________________
૧૪૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૨૨ ख्यानं कायोत्सर्गकरणं च २ । एतदुभयमालोचनप्रतिक्रमणे ३ । विवेको विवेचनं विशोधनं प्रत्युपेक्षणमित्यनान्तरम् । स एष संसक्तानपानोपकरणादिषु भवति ४ । व्युत्सर्गः प्रतिष्ठापनमित्यनन्तरम् । एषोऽप्यनेषणीयानपानोपकरणादिषु अशङ्कनीयविवेकेषु च भवति ५ । तपो बाह्यमनशनादि प्रकीर्णं चानेकविधं चन्द्रप्रतिमादि ६ । छेदोऽपवर्तनमपहार इत्यनर्थान्तरम् । स प्रव्रज्यादिवसपक्षमाससंवत्सराणामन्यतमेषां भवति ७ । परिहारो मासिकादिः ८ । उपस्थापनं पुनर्दीक्षणं पुनश्चरणं पुनव्रतारोपणमित्यनर्थान्तरम् ९ । तदेतत्रवविधं प्रायश्चित्तं देशं कालं शक्तिं संहननं संयमविराधनां च कायेन्द्रियजातिगुणोत्कर्षकृतां च प्राप्य विशुद्ध्यर्थं यथाऽहं दीयते चाचर्यते च, 'चिती सज्ञानविशुद्ध्योः ' धातुः, तस्य चित्तमिति भवति निष्ठान्तमौणादिकं च । एवमेभिरालोचनादिभिः कृच्छ्रस्तपोविशेषैर्जनिताप्रमादः तं व्यतिक्रमं प्रायश्चेतयति, चेतयंश्च न पुनराचरतीति, ततः प्रायश्चित्तमपराधो वा प्रायस्तेन विशुध्यतीति, अतश्च प्रायश्चित्तमिति I૧/૨૨ાા ભાષ્યાર્થઃ
પ્રાયશ્ચિત્ત ... પ્રાયશ્ચિત્તમતિ | પ્રાયશ્ચિતના નવભેદો છે, તે આ પ્રમાણે – આલોચન, પ્રતિક્રમણ, આલોચન-પ્રતિક્રમણરૂપ તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર, ઉપસ્થાપન. આલોચનના પર્યાયવાચી બતાવે છે –
આલોચન, વિવરણ, પ્રકાશન, આખ્યાન, પ્રાદુષ્કરણ એ અનર્થાતર છે એકાર્યવાચી છે. મિથ્યા દુષ્કૃતથી સંપ્રયુક્ત એવો પ્રત્યવમર્શ, પ્રત્યાખ્યાન અને કાયોત્સર્ગનું કરણ પ્રતિક્રમણ છે. આ ઉભય=આલોચન અને પ્રતિક્રમણ એ ઉભય, આલોચન-પ્રતિક્રમણ છે. વિવેકના પર્યાયવાચી બતાવે છે – વિવેક, વિવેચન, વિશોધન, પ્રત્યપેક્ષણ એ અનર્થાતર છે. તે આ વિવેક સંસક્ત અન્નપાનઉપકરણાદિમાં થાય છે.
વ્યુત્સર્ગના પર્યાયવાચી બતાવે છે – વ્યુત્સર્ગ પ્રતિષ્ઠાપન એ અનર્થાન્તર છે=એકાર્યવાચી શબ્દ છે. આ પણ=વ્યુત્સર્ગ પણ, અષણીય અન્નપાન-ઉપકરણાદિમાં અને અશકનીય એવા વિવેકમાં થાય છે. તપ બાહ્ય અનશનાદિ અને પ્રકીર્ણક અનેકવિધ ચંદ્રપ્રતિમાદિ છે. છેદના પર્યાયવાચી બતાવે છે –
છેદ, અપવર્તન, અપહાર એ અનર્થાન્તર છે. તે છેદ, પ્રવ્રજ્યાના દિવસથી પક્ષ, માસ, સંવત્સર આદિમાંથી અન્યતમોનું થાય છે. પરિહાર માસિકાદિ છે.