________________
૧૪૯
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૨૨
અસમિતિમાં ગયેલું ચિત્ત ફરી સમિતિમાં આવે અને અગુપ્તિ થયેલું ચિત્ત ફરી ગુપ્તિમાં આવે તથા ફરી અસમિતિ અને અગુપ્તિમાં નહીં જવાનો દઢ સંકલ્પ કરવાનું કે પ્રત્યાખ્યાન છે, તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે. કાંઈક અધિક અલના થઈ હોય તો તે નિમિત્તે કાયોત્સર્ગ કરે તે પ્રતિક્રમણ છે. (૩) તદુભયપ્રાયશ્ચિત્ત અર્થાત્ મિશ્વપ્રાયશ્ચિત્ત :
વળી આ ઉભય=આલોચન અને પ્રતિક્રમણ, જેમાં હોય તે તદુભય પ્રાયશ્ચિત્ત છે. વિશતિવિશિકાના વચનાનુસાર સંયમજીવનમાં ઇન્દ્રિયોના વિષયભૂત શબ્દ આદિ વિષયો પ્રત્યે થોડો પણ રાગ થયેલ હોય ત્યારે આલોચના અને પ્રતિક્રમણરૂપ મિશ્રપ્રાયશ્ચિત્ત આવે છે. તેથી ઇન્દ્રિયોના વિષયમાં થયેલા અલ્પ રાગ-દ્વેષના પરિણામને આશ્રયીને મિશ્ર પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ છે. ગુરુ સમક્ષ આલોચનપૂર્વક પુનઃ તે પાપ નહીં કરવાના સંકલ્પરૂપ પ્રત્યાખ્યાન અને કાયોત્સર્ગ કરણરૂપ ત્રીજું મિશ્રપ્રાયશ્ચિત્ત છે. તેથી એ પ્રાપ્ત થાય કે સહસાત્કારથી કે અનાભોગથી સમિતિ-ગુપ્તિમાં ખુલના થાય ત્યારે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત આવે. ઇન્દ્રિયો વિષયો સાથે સંબદ્ધ થવાથી કાંઈક રાગ અથવા ઠેષ થાય ત્યારે મિશ્ર પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે. (૪) વિવેકપ્રાયશ્ચિત્ત :વિવેક, વિવેચન, વિશોધન અને પ્રત્યુપેક્ષણ એકાર્યવાચી શબ્દો છે.
જે સાધુ અન્ન-પાન કે ઉપકરણાદિમાં જીવો સંસક્ત છે કે નહીં તે જોવા માટે સૂક્ષ્મ ઉપયોગવાળા બને ત્યારે જીવરક્ષાને અનુકૂળ વિશુદ્ધ અધ્યવસાય હોય છે. આ પ્રકારનો વિવેક અત્યંતરતા સ્વરૂપ છે. જીવરક્ષાના પરિણામપૂર્વક સાધુ વસ્ત્રનું સૂક્ષ્મ અવલોકન કરતા હોય કે પાત્રાદિનું સૂક્ષ્મ અવલોકન કરતા હોય તે વિવેક નામના પ્રાયશ્ચિત્તરૂપી અત્યંતરતા છે, જેનાથી નિર્જરા થાય છે.
વળી ભિક્ષા ગ્રહણ કર્યા બાદ ગ્રહણ કરાયેલી ભિક્ષા જીવ સંસક્ત છે કે નહીં તેનું પ્રત્યુપેક્ષણ કોઈ સાધુ કરે ત્યારે અંતરંગ રીતે જીવરક્ષાનો નિર્મળ અધ્યવસાય વર્તતો હોવાથી તે પ્રત્યુપેક્ષણની ક્રિયા વિવેક નામના પ્રાયશ્ચિત્તરૂપ છે. અહીં વિવેક શબ્દનો અર્થ જીવ છે કે નહીં તે પ્રકારના વિવેચનની ક્રિયા સ્વરૂપ છે. તેથી જીવસંસક્ત ન હોય તોપણ તે પ્રકારના સૂક્ષ્મ અવલોકનનો યત્ન દયાળુ સ્વભાવથી થાય છે તેથી તે પ્રાયશ્ચિત્તરૂપ અત્યંતરતપ છે. (૫) વ્યુત્સર્ગપ્રાયશ્ચિત્ત :
વિવેકપ્રાયશ્ચિત્ત કાળમાં જીવરક્ષા માટે સંસક્ત અન્ન-પાન કે ઉપકરણાદિમાં ઉપયોગ મૂક્યા પછી તે અન્ન-પાન આદિમાં કોઈ જીવ સંસક્ત દેખાય ત્યારે સાધુ યતનાપૂર્વક તે અન્ન-પાનને ઉચિત સ્થાને પારિષ્ઠાપન કરે, અર્થાત્ પરઠવે તે વ્યુત્સર્ગપ્રાયશ્ચિત્ત છે. આ વ્યુત્સર્ગપ્રાયશ્ચિત્ત અનેષણીય અન્ન-પાન-ઉપકરણાદિમાં પણ છે. તેથી કોઈક રીતે અનેષણીય અન્ન-પાન કે ઉપકરણાદિ ગ્રહણ થયા હોય તેમાં જીવ સંસક્ત હોય કે ન પણ હોય તોપણ તે અન્ન-પાન-ઉપકરણાદિ ભિક્ષાના દોષપૂર્વક ગ્રહણ થયેલા હોવાથી સાધુ વિધિપૂર્વક તે અન્ન-પાન-ઉપકરણાદિને પરઠવે. તે વખતે અશુદ્ધ અન્ન-પાન કે ઉપકરણના પરિભોગનો અધ્યવસાય