________________
૧૭૨
તત્વાર્થીપગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂચ-૩૩, ૩૪ આનાથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્માઓને મનોજ્ઞ વિષયોની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ પ્રત્યે સમભાવ વર્તે છે અથવા શાતાની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ પ્રત્યે સમભાવ વર્તે છે, તેથી પોતાના સમભાવની વૃદ્ધિના ઉચિત ઉપાયોને સેવવામાં દઢ યત્ન કરે છે. તેઓને મનોજ્ઞ વિષયોનો વિયોગ થાય કે મનોજ્ઞ એવી શાતાનો વિયોગ થાય ત્યારે તેની પ્રાપ્તિ અર્થે કોઈ વિચારણા થતી નથી; પરંતુ સમભાવની વૃદ્ધિ દ્વારા સ્વાથ્યની વૃદ્ધિમાં જ યત્ન વર્તે છે. આવા મહાત્માઓને મનોજ્ઞ વિષયોના વિયોગમાં કે શાતાના વિયોગમાં આર્તધ્યાન થતું નથી.
વળી જેઓને શાતાકાળમાં સર્વ ઉચિત અનુષ્ઠાનો સ્વસ્થતાથી થતાં હોય અને મનોજ્ઞ વિષયો મળ્યા હોય તેથી સ્વસ્થ છે એમ જણાતું હોય ત્યારે પણ જો વાસ્તવમાં મનોજ્ઞ વિષયો પ્રત્યે અને મનોજ્ઞ વેદના પ્રત્યે બલવાન રાગ વર્તતો હોય તો તેમને આર્તધ્યાન વર્તે છે. I૯/૩૩
ભાષ્ય :
किञ्चान्यत् - ભાષ્યાર્થ
વળી અન્ય આર્તધ્યાન શું છે? તે બતાવે છે – સૂત્ર :
નિધાનં ર ા૨/૪ સૂત્રાર્થ:
અને નિદાન (આર્તધ્યાન છે.) II૯/૩૪ ભાણ -
कामोपहतचित्तानां पुनर्भवविषयसुखगृद्धानां निदानमार्तध्यानं भवति ।।९/३४।। ભાષ્યાર્થ : -
નોપવિત્તાનાં ... ભવતિ | કામથી હણાયેલા ચિત્તવાળા, ફરીથી થનારા ભવના વિષયમાં, સુખથી ગૃદ્ધ એવા જીવોનું નિદાન=ભવાંતરમાં સુખની પ્રાપ્તિનો સંકલ્પ, આર્તધ્યાન છે. II૯/૩૪ના ભાવાર્થકામથી ઉપહત ચિત્તવાળાનું કામભોગ સંબંધી નિદાનરૂપ આર્તધ્યાન:
જે જીવોને બાહ્ય પદાર્થોની કામના અતિશયિત થયેલી છે અને વર્તમાનમાં તેવા સુખની પ્રાપ્તિની સંભાવના નથી; તેથી આગામી ભવમાં તેવા વિષયોના સુખની વૃદ્ધિવાળા છે તેઓનો આગામી ભવમાં તે બાહ્ય પદાર્થો પ્રાપ્ત થાય તેવો અભિલાષવર્તમાન ભવમાં કરેલા તપ-ત્યાગાદિના ફળરૂપે તે પદાર્થોની પ્રાપ્તિનો અભિલાષ, આર્તધ્યાન છે.