________________
૧૭૪
Au છે.
તત્વાર્થાપિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂગ-૩૫, ૩૬ પ્રમત્ત સાધુઓને પણ જ્યારે જ્યારે ઇન્દ્રિયોના વિષયોને પામીને ઉપયોગની અલના થાય છે ત્યારે ત્યારે આર્તધ્યાન થાય છે. આથી જ તેમને અશાતાના ઉદય કાલે સહસા દ્વેષનો પરિણામ થાય ત્યારે સાધુને આર્તધ્યાનની પ્રાપ્તિ થાય છે. જે સાધુ ક્ષણભર પણ પ્રમાદ વગર જિનવચનનું દઢ અવલંબન લઈને પાંચે ઇન્દ્રિયોના સંવરપૂર્વક સંયમની સર્વ ઉચિત ક્રિયાઓમાં મનને પ્રવર્તાવે છે, તે મહાત્મા જ આર્તધ્યાનનો સંપૂર્ણ પરિહાર કરી શકે છે. અન્યથા જીવસ્વભાવે પ્રતિકૂળ વિષયોમાં કે અનુકૂળ વિષયોમાં ઉપયોગ જવાથી આર્તધ્યાન થાય છે. વળી અનુકૂળ વેદના કે પ્રતિકૂળ વેદનામાં ઉપયોગ જવાથી આર્તધ્યાન થાય છે, આથી જ ગુણસંપન્ન પણ મહાત્માઓ નિમિત્તને પામીને નિદાન કરે છે. તે પણ વિષયો પ્રત્યેના રાગને કારણે જ થાય છે. તેથી તે સર્વ આર્તધ્યાનરૂપ છે.
વળી અપ્રમત્ત સાધુ ભગવંતો સદા જિનવચનનું દઢ અવલંબન લઈને નિર્વિકલ્પ ઉપયોગમાં જવાના યત્નવાળા હોય છે કે નિર્વિકલ્પ ઉપયોગમાં વર્તતા હોય છે. તેથી તેઓને આર્તધ્યાનનો સંભવ નથી, છતાં તેવા પણ મહાત્માઓ નિમિત્તને પામીને પ્રમત્ત સંયત અવસ્થાને પામે અને બલવાન નિમિત્ત મળે તો આર્તધ્યાન થવાનો સંભવ રહે છે. I૯/૩પા અવતરણિકા :
સૂત્ર-૨૯માં ચાર પ્રકારના ધ્યાનો છે તેમ કહ્યું, તેમાંથી આર્તધ્યાનનું સ્વરૂપ અત્યાર સુધી બતાવ્યું. હવે રૌદ્રધ્યાનનું સ્વરૂપ બતાવે છે – સૂત્રઃ
હિંસાવૃત્તેિવિશ્વ સંરક્ષમ્યો રૌદ્રવિરતદેશવિરતયો /રૂદા સ્વાર્થ:
અવિરત અને દેશવિરતિવાળા જીવોને હિંસા, મૃષા, સ્તેય, અને વિષયના સંરક્ષણથી રૌદ્રધ્યાન પ્રવર્તે છે. II૯/ ભાષ્યઃ
हिंसार्थमनृतवचनार्थं स्तेयार्थं विषयसंरक्षणार्थं च स्मृतिसमन्वाहारो रौद्रध्यानं, तदविरतदेशविरतयोरेव भवति ।।९/३६।। ભાષ્યાર્થ:
હિસાર્થમ્ - ભવતિ હિંસા માટે, અમૃત વચન માટે, તેય માટે, અને વિષયના સંરક્ષણ માટે સ્મૃતિનો સમન્નાહાર=ઉપાયોની વિચારણા, રૌદ્રધ્યાન છે. તે=રૌદ્રધ્યાન, અવિરત અને દેશવિરતિવાળા જીવોને થાય છે. IC/૩૬