________________
૧૭૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪| અધ્યાય-૯ | સૂત્ર-૩૨ ભાષ્યાર્થ:
વળી બીજું શું?=પૂર્વમાં આર્તધ્યાનનું સ્વરૂપ બતાવ્યું તેનાથી અન્ય આર્તધ્યાનનું શું સ્વરૂપ છે? તે બતાવે છે –
સૂત્રઃ
वेदनायाश्च ।।९/३२॥ સૂત્રાર્થ :
અને વેદનાના=અમનોજ્ઞ વેદનાના, સંયોગમાં તેના વિયોગ વિષયક વિચારણા આર્તધ્યાન છે. II/ II
ભાષ્ય :
वेदनायाश्चामनोज्ञायाः सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहार आर्तमिति ।।९/३२।। ભાષ્યાર્થ :
વેદનાથ ... ગર્તિિિર | અમનોજ્ઞ વેદનાના સંપ્રયોગમાં અશાતાવેદનીયની પ્રાપ્તિમાં, તેના વિપ્રયોગ માટે તેના નિવારણ માટે, સ્મૃતિ સમત્વાહાર=ઉપાયોનું ચિંતવન, આર્ત છે=આર્તધ્યાન છે.
“ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૯/૩રા ભાવાર્થઅમનોજ્ઞા વેદના વિયોગ નિમિત્તક આર્તધ્યાન:
સંસારી જીવોને અપ્રીતિ કરે એવી શારીરિક વેદના થાય છે તે વખતે અસ્વસ્થ થઈને તેના નિવારણના ઉપાયોનું ચિંતવન કરે છે તે આર્તધ્યાન છે. તેથી તે પ્રાપ્ત થાય કે કોઈક ઉત્તમ મહાત્મા અમનોજ્ઞ એવી વેદનામાં પણ તેના નિમિત્તને પામીને જ સનકુમાર ચક્રવર્તીની જેમ સમભાવની વૃદ્ધિ કરે છે, તેઓને આર્તધ્યાન નથી પરંતુ અશાતાનું વેદનમાત્ર છે અને તે વેદન ધર્મધ્યાનની વૃદ્ધિનું કારણ છે; કેમ કે તે અશાતાવેદનીયના નિમિત્તે જ તે મહાત્માઓ અશાતા પ્રત્યેના દ્વેષનો પરિહાર કરીને સુખ-દુઃખ પ્રત્યેના સમભાવના પરિણામને સ્થિર-સ્થિરતર કરે છે.
વળી કેટલાક મહાત્માઓને અશાતાનો ઉદય થાય છે ત્યારે સમભાવમાં વર્તતું ચિત્ત સહસા સ્કૂલના પામે છે; તોપણ સમભાવના અર્થી એવા તેઓ સ્વકર્મના વિપાકનું આ ફળ છે તેમ ચિંતવન કરીને તે વિપરીત વેદના પ્રત્યે દ્વેષ કરતા નથી, પરંતુ તેની ઉપેક્ષા કરીને સમભાવમાં સ્થિર થવા યત્ન કરે છે તેઓને આર્તધ્યાનની પ્રાપ્તિ નથી. વળી, કેટલાક મહાત્માઓને વિપરીત વેદનામાં સમભાવનો ઉપયોગ અલના પામે છે અને પ્રયત્ન કરવા છતાં સમભાવને અનુકૂળ ઉચિત અનુષ્ઠાનમાં દઢ યત્ન થતો નથી તે વખતે