________________
૧૭
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૪૬ ભાષ્યાર્થ :અર્થવ્યક્કન ... નિર્વાણજિરિ અર્થ, વ્યંજન અને યોગની સંક્રાંતિ વિચાર છે.
ત્તિ” શબ્દ વિચારના સ્વરૂપની સમાપ્તિ માટે છે.
આ=વિચાર, અત્યંતરતપરૂપ છે, સંવરપણું હોવાથી અભિનવકર્મના ઉપચયનો પ્રતિષેધક છે. નિર્જરણલપણું હોવાથી–વિચારનું નિર્જરણફલપણું હોવાથી, કર્મનિર્જરક છે. અભિનવકર્મના ઉપચયનું પ્રતિષેધક હોવાથી અને પૂર્વ ઉપચિત કર્મનું નિર્જરકપણું હોવાથી નિર્વાણપ્રાપક છેઃવિચાર નિર્વાણપ્રાપક છે.
રૂતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ માટે છે. I૯/૪ ભાવાર્થ :
શુક્લધ્યાનના પ્રથમ ભેદમાં વર્તતા મહાત્મા શ્રતના ઉપયોગથી પરમાણુ આદિ ઉપર ચિત્તને સ્થિર કરે છે ત્યારે પરમાણુ આદિ પદાર્થના સૂક્ષ્મ ભાવોને કહેનારા શબ્દરૂપ વ્યંજન દ્વારા પરમાણુના સૂક્ષ્મ-સૂક્ષ્મતર ભાવોને જોવા યત્ન કરે છે. પ્રથમ પરમાણુ આદિ અર્થ ઉપર ચિત્તને સ્થિર કરીને અર્થથી શબ્દમાં ઉપયોગ જાય છે અને શબ્દ દ્વારા વિશિષ્ટ અર્થનો સૂક્ષ્મ બોધ કરે છે, તેથી અર્થથી વ્યંજન ઉપર અને વ્યંજનથી અર્થ ઉપર ઉપયોગનું સંક્રમણ વર્તે છે. વળી, મન-વચન-કાયાના યોગોમાં પણ મનોયોગથી વચનયોગમાં તથા વચનયોગથી કાયયોગમાં ઉપયોગનો સંક્રમ વર્તે છે.
શ્રતના વિચારકાળમાં અર્થની, વ્યંજનની અને મન-વચન-કાયાના યોગોની જે સંક્રાંતિ વર્તે છે, તે વિચારરૂપ છે. ચૌદપૂર્વના બોધ અનુસાર જે શ્રુતજ્ઞાનનો ઉપયોગ છે તે વિતર્ક છે.
આ રીતે વિતર્ક અને વિચારનો ભેદ બતાવ્યા પછી શ્રુતજ્ઞાનના ઉપયોગરૂપ તે વિચાર કેવા ઉત્તમ ફળવાળો છે ? તે બતાવવા અર્થે કહે છે –
આ વિચાર અભ્યતરતપ છે. કઈ રીતે અત્યંતરતા છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જગતના સર્વ ભાવોથી ચિત્તને સંવૃત કરીને અરૂપી આત્માનો બોધ કરવા અર્થે પરમાણુ આદિ ઉપર સ્થિર કરેલ હોવાથી સંવરભાવ વર્તે છે. તેથી નવા કર્મના ઉપચયનું પ્રતિષેધક આ વિચાર છે, જેનાથી નવાં કર્મોનું આગમન અટકે છે.
વળી નિર્જરણફળવાળું હોવાથી કર્મનિર્જરક છે. સંગની પરિણતિથી કર્મનું આગમન થાય છે. વિચારકાળમાં મહાત્મા સર્વ સંગથી પર એવી અરૂપી ચેતનાને પ્રગટ કરવા માટે વ્યાપારવાળા છે, તેથી સતત અસંગપરિણતિ વધી રહી છે. સંગપરિણતિથી બંધાયેલાં પૂર્વનાં કર્મોનું નિર્જરણ કરનાર આ વિચાર નામનો ઉપયોગ છે, તેથી વિચાર નામનો ઉપયોગ નિર્જરક છેઃકર્મની નિર્જરાને કરનારો છે. વળી, ક્ષપકશ્રેણિ વર્તી