________________
૧૮૧
તત્ત્વાર્થીપગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૪૧ ભાષ્ય :
पृथक्त्ववितर्कम्, एकत्ववितर्क, सूक्ष्मक्रियमप्रतिपाति, व्युपरतक्रियाऽनिवर्तीति चतुर्विधं शुक्लશાન ૨/૪ ભાષ્યાર્થ :
પૃથક્વેવિતમ્ ... સુવધ્યાનમ્ પૃથક્વવિતર્ક પ્રથમ શુક્લધ્યાત છે. એકત્વવિતર્ક બીજું શુલધ્યાન છે. સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિકાયયોગની જે સૂક્ષ્મ ક્રિયા થઈ છે તે બાદર ક્રિયારૂપે પ્રતિપાત થવાની નથી તે સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિરૂપ ત્રીજું શુક્લધ્યાન છે. ભુપતક્રિયાઅનિવર્તિ=સંપૂર્ણ ક્રિયાતો અભાવ થયો છે તે પુતભવરૂપે થવાનો નથી એવી ક્રિયા તે, ચોથું શુક્લધ્યાન છે. આ પ્રકારે ચતુર્વિધ શુક્લધ્યાન છે. I૯/૪૧ાા
ભાવાર્થ :
શુક્લધ્યાનના ચાર પ્રકારો:શુક્લધ્યાનના ચાર ભેદ છે.
(૧) પૃથક્લવિતક શુક્લધ્યાન, (૨) એકત્વવિતર્ક શુક્લધ્યાન, (૩) સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ શુક્લધ્યાન, (૪) સુપરતક્રિયાઅનિવર્તી શુક્લધ્યાન. (૧) પૃથવિતર્ક શુક્લધ્યાન -
પહેલું પૃથક્વવિતર્ક શુક્લધ્યાન ઉપશમશ્રેણિમાં કે શ્રાકશ્રેણિમાં ચડનાર મહાત્માઓને હોય છે અને આઠમા ગુણસ્થાનકથી તેની પ્રાપ્તિ છે. તેમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો પૃથક્વરૂપે શ્રુતના બળથી વિતર્ક કરાય છે. તેથી તેને પૃથqવિતર્ક શુક્લધ્યાન કહેવાય છે અર્થાત્ દ્રવ્ય-ગુણ-પર્યાયનું પૃથક્વરૂપે ભાન છે અને શ્રુતરૂપે વિતર્ક ચાલે છે. (૨) એકત્વવિતર્ક શુક્લધ્યાન :
શુક્લધ્યાનના બીજા પાયામાં દ્રવ્ય-ગુણ-પર્યાયનું અભેદ ચિંતવન કરાય છે, તેથી એકત્વનો બોધ છે અને તે શ્રુતના વિતર્કરૂપ છે. એકત્વવિતક શુક્લધ્યાનનો બીજો પાયો છે. આ શુક્લધ્યાન ઉપશમશ્રેણીકાળે અગિયારમા ગુણસ્થાનકમાં અને ક્ષપકશ્રેણીકાળે બારમા ગુણસ્થાનકમાં વર્તે છે. (૩) સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ શુક્લધ્યાન –
જે સૂક્ષ્મક્રિયાનો પાત થવાનો નથી અર્થાત્ જે સૂક્ષ્મક્રિયા ક્યારેય બાદર ક્રિયારૂપે થવાની નથી, કાયયોગની સૂક્ષ્મક્રિયા આ શુક્લધ્યાનમાં વર્તે છે, તેથી તેનું નામ સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ શુક્લધ્યાન છે. આ શુક્લધ્યાન કાયયોગના સૂક્ષ્મક્રિયાકાળમાં તેરમા સયોગીકેવલીગુણસ્થાનકના અંતે વર્તે છે.