________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ / સૂત્ર-૨૭, ૨૮, ૨૯
૧૬૫ ધ્યાનની પ્રાપ્તિ નથી. ફક્ત ધ્યાનની પૂર્વભૂમિકા જેવું આર્તધ્યાન આદિને અનુકૂળ ચિત્ત પ્રવર્તતું હોય તો તેઓ આર્તધ્યાન આદિ કરે છે, એ પ્રકારનો ઉપચાર થાય છે; વાસ્તવમાં એકાગ્ર ચિત્ત સ્વરૂપ ધ્યાન પ્રથમના ચાર સંઘયણમાં જ પ્રાપ્ત થાય છે. II૯/૨ના અવતરણિકા :
પૂર્વ સૂત્રમાં કોને ધ્યાન થાય છે ? અને ધ્યાનનું સ્વરૂપ શું છે ? એ બતાવ્યું, હવે તે ધ્યાનનું કાલમાન કેટલું છે ? તે બતાવે છે – સૂત્ર :
સા મુહૂર્તાત્ ૧/૨૮ાા. સૂત્રાર્થ :
આ મુહૂર્ત=મુહૂર્ત સુધી, ધ્યાન થાય છે. ll૯/૨૮II ભાષ્ય :
तद्ध्यानमा मुहूर्ताद् भवति, परतो न भवति, दुर्थ्यानत्वात् ।।९/२८।। ભાષ્યાર્થ :
તન્... સુનત્ત્ તે ધ્યાન =એકાગ્ર ચિતનિરોધરૂપ ધ્યાન, મુહૂર્ત સુધી થાય છે. ત્યારપછી થતું નથી, કેમ કે દુર્થાતપણું છે અર્થાત્ ધ્યાનદુશક્યપણું છે. /૨૮ ભાવાર્થ
છબસ્થ જીવોનો ઉપયોગ અંતર્મુહૂર્તનો હોય છે. તેથી ધ્યાન વગરની અવસ્થામાં પણ મુહૂર્ત સુધી જ તેમનો જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે, પરંતુ તે જ્ઞાનનો ઉપયોગ અલ્પ કાલ સુધીનો હોય છે અને એકાગ્રતાવાળો હોતો નથી, પરંતુ દિશાંતરમાં જનારો હોય છે. જેઓનું ચિત્ત કોઈક એક આલંબનમાં સ્થિર થયેલું છે તેઓ ધ્યાનના ઉપયોગવાળા છે. તે ધ્યાનનો ઉપયોગ એક મુહૂર્તથી અધિક રહી શકતો નથી, ત્યારપછી તે ધ્યાનના ઉપયોગનું રાખવું દુઃશક્ય છે. અહીં દુર્ગાનપણું કુત્સિત અર્થમાં નથી, પરંતુ ધ્યાનનું દુઃશક્યપણું છે એ બતાવવા અર્થે કહ્યું છે. II૯/૨૮II અવતરણિકા :
પૂર્વમાં ધ્યાનનું સ્વરૂપ અને કાલમાન બતાવ્યું. હવે ધ્યાનના ભેદો બતાવે છે – સૂત્રઃ
ગાર્તિરૌદ્રધર્મશવજ્ઞાનિ ૧/રા