________________
૧૬૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૨૯, ૩૦ સૂત્રાર્થ :
આર્ત, રૌદ્ર, ધર્મ, શુક્લ (ચાર પ્રકારના ધ્યાન છે.) II૯/૨૯I ભાષ્ય :
तच्चतुर्विधं भवति, तद्यथा - आर्तं रौद्रं धर्मं शुक्लमिति ।।९/२९।। ભાષ્યાર્થ:
તષતુર્વિધ ... જુવતિ | તે=ધ્યાત, ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – આર્ત, રૌદ્ર, ધર્મ, શુક્લ.
ત્તિ' શબ્દ ધ્યાનના ચાર ભેદની સમાપ્તિ માટે છે. I૯/૨૯iા. ભાવાર્થ
પ્રથમના ચાર સંઘયણવાળા જીવો એકાગ્ર ચિત્તવાળા થાય છે, ત્યારે જે ચિત્ત પ્રવર્તે છે તે ચિત્તરૂપ ધ્યાન ચાર પ્રકારનું છે – આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન.
જે જીવોનું ચિત્ત સંસારના બાહ્ય પદાર્થોમાં વ્યાપારવાળું હોય અને તેમાં એકાગ્ર થઈને અર્તિનું દુઃખનું, કારણ હોય અર્થાત્ વિષયોના આકર્ષણને કારણે રાગ-દ્વેષની આકુળતાવાળું હોય તેમનું ધ્યાન આર્તધ્યાન છે. જે ધ્યાન હિંસા-મહાઆરંભ આદિ રૌદ્ર પરિણામોથી યુક્ત હોય તે રૌદ્રધ્યાન છે. સાધુના ક્ષમાદિ દશ ગુણોના પરિભાવનથી આત્મામાં ક્ષમાદિ ગુણોની વૃદ્ધિને અનુકૂળ એકાગ્ર પરિણામવાળું ચિત્ત ધર્મધ્યાન છે. મોહથી અનાકુળ એવા શુદ્ધ આત્મામાં લીન થવા માટે વ્યાપારવાળું નિર્વિકલ્પ ઉપયોગમાં પ્રવર્તતું એકાગ્ર ચિત્ત શુક્લધ્યાનરૂપ છે. ૯/૨ અવતરણિકા -
तेषाम् - અવતરણિકાર્ચ - તેઓનાંતે ચાર પ્રકારનાં, (ધ્યાનોનું શું? તે ગ્રંથકારશ્રી આગળના સૂત્રમાં કહે છે –).
સૂત્ર :
परे मोक्षहेतू ।।९/३०॥ સૂત્રાર્થ -
છેલ્લાં બેચાર ધ્યાનોમાંથી ધર્મધ્યાન અને શુક્લધ્યાન આત્મક છેલ્લાં બે ધ્યાનો, મોક્ષના હેતુ છે. II૯/૩૦II