________________
૧૬૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૨૬, ૨૭ આત્માને ભાવિત કરે છે. જિનકલ્પી ત્રીજા પ્રહર સિવાયના સર્વ પ્રહરમાં પ્રાયઃ દેહનો વ્યુત્સર્ગ કરીને ધ્યાનમાં યત્ન કરે છે ત્યારે અત્યંતર ઉપધિરૂપ દેહનો ત્યાગ કરવાથી દેહ પ્રત્યે અત્યંત નિર્મમ ભાવવાળા થાય છે.
વળી સાધુ સતત કષાયોના ઉચ્છેદ અર્થે સ્વાધ્યાય-ધ્યાનાદિમાં ઉદ્યમ કરીને સતત કષાયોને ક્ષીણક્ષીણતર કરે છે, તેથી કષાયરૂપ અત્યંતર ઉપધિના ત્યાગથી ઘણી નિર્જરાને પ્રાપ્ત કરે છે. માટે વ્યુત્સર્ગરૂપ અત્યંતરતપ મહાનિર્જરાનું કારણ છે. સાધુ બાહ્ય ઉપધિના ત્યાગ દ્વારા શરીરરૂપ અત્યંતર ઉપધિ પ્રત્યે જે મમત્વભાવ છે તેના જ ત્યાગને અતિશયિત કરે છે અને કષાયરૂપ અત્યંતર ઉપધિના ત્યાગ દ્વારા ક્ષયોપશમભાવના સમાદિ ગુણને અતિશયિત કરે છે અને સર્વ ઉપાધિથી રહિત શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવા ઉદ્યમ કરે છે. II૯/૨કા અવતરપિકા -
સૂત્ર-૨૦માં ૬ પ્રકારનાં અત્યંતરતપ બતાવેલાં, તેમાંથી ક્રમ પ્રાપ્ત ધ્યાનનું સ્વરૂપ બતાવે છે – સૂત્રઃ
उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ।।९/२७।। સૂત્રાર્થ -
ઉત્તમ સંહનનવાળાનું એકાગ્ર દ્વારા ચિંતાનો નિરોધ ધ્યાન છે. II૯/૨૭ી.
ભાષ્ય :
उत्तमसंहननं वज्रर्षभनाराचं वज्रनाराचं नाराचं अर्धनाराचं च तद्युक्तस्यैकाग्रचिन्तानिरोधश्च ધ્યાનમ્ IIR/૨૭Tી
ભાષ્યાર્થ:
સત્તા સંદન.... ધ્યાનમ્ ા ઉત્તમ સંહાન=સંઘયણ, વજઋષભનારાચ, વજલારાચ, તારાચ અને અર્ધનારાચ એ ચાર છે. તદ્ યુક્તને તે ચાર સંઘયણમાંથી કોઈ એક સંઘયણવાળાને, એકાગ્રમાંકએક અગ્રમાં એક આલંબનમાં, ચિત્તનો વિરોધ=મનનો વિરોધ, ધ્યાન છે. I૯/૨ા ભાવાર્થ
વજઋષભનારાચસંઘયણ આદિ છ સંઘયણમાંથી પ્રથમના ચાર સંઘયણવાળા જીવોને તે પ્રકારનું વિશેષ સંઘયણબળ હોવાને કારણે ચિત્તની પણ વિશેષ શક્તિની પ્રાપ્તિ છે. તેથી તેવા જીવો કોઈ એક પદાર્થના વિષયમાં ચિત્તનો નિરોધ કરે, અર્થાત્ ચિત્તને દીર્ઘકાળ સુધી પ્રવર્તાવે તે ધ્યાન છે. આનાથી અર્થપત્તિથી એ પ્રાપ્ત થાય કે ચાર સંઘયણવાળા જીવોથી અતિરિક્ત એવા કલિકાસંઘયણ અને સેવાર્તસંઘયણવાળા જીવોને