________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૩૮
૧૭૭ ઉપશમ કરતા એવા અવિરતસમ્યગ્દષ્ટિએ, દેશવિરતિધરને કે સર્વવિરતિધર લિગ્રંથ એવા ઉપશાંતકષાયવાળાને, અને ક્ષીણકષાયવાળાને=દર્શનસપ્તકનો ક્ષય કરવા માટે તત્પર થયેલા એવા અવિરતસમ્યગ્દષ્ટિને, દેશવિરતિધરને કે સર્વવિરતિવાળા તિગ્રંથ, ધર્મધ્યાન હોય છે. આ૩૮
ભાવાર્થ :
ધર્મધ્યાનના અન્ય સ્વામી :
ધર્મધ્યાન કરનારા અપ્રમત્તસંયત ઉપશાંતકષાયવાળા અને ક્ષીણકષાયવાળા જીવો હોય છે. ટીકાકારશ્રીએ ઉપશાંતકષાયથી અગિયારમા ગુણસ્થાનકવાળા જીવોને અને ક્ષીણકષાયવાળાથી બારમા ગુણસ્થાનકવાળા જીવોને ગ્રહણ કર્યા છે, પરંતુ આવશ્યકનિર્યુક્તિના વચનાનુસાર તે અર્થ સંગત જણાતો નથી.
વળી ધર્મધ્યાન ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ પૂર્વે હોય છે. તેથી આવશ્યકનિર્યુક્તિના વચનાનુસાર એ અર્થ પ્રાપ્ત થાય કે જે સાધુ સર્વ પ્રકારના પ્રમાદ રહિત છે તેઓ જિનવચન અનુસાર તત્ત્વચિંતન કરતા હોય ત્યારે તેઓને ધર્મધ્યાન વર્તે છે.
વળી ઉપશમશ્રેણિ ઉપર ચડવા માટે દર્શનસપ્તકનો ઉપશમ કરવાનો જેમણે પ્રારંભ કર્યો છે તેવા ઉપશાંતકષાયવાળા અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરતસમ્યગ્દષ્ટિ કે સર્વવિરતિધર નિગ્રંથને ધર્મધ્યાન હોય છે અને ઉપલક્ષણથી ઉપશમશ્રેણીને નહીં પામેલા પણ કષાયના ઉપશમ માટે જેઓ યત્ન કરી રહ્યા છે તેઓને પણ ધર્મધ્યાન હોય છે.
વળી કોઈ મહાત્માએ દર્શનસપ્તકનો ક્ષય કરવાનો પ્રારંભ કર્યો છે તેવા ક્ષીણકષાયવાળા અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરતસમ્યગ્દષ્ટિ કે સર્વવિરતિધર નિગ્રંથને ધર્મધ્યાન હોય છે. તેઓ ધર્મધ્યાનના વિષયભૂત
ક્યારેક આજ્ઞાવિચય માટે યત્ન કરે છે અર્થાતુ ભગવાનની આજ્ઞા કેવી નિરવ છે ? તેના પરમાર્થનું ચિંતવન કરતા હોય છે, તો ક્યારેક સંસારના રાગ-દ્વેષના પરિણામરૂપ અપાયનું ચિંતવન કરતા હોય છે. વળી ક્યારેક કર્મોના વિપાકનું ચિંતવન કરતા હોય છે, તો ક્યારેક લોકના સંસ્થાનનું ચિંતવન કરતા હોય છે. તે વખતે જ્યારે ચિત્ત એકાગ્રભાવને પામે ત્યારે ધર્મધ્યાનની પ્રાપ્તિ થાય છે અને જો એકાગ્રભાવની પ્રાપ્તિ ન થાય તો તે ધર્મધ્યાનની પૂર્વભૂમિકારૂપ ચિતવન બને છે. છેલ્લા બે સંઘયણવાળા જીવોને ધ્યાન નથી એ વચનાનુસાર તેઓ જે કાંઈ આજ્ઞાવિચય આદિનું ચિંતવન કરે છે, તે ધર્મધ્યાનની પૂર્વભૂમિકા સ્વરૂપ હોય છે.
વળી પ્રસ્તુતમાં ઉપશાંતકષાય શબ્દથી અને ક્ષણિકષાય શબ્દથી અગિયારમા ગુણસ્થાનકવાળા અને બારમા ગુણસ્થાનકવાળાને ગ્રહણ કરવા કોઈ રીતે સંગત જણાતું નથી; કેમ કે ધર્મધ્યાન ચારિત્રમોહનીયકર્મની ક્ષપણાના પ્રારંભ પૂર્વે જ હોય છે. ચારિત્રમોહનીયકર્મની ક્ષપણા કરનાર ક્ષપકશ્રેણિવાળા કે ઉપશમશ્રેણિવાળા મહાત્માઓને શુક્લધ્યાન જ વર્તે છે. તેથી ઉપશમશ્રેણિમાં કે ક્ષપકશ્રેણિમાં ધર્મધ્યાનને દર્શનસપ્તકની ક્ષપણાકાળમાં જ સ્વીકારી શકાય. ત્યારપછી જેઓ ચારિત્રની ક્ષપણાનો પ્રારંભ કરે છે.