________________
૧૭૧
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૩૨, ૩૩ સમભાવના યત્ન અર્થે જ તેના વિપ્નભૂત વિપરીત વેદનાના નિવારણ માટે તે મહાત્માઓ વિચારણા કરે છે તે પણ આર્તધ્યાનરૂપ નથી; પરંતુ આત્મકલ્યાણના ઉપાયના ચિંતવનરૂપ છે.
વિપરીત વેદનામાં દ્વેષ થવાને કારણે જે જીવો તે વેદનાના નિવારણ માટેના ઉપાયોનું ચિંતવન કરે છે તે સંગ પ્રત્યેના દઢ પરિણામને કારણે ચિત્તની વ્યાકુળતારૂપ છે, તેથી આર્તધ્યાનસ્વરૂપ છે, ક્વચિત્ ચિત્ત એકાગ્ર ન હોય તો આર્તધ્યાનનો હેતુ છે. I૯૩શા
ભાષ્ય :
किञ्चान्यत् - ભાષ્યાર્થ :
વળી અન્ય શું છે?=આર્તધ્યાનનું અન્ય કારણ શું છે? તેથી કહે છે – સૂત્ર :
विपरीतं मनोज्ञानाम् ।।९/३३।। સૂત્રાર્થ :
મનોજ્ઞ પદાર્થોનું મનોજ્ઞ વેદનાનું વિપરીત ચિંતવન તેના વિયોગમાં ફરી તેનો સંયોગ થાઓ તેના માટેનું ચિંતવન, (તે આર્તધ્યાન છે.) Il૯/૩૩ ભાષ્ય :
मनोज्ञानां विषयाणां मनोज्ञायाश्च वेदनाया विप्रयोगे तत्संप्रयोगाय स्मृतिसमन्वाहार आर्तम् II૧/રૂરૂપા ભાષ્યાર્થ :
મનોરાનાં ....... માર્ત | મનોજ્ઞ વિષયોના અને મનોજ્ઞ વેદનાના વિપ્રયોગમાં=વિયોગમાં, તેના સંપ્રયોગ માટે તેની પ્રાપ્તિ માટે, સ્મૃતિ સમત્વાહાર આર્ત છે–તેની પ્રાપ્તિના ઉપાયોની વિચારણા આર્તધ્યાન છે. I૯/૩૩ ભાવાર્થ :મનોજ્ઞ વિષય અને વેદનાના વિયોગમાં તેના સંપ્રયોગ નિમિત્તક આર્તધ્યાન:
જે જીવોને મનોજ્ઞ વિષયો પ્રત્યે અને મનોજ્ઞ એવી શાતારૂપ વેદના પ્રત્યે રાગનો પરિણામ છે અને કોઈક નિમિત્તે મનોજ્ઞ વિષયોનો વિયોગ થયો કે મનોજ્ઞ એવી શાતાવેદનાનો વિયોગ થયો ત્યારે ફરી તે મનોજ્ઞ વિષયોની પ્રાપ્તિ કેમ થાય ? અને ફરી તે શાતાની પ્રાપ્તિ કેમ થાય ? તેની વિચારણા કરતા હોય ત્યારે મનોજ્ઞ વિષયોને આશ્રયીને કે મનોજ્ઞ એવી શાતાને આશ્રયીને આર્તધ્યાન પ્રવર્તે છે.