________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૨૩
૧૫૫ (૧) જ્ઞાનવિનય :
મોક્ષને અનુકૂળ જીવની પરિણતિ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ છે. જ્ઞાન પ્રત્યેનો બહુમાનનો પરિણામ તે જ્ઞાનોના પ્રતિબંધક કર્મોનું વિનયન કરે છે. જે મહાત્મા મતિઅજ્ઞાન અને મતિજ્ઞાનનો સૂક્ષ્મ ભેદ કરીને જે નિર્મળ કોટિનું મતિજ્ઞાન અન્ય અન્ય જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે તેવા મતિજ્ઞાન પ્રત્યે તીવ્ર પક્ષપાત કરે તો તેમનામાં તેવા પ્રકારની નિર્મળમતિ પ્રગટ થાય તેવા યત્નનો પ્રાદુર્ભાવ થાય છે. તેથી વિચાર્યા વગર યથાતથા મતિ પ્રવર્તાવવાનો રોધ થાય છે અને કલ્યાણનું કારણ બને તેવી નિર્મળ મતિ પ્રત્યે બહુમાન થાય છે, જે મતિજ્ઞાનનો વિનય છે.
શ્રુતજ્ઞાન પણ વીતરાગનું વચન હોવાથી વીતરાગતાની પ્રાપ્તિના ઉચિત બોધપૂર્વક કઈ રીતે વિતરાગતાની પ્રાપ્તિમાં કારણ બને છે ? તેના સમ્યગુ સમાલોચનપૂર્વક મિથ્યાશ્રુતના બોધ કરતાં સમ્યગુ શ્રુતજ્ઞાનના બોધનો ભેદ કરીને તેના પ્રત્યે પક્ષપાત કરવામાં આવે અને તેના નિર્મળ શ્રતની પ્રાપ્તિનું પ્રબળ કારણ બને તેવું બહુમાન તે શ્રુત પ્રત્યે થાય તો શ્રુતજ્ઞાનનો વિનય પ્રાપ્ત થાય છે. આ જ રીતે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અને કેવલજ્ઞાન કઈ રીતે મોક્ષમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે? તેનો બોધ કરીને અને વિભૃગજ્ઞાન કરતાં અવધિજ્ઞાનના પારમાર્થિક ભેદનો બોધ કરીને અવધિજ્ઞાન આદિ ત્રણે જ્ઞાનો પ્રત્યે બહુમાન કરવામાં આવે તો તે તે જ્ઞાનની પ્રાપ્તિનાં બાધક કર્મોનું વિનયન થાય છે, તે અવધિજ્ઞાન આદિના વિનયરૂપ અત્યંતરતા છે. (૨) દર્શનવિનય :
દર્શનવિનય એક પ્રકારનો છે. તત્ત્વના યથાર્થ સ્વરૂપના દર્શન પ્રત્યે બહુમાનભાવ તે સમ્યગ્દર્શનનો વિનય છે. તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ ઊહપૂર્વક યથાર્થ તત્ત્વને જોનાર નિર્મળ દૃષ્ટિ કેવા પ્રકારની છે? તેનો સૂક્ષ્મ બોધ કરીને તેના પ્રત્યે વર્તતો બહુમાનભાવનો ઉપયોગ સમ્યગ્દર્શનનો વિનય છે. જેમ ભગવાનની પૂજાકાળમાં તત્ત્વાતત્ત્વનો સૂક્ષ્મ ઊહ નાગકેતુને પ્રવર્તતો હતો, જેનાથી વીતરાગતાના સૂક્ષ્મ તત્ત્વની પ્રાપ્તિ થઈ જે સમ્યગ્દર્શનનો સૂક્ષ્મ-સૂક્ષ્મતર ઊહ હતો. તેથી તત્ત્વાતત્ત્વનો સૂક્ષ્મ ઊહ વીતરાગતાની પ્રાપ્તિને અભિમુખ જ્યાં સુધી પ્રવર્તે છે તે સર્વ નિર્મળ-નિર્મળતર સમ્યગ્દર્શન છે. આવા સમ્યગ્દર્શન પ્રત્યેના સૂક્ષ્મબોધપૂર્વક વિનય કરવાથી વિશેષ પ્રકારની નિર્જરાની પ્રાપ્તિ થાય છે. (૩) ચારિત્રવિનય :
ચારિત્રવિનય પાંચ પ્રકારનો છે : (૧) સામાયિકચારિત્રવિનય, (૨) છેદોપસ્થાપ્યચારિત્રવિનય, (૩) પરિહારવિશુદ્ધિચારિત્રવિનય, (૪) સૂક્ષ્મસંપરાયચારિત્રવિનય અને (૫) યથાખ્યાતચારિત્રવિનય. - છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલ મહાત્માઓ કેવા પ્રકારના સામાયિકચારિત્રના પરિણામવાળા છે ?, તેનો પારમાર્થિક સૂક્ષ્મબોધ કરીને જે મહાત્મા તેમના પ્રત્યે વિનયના પરિણામવાળા થાય છે અર્થાત્ બહુમાનના પરિણામવાળા થાય છે તે સામાયિકચારિત્ર નામનો વિનય છે. તેનાથી સામાયિકચારિત્રનાં પ્રતિબંધક કર્મોનો વિશેષથી નાશ થાય છે.