિર્જરક હોવાથી મોક્ષનો પ્રાપક છે.
આનાથી એ ફલિત થાય કે પૃથક્ત્વવિતર્કસવિચાર નામના પ્રથમ શુક્લધ્યાનકાળમાં મહાત્મા જગતના તમામ પદાર્થોથી સંવૃત થઈને આત્માની સાથે તાદાત્મ્ય પરિણામવાળા પોતાના વીતરાગભાવમાં લીન છે. તેથી ઘાણીમાં પિલાતા હોય કે દેહની સાથે અગ્નિ આદિનો સંસર્ગ થતો હોય તોપણ તે સર્વ ભાવોથી અસંશ્લેષવાળા થઈને નિરાકુળ ચેતનાના પારમાર્થિક સ્વરૂપમાં લીન વર્તે છે, જેથી બાહ્ય પદાર્થો સાથે કે શરીર સાથે સંશ્લેષ પામીને ઉપયોગ પ્રવર્તતો નથી; પરંતુ શ્રુતના બળથી શુદ્ધ આત્મામાં નિવેશમાન શ્રુતનો ઉપયોગ વર્તે છે. જેથી નવાં કર્મોનું આગમન અટકે છે અને પૂર્વનાં બંધાયેલાં કર્મોનું નિર્જરણ થાય છે. તેથી પૃથવ્રુવિતર્કસવિચાર નામનું શુક્લધ્યાન નિર્વાણપ્રાપક છે.
વળી અવિચાર નામના બીજા શુક્લધ્યાનનું ફળ ભાષ્યકારશ્રીએ પ્રસ્તુતમાં કહ્યું નથી, તોપણ અર્થથી એ ફલિત થાય છે કે પૃથવ્રુવિતર્કસવિચારકાળમાં મોહના નાશને અનુકૂળ સંવરભાવ અતિશયઅતિશયતર થાય છે. મોહનો નાશ થયા પછી પૃથવ્રુવિતર્કઅવિચાર નામનું બીજું શુક્લધ્યાન વર્તે છે ત્યારે શ્રુતનો ઉપયોગ અર્થ અને વ્યંજનમાં સંક્રાંતિ પામતો નથી, પરંતુ પરમાણુ આદિ અર્થ ઉપર ચિત્ત સ્થિર વર્તે છે. તે વખતે મન-વચન-કાયાના યોગોની પણ સંક્રાંતિ નથી, તેથી તે ત્રણમાંથી કોઈ એક યોગનો ઉપયોગ વર્તે છે. બીજા પ્રકારના શુક્લધ્યાનકાળમાં મહાત્મા સંપૂર્ણ મોહથી અનાકુળ, સ્થિર એક પદાર્થ પર ઉપયોગવાળા છે. આ ઉપયોગના કારણે જ્ઞાનાવરણીય આદિ શેષ ઘાતિકર્મો નાશ થાય છે અને નવા કર્મબંધનો અભાવ વર્તે છે. તેથી બીજા શુક્લધ્યાનના અંતે સર્વ ધાતિકર્મોનો નાશ કરીને મહાત્મા કેવલજ્ઞાનને પામે છે. II૯/૪૬
ભાષ્ય :
अत्राह उक्तं भवता
'परीषहजयात् तपसोऽनुभावतश्च कर्मनिर्जरा भवति' (अ० ९, सू० २- ३, ७-८) इति, तत् किं सर्वे सम्यग्दृष्टयः समनिर्जरा आहोस्विदस्ति कश्चित् प्रतिविशेष इति ?
अत्रोच्यते
ભાષ્યાર્થ :
अत्राह
અત્રોતે — અહીં=સૂત્ર-૯/૨માં સંવરનું અને સૂત્ર-૯/૩માં તપનું, સૂત્ર-૭માં અનુભાવનું અને સૂત્ર-૮માં પરિષહોનું વર્ણન પુરુ કર્યું એમાં, પ્રશ્ન કરે છે તમારા વડે કહેવાયું કે ‘પરિષહના જયથી, તપથી અને અનુભાવથી કર્મની નિર્જરા થાય છે.' (અધ્યાય-૯, સૂત્ર-૨-૩, ૭-૮)
‘કૃતિ' શબ્દ શંકાની સમાપ્તિ અર્થે છે.
-
-
-
=
તો શું સર્વ સમ્યગ્દષ્ટિ જીવો સમાન નિર્જરાવાળા છે ? અથવા કોઈ પ્રતિવિશેષ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર અપાય છે
-