________________
૧૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૩૦ ભાષ્ય :
तेषां चतुर्णां ध्यानानां परे धर्म्यशुक्ले मोक्षहेतू भवतः, पूर्वे त्वार्तरौद्रे संसारहेतू इति ।।९/३०।। ભાષ્યાર્થ -
તેષાં .તિ છે તે ચાર ધ્યાનોના છેલ્લાં બે વર્ષધ્યાન અને શુક્લધ્યાન મોક્ષના હેતુ છે, વળી પૂર્વનાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સંસારના હેતુ છે.
તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ માટે છે. I૯/૩ના ભાવાર્થ :(૧) આર્તધ્યાન :
બાહ્ય ભાવોને આશ્રયીને જે કોઈ જીવ વિચારણા કરે છે તેનાથી જીવમાં અર્તિ પેદા થાય છે. એ વિચારણામાં એકાગ્ર પરિણામ થાય ત્યારે આર્તધ્યાન પ્રાપ્ત થાય છે. બાહ્ય પદાર્થના સંશ્લેષથી પ્રગટ થયેલું હોવાને કારણે આર્તધ્યાન સંસારનો હેતુ છે અર્થાત્ સંગના પરિણામરૂપ હોવાથી કર્મના સંગનો હેતુ છે. (૨) રૌદ્રધ્યાન -
વળી બાહ્ય પદાર્થો પ્રત્યેના અતિશય સંશ્લેષને કારણે જીવને રૌદ્ર પરિણામ થાય છે અને તે રૌદ્ર પરિણામમાં એકાગ્રતા વર્તતી હોય ત્યારે રૌદ્રધ્યાનની પ્રાપ્તિ છે. રૌદ્રધ્યાન બાહ્ય પદાર્થો પ્રત્યે અતિસંશ્લેષના પરિણામરૂપ હોવાથી અતિ ક્લિષ્ટ કર્મબંધ કરાવનાર હોવાથી સંસારનો હેતુ છે.
જોકે છેલ્લા બે સંઘયણવાળા જીવોને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન નથી તોપણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના કારણભૂત ચંચલચિત્તની અવસ્થા છે. એથી એકાગ્રતારૂપ ધ્યાન નહીં હોવા છતાં તેની પૂર્વભૂમિકારૂપ આર્ત અને રૌદ્ર પરિણામો છે તેથી તે પરિણામને અનુરૂપ તેઓ કર્મ બાંધે છે. (૩) ધર્મધ્યાન :
વળી જે જીવોમાં વિવેક પ્રગટેલો છે તે જીવોને દેહથી પૃથગુ એવા આત્માનું સ્વરૂપ પારમાર્થિક જીવનું સ્વરૂપ છે અને બાહ્ય પદાર્થોના સંશ્લેષથી પર એવો આત્માનો ભાવ આત્મા માટે હિતરૂપ છે તેવો સ્થિર નિર્ણય છે તથા તેના ઉપાયભૂત દશ પ્રકારનો યતિધર્મ છે તેવી સ્થિર બુદ્ધિ છે. તેઓ સ્વશક્તિ અનુસાર દશ પ્રકારના યતિધર્મને આત્મામાં પ્રગટ કરવાથું જે કોઈ વિચારણા કરે છે એ વિચારણામાં જે એકાગ્રતાનો ભાવ છે તે ધર્મધ્યાન છે. દા. ત. ભગવાનના ગુણમાં એકાગ્ર થયેલા શ્રાવકને ભગવાનના ક્ષમાદિ ભાવો જ તત્ત્વરૂપ દેખાય છે, તે ધર્મધ્યાનરૂપ છે. (૪) શુક્લધ્યાન -
વળી જેઓને શુદ્ધ આત્માનું પારમાર્થિક સ્વરૂપ નિર્વિકલ્પ ઉપયોગ સ્વરૂપ દેખાય છે અને નિર્વિકલ્પ એવા આત્માના ઉપયોગમાં જેઓ એકાગ્રતાથી વર્તે છે તેઓને શુક્લધ્યાન પ્રાપ્ત થાય છે. આ શુક્લધ્યાન