________________
૧૪૫
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૨૦, ૨૧ (૧) પ્રાયશ્ચિત્તઅવ્યંતરતા :
સાધુ અપ્રમાદભાવથી સમિતિ-ગુપ્તિમાં ઉદ્યમ કરીને સંવરભાવવાળા રહે છે; આમ છતાં અનાદિના પ્રમાદી સ્વભાવને કારણે કોઈ સ્કૂલના થઈ હોય તેનું સ્મરણ કરીને ચિત્તમાં તે અલના પ્રત્યે તીવ્ર પશ્ચાત્તાપ થાય તે રીતે શાસ્ત્રવિધિ અનુસાર પ્રાયશ્ચિત્ત કરે ત્યારે ઘણાં પાપોની નિર્જરા થાય છે. એથી પ્રાયશ્ચિત્ત એ નિર્જરાના કારણભૂત અત્યંતરતા છે. (૨) વિનયઅત્યંતરતપઃ
વળી સાધુ રત્નત્રયીની વૃદ્ધિ માટે ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને સૂત્રપોરિસી-અર્થપોરિસી કરે છે. ત્યારે ગુણસંપન્ન એવા ગુરુ આદિનો વિનય કરે છે. તેના કારણે ગુણો પ્રત્યેના વધતા જતા બહુમાનના પરિણામરૂપ વિનય નિર્જરાનું કારણ એવો અત્યંતરતપ બને છે. (૩) વૈયાવચ્ચઅત્યંતરતા :
ગુણવાનના ગુણોના સ્મરણપૂર્વક તેમની ભક્તિ અર્થે કરાતું વૈયાવચ્ચનું કૃત્ય ત્રણ ગુપ્તિવાળા સાધુ માટે નિર્જરાનું કારણ બને છે. માટે તૈયાવચ્ચ અભ્યતરતપ છે. (૪) સ્વાધ્યાયઅત્યંતરતપ:
વળી સાધુ ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને શાસ્ત્રવચનોરૂપ સ્વાધ્યાયથી આત્માને વાસિત કરે છે, જેથી તેની નિર્લેપ પરિણતિ અતિશય-અતિશયતર થાય છે. નિર્લેપ પરિણતિની અતિશયતાનું કારણ સ્વાધ્યાય અત્યંતરતા છે, જેનાથી ઘણી નિર્જરાની પ્રાપ્તિ થાય છે. (૫) વ્યુત્સર્ગઅત્યંતરતા :
વળી સંયમને અનુપકારક એવી ઉપધિ, સંયમને અનુપકારક એવું શરીર અને સંયમને અનુપકારક એવા આહાર વગેરેનો વ્યુત્સર્ગ એ અત્યંતરતા છે; કેમ કે તેના ત્યાગથી મમત્વનો ત્યાગ થાય છે. (૧) ધ્યાનઆવ્યંતરતા :
સાધુ શાસ્ત્રથી સંપન્ન થયા પછી શુદ્ધ આત્માના ધ્યાન માટે ઉદ્યમ કરીને આત્માનો અસંગભાવ પ્રગટ કરવાથે મહા ઉદ્યમ કરે છે જે ધ્યાન સ્વરૂપ છે. એકાગ્રતાપૂર્વક આત્મગુણોમાં લીનતારૂપ ધ્યાન મહાનિર્જરાનું કારણ છે તેથી અત્યંતરતા છે. I૯/૨ના સૂત્રઃ
नवचतुर्दशपञ्चद्विभेदं यथाक्रमं प्राग् ध्यानात् ।।९/२१।। સુત્રાર્થ :
ધ્યાનથી પૂર્વના યથાક્રમ નાવ, ચાર, દશ, પાંચ અને બે ભેદ છે. II૯/૨૧II