________________
૧૬૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૩૦, ૩૧ પ્રાયઃ ઉપશમશ્રેણિમાં કે ક્ષપકશ્રેણિમાં પ્રાપ્ત થાય છે. તેની પૂર્વે શુક્લધ્યાનનો અંશ નિર્વિકલ્પઉપયોગવાળા મુનિને પ્રાપ્ત થાય છે. સવિકલ્પદશાવાળા મુનિને ધર્મધ્યાન પ્રાપ્ત થાય છે.
વળી, વર્તમાનમાં છેલ્લા બે સંઘયણવાળા જીવોને ધર્મધ્યાન કે શુક્લધ્યાન સંભવતું નથી; તોપણ તેને અનુરૂપ ચિતવનથી જે ક્ષમાદિ ભાવો થાય છે અને જે કાંઈ નિર્વિકલ્પ ઉપયોગના અંશો પ્રગટ થાય છે તે ધર્મધ્યાન તથા શુક્લધ્યાનની પૂર્વભૂમિકા સ્વરૂપ છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન મોક્ષના હેતુ છે અને તેને અનુરૂપ ઉચિત ચિંતવન પણ પરંપરાએ મોક્ષનો હેતુ છે; કેમ કે ધર્મધ્યાનને અને શુક્લધ્યાનને અનુરૂપ ઉચિત ચિંતવનથી ચિત્તના સ્વાથ્યની વૃદ્ધિ થાય છે. જેમ જેમ ચિત્ત સ્વસ્થ-સ્વસ્થતર થાય છે તેમ તેમ અસ્વસ્થતાજન્ય કર્મોનો નાશ થાય છે. આ મોહની અનાકુળતારૂપ ચિત્તની સ્વસ્થતા મોક્ષનો હેતુ છે. II૯/૩૦I ભાષ્ય :
अत्राह - किमेषां लक्षणमिति ?, अत्रोच्यते - ભાષ્યાર્થ :
અત્ર=અહીં આર્તધ્યાનાદિ ચારે પ્રકારના ધ્યાનમાં, પ્રશ્ન કરે છે - આમનું આર્તધ્યાન આદિ ચારનું, શું લક્ષણ છે? અહીં=આ પ્રકારના પ્રશ્નમાં, કહેવાય છે=ઉત્તર આપે છે=ક્રમશઃ આર્તધ્યાન આદિ ચારનાં લક્ષણ બતાવે છે – સૂત્ર :
आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः ।।९/३१।। સૂત્રાર્થઃ
અમનોડાના સહયોગમાં અમનોજ્ઞ વિષયના સંયોગમાં, ત વિપ્રયોગ માટે સ્મૃતિનો સમન્વાહારક વિયોગ માટેની વિચારણા, આર્ત-આર્તધ્યાન, છે. II૯/૩૧.
ભાષ્ય :
अमनोज्ञानां विषयाणां सम्प्रयोगे तेषां विप्रयोगार्थं यः स्मृतिसमन्वाहारो भवति तदार्तध्यानमित्याયક્ષતે ૨/૨ ભાષ્યાર્થ:
ગમનોત્તાનાં ..... મારા | અમનોજ્ઞ વિષયોના સંપ્રયોગમાં તેઓના વિપ્રયોગ માટેવિશેષરૂપ વિયોગ માટે, જે સ્મૃતિનો સમન્વાહાર=ઉપાયોના સ્મરણની પ્રવૃત્તિ થાય છે તે આર્તધ્યાન છે એ પ્રમાણે કહે છે. II/૩૧૫