________________
૧૭૯
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂચ-૩૯-૧, ૩૯-૨, ૪૦ ભાષ્યાર્થ :
સાથે ..... મવતઃ | પૃથક્લવિતર્ક અને એકત્વવિતર્કરૂપ આ બે શુક્લધ્યાનો પૂર્વવિક્ત હોય છે. I૯/૩૯-૨ાા ભાવાર્થ - શુક્લધ્યાનના સ્વામી -
ચૌદ પૂર્વધર યુક્ત અપ્રમત્ત મુનિઓને શુક્લધ્યાન હોય છે, તેનાથી ન્યૂન શ્રતધર કે પ્રમત્તસંયત સુધીના જીવોને શુક્લધ્યાન હોતું નથી. ક્ષપકશ્રેણિના બળથી દર્શનસપ્તકની ક્ષપણા ધર્મધ્યાનથી અવિરતસમ્યગ્દષ્ટિ આદિ જીવો કરે છે. કોઈક મહાત્મા ચૌદપૂર્વધર હોય તો શુક્લધ્યાનથી પણ દર્શનસપ્તકની ક્ષપણા કરે છે; પરંતુ દર્શનસપ્તકની ક્ષપણા કર્યા પછી ચારિત્રમોહનીયની ક્ષપણા અર્થે શુક્લધ્યાનની પ્રાપ્તિ પૂર્વે અવશ્ય ચાર જ્ઞાનના પ્રકર્ષના ઉત્તરભાવી એવું પ્રાતિજજ્ઞાન થાય છે. તેથી શુક્લધ્યાનની પ્રાપ્તિ માટે ચૌદપૂર્વની આવશ્યકતા છે, તે સિવાય કોઈ શુક્લધ્યાનનો પ્રારંભ કરતા નથી. આથી જેઓ ચૌદપૂર્વ ભણેલા છે તેઓ ચૌદપૂર્વના બળથી શુક્લધ્યાનને પ્રાપ્ત કરે છે. તેને આશ્રયીને પૂર્વવિદને આદ્ય બે શુક્લધ્યાન હોય છે, તેમ સૂત્ર-૩૯-૨માં કહેલ છે. જેઓ ચૌદપૂર્વ ભણ્યા નથી પરંતુ ધર્મધ્યાનના બળથી પ્રાતિજ્ઞાનને પામ્યા છે તેઓ પ્રાતિજજ્ઞાનની પ્રાપ્તિ પછી બે શુક્લધ્યાનને પ્રાપ્ત કરે છે, તે બે શુક્લધ્યાનવાળા જીવો ઉપશાંતકષાયવાળા હોય કે ક્ષીણકષાયવાળા હોય છે, તેથી ઉપશાંતકષાયવાળાને અને ક્ષણિકષાયવાળાને આદ્ય બે શુક્લધ્યાન છે, એમ સૂત્ર-૩૯-૧માં કહેલ છે.
ચૌદ પૂર્વનો અભ્યાસ કરીને એના બળથી શુક્લધ્યાન પામનારા ઘણા મહાત્માઓ હોય છે. વળી મરુદેવી માતા કે માષતુષમુનિ જેવા મહાત્માઓ પૂર્વ ભણવા માટે અસમર્થ હતા, છતાં ધર્મધ્યાનના બળથી ક્ષપકશ્રેણિ ઉપર આરોહણ થયાં ત્યારે દર્શનસપ્તકની ક્ષપણા કરી, ત્યારપછી વિશુદ્ધ અધ્યવસાયને કારણે જ્ઞાનાવરણીયકર્મ તૂટવાથી પ્રાતિભજ્ઞાન પ્રગટ થાય છે, તે વખતે ૧૪ પૂર્વનું જ્ઞાન અર્થથી તેઓને પણ અવશ્ય હોય છે અને તેના બળથી જ તેઓ શુક્લધ્યાનના પ્રથમ બે પાયાને પ્રાપ્ત કરે છે. તેથી શુક્લધ્યાનને પ્રાપ્ત કરનારાં મરુદેવા માતા, માષતષ મુનિ કે નાગકેતુ આદિ અન્ય કોઈપણ, જેઓ પૂર્વ ભણ્યાં નથી, તેઓ પણ પૂર્વધર થઈને શુક્લધ્યાનના બે પાયાને પ્રાપ્ત કરે છે. ધર્મધ્યાનથી ચારિત્રમોહનીયની ક્ષપણા સંભવતી નથી. શ્રેણિક મહારાજા આદિ જેઓ ક્ષાયિક સમ્યક્ત પામ્યા, તેઓ બદ્ધાયુષ્ક હોવાથી ધર્મધ્યાનથી દર્શનસપ્તકની ક્ષપણા કર્યા પછી વિરામ પામે છે, તેથી તેઓને પ્રાતિજ્ઞાનની પ્રાપ્તિ કે શુક્લધ્યાનની પ્રાપ્તિ નથી. II૯૩૯–૧, ૯૩૯-શા
અવતરણિકા :
સૂત્ર-૨૯માં ચાર પ્રકારનાં ધ્યાન કહેલાં તેમાંથી શુલધ્યાનના અવાંતર બે ભેદો કોને હોય છે? તે સૂત્ર=૩૯/રમાં બતાવ્યું. હવે અંતિમ બે શુક્લધ્યાનો કોને હોય છે ? તે બતાવે છે –