________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૩૬
ભાવાર્થ:
રૌદ્રધ્યાનનું સ્વરૂપ :
વિષયોની અપ્રાપ્તિમાં કે પ્રાપ્તિમાં અલ્પ પણ રાગ કે દ્વેષ થાય ત્યારે આર્તધ્યાન વર્તે છે અને જે વખતે તે રાગ કે દ્વેષ પ્રચુર માત્રામાં થાય છે ત્યારે રૌદ્ર પરિણામ થાય છે. વળી, તે રૌદ્ર પરિણામમાં એકાગ્રતા આવે તો રૌદ્રધ્યાન પ્રાપ્ત થાય છે. એકાગ્રતાની પ્રાપ્તિ ન થાય તો રૌદ્રધ્યાનની પૂર્વભૂમિકાવાળો રૌદ્ર પરિણામ વર્તે છે.
૧૭૫
રૌદ્રધ્યાનના ચાર પ્રકારોનાં નામો તથા તેમનું સ્વરૂપ :
રૌદ્રધ્યાનના ચાર પ્રકારો છે : (૧) હિંસાનુબંધીરૌદ્રધ્યાન, (૨) મૃષાનુબંધીૌદ્રધ્યાન, (૩) સ્તેયાનુબંધીરૌદ્રધ્યાન અને (૪) સંરક્ષણાનુબંધીરૌદ્રધ્યાન.
પોતાના શત્રુને જોઈને તેના તરફથી થતા ઉપદ્રવને કારણે હિંસાના પરિણામ સ્વરૂપ અર્થાત્ ‘આ મરે તો સારું' અથવા તેને મારવાના ઉપાયોની વિચારણા તે હિંસાનુબંધીૌદ્રધ્યાન છે.
લોભને વશ જુઠ્ઠું બોલવાનો પરિણામ હોય કે માનને વશ જુઠ્ઠું બોલવાનો પરિણામ હોય તે વખતે સામી વ્યક્તિને શું અનર્થ થશે ? તેનો કોઈ વિચાર ન હોય અને માત્ર પોતાના લોભની કે માનની પુષ્ટિ માટે મૃષા બોલવાનો અધ્યવસાય વર્તતો હોય ત્યારે રૌદ્ર પરિણામ થાય છે. તે ચિત્તની એકાગ્રતારૂપ થાય તો મૃષાનુબંધીરૌદ્રધ્યાન પણ આવે.
વળી કોઈ સુંદર વસ્તુને જોઈને તેને (કોઈપણ ભોગે) ગ્રહણ કરવાની – પડાવી લેવાની વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે સ્ટેયાનુબંધી રૌદ્રધ્યાન ઉત્પન્ન થાય છે.
વળી પોતાની વસ્તુને કોઈ અન્ય ગ્રહણ કરતું હોય, ત્યારે તે વસ્તુના રક્ષણાર્થે જે ક્લિષ્ટ ભાવો થાય તે એકાગ્રતાયુક્ત થાય તો તે રૌદ્રધ્યાન બને છે.
અવિરતિના ઉદયવાળા મિથ્યાદ્રષ્ટિ કે સમ્યગ્દષ્ટિ જીવોને બાહ્ય પદાર્થો પ્રત્યેના રાગના કારણે સંયોગ અનુસાર ચાર પ્રકારના રૌદ્રધ્યાનમાંથી કોઈપણ પ્રકારનું રૌદ્રધ્યાન પ્રાપ્ત થઈ શકે છે. આથી જ ધનાદિના લોભને વશ બીજાને ઠગવાનો પરિણામ થાય ત્યારે સ્ટેયાનુબંધી રૌદ્રધ્યાનની પ્રાપ્તિ થાય છે અને પોતાની સંપત્તિ કોઈ ગ્રહણ કરતું હોય ત્યારે તેના રક્ષણાર્થે પ્રયત્ન કરનારા શ્રાવકને પણ સંરક્ષણાનુબંધીૌદ્રધ્યાનની પ્રાપ્તિનો સંભવ રહે છે.
દેશવિરતિ ગુણસ્થાનક સુધી સ્વજન, ધન આદિ પ્રત્યેની મૂર્છાને કારણે તેના રક્ષણ આદિની વિચારણા કરતી વખતે તે તે પ્રકારના રૌદ્રધ્યાનનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, જ્યારે સુસાધુને ઇન્દ્રિયોના પ્રતિકૂળ વિષયોમાં ઈષદ્ દ્વેષ થાય ત્યારે આર્તધ્યાન સંભવે, પરંતુ બાહ્ય પદાર્થ પ્રત્યે મૂર્છા વગરના હોવાથી કે દેહ પ્રત્યે પણ મૂર્છા વગ૨ના હોવાથી તેઓને રૌદ્રધ્યાન સંભવતું નથી. જો ક્યાંક મૂર્છા થાય તો ગુણસ્થાનકથી આકર્ષ દ્વારા પાત પામીને રૌદ્રધ્યાનને પ્રાપ્ત કરે છે; જેમ પ્રસન્નચંદ્ર રાજર્ષિને પુત્રના સ્નેહથી રૌદ્રધ્યાનની પ્રાપ્તિ થઈ. II૯/૩૬]]