________________
૧૨
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ / સૂત્ર-૧૯ ઊણોદરી ત્રણ પ્રકારની છે : (૧) અલ્પઆહાર, (૨) મધ્યમઅવમૌદર્ય અને (૩) અપકૃષ્ટ અવમૌદર્ય.
(૧) અલ્પઆહાર - પોતાની સુધાની અપેક્ષાએ ચોથા ભાગનો આહાર ગ્રહણ કરે તે અલ્પ આહાર છે. તે પ્રકારના આહાર દ્વારા ઇન્દ્રિયો સંવૃત રહેતી હોય, ચિત્ત યોગમાર્ગમાં દૃઢ રીતે પ્રવર્તી શકતું હોય, શરીર અલ્પ આહારને કારણે સ્કૂર્તિવાળું રહેતું હોય અને માત્ર સંયમના ઉપખંભક અંગ તરીકે આહાર ગ્રહણ કરેલ હોય તો આ અવમૌદર્ય આહાર સંજ્ઞાના ત્યાગરૂપ સંગત્યાગની પ્રાપ્તિ થાય તેવું, સંયમ રક્ષણનું કારણ અને નિર્જરાનું કારણ એવું સમ્યક અવમૌદર્ય છે.
(૨) વળી જે સાધુ અલ્પાહાર દ્વારા સંયમનું રક્ષણ કરવા અસમર્થ હોય તેઓ પોતાના દેહની અપેક્ષાએ અડધાથી ન્યૂન આહાર વાપરે તે મધ્યમઅવમૌદર્ય છે.
(૩) જે સાધુને ઉપાધ અવમૌદર્ય અર્થાત્ અડધાથી ન્યૂન આહાર ગ્રહણ કરવાથી અંગ શૈથિલ્યાદિ થવાને કારણે સંયમયોગમાં સ્કૂલના થતી હોય તે પ્રમાણપ્રાપ્ત ભોજનથી કાંઈક ન્યૂન આહાર વાપરે તે અપકૃષ્ટ અવમૌદર્ય છે.
જે સાધુ વિવેકપૂર્વક સંયમવૃદ્ધિ અને નિર્જરાનું કારણ બને તે રીતે મધ્યમૌદર્ય કરે કે અપકૃષ્ટ અવમૌદર્ય કરે તે સમ્યફ અવમૌદર્ય છે. પરંતુ જેઓ માત્ર આહારની ન્યૂનતા કરે છે પરંતુ સમભાવના પરિણામની વૃદ્ધિ કરી શકતા નથી તેઓનું અવમૌદર્ય માત્ર કાયક્લેશરૂપ જ હોય છે. (૩) વૃત્તિસંક્ષેપબાહ્યતપઃ
સમભાવના પરિણામવાળા પણ સુસાધુ ભિક્ષા આદિમાં અનેક પ્રકારના અભિગ્રહ ગ્રહણ કરીને સામાયિકના પરિણામમાં ક્ષોભ ન થાય તે પ્રકારે વૃત્તિઓનો સંક્ષેપ કરે છે જેનાથી વિશેષ પ્રકારે સંવરની પ્રાપ્તિ થાય છે. (૪) રસત્યાગબાહ્યતા :
રસપરિત્યાગ અનેક પ્રકારનો છે. સાધુ પોતાની ઇન્દ્રિયોની લોલુપતાના સંવર માટે રસનો પરિત્યાગ કરે છે તેમાં મઘ, માંસ, મધ અને નવનીતાદિના રસની વિકૃતિઓનું પચ્ચખ્ખાણ કરે છે અર્થાત્ તેને ક્યારેય પણ ગ્રહણ કરતા નથી, જે રસત્યાગરૂપ છે. વળી સાધુ જે વિગઈઓના ત્યાગપૂર્વક આહાર ગ્રહણ કરે છે, તેમાં પણ વિરસ અને રૂક્ષ આદિ આહારગ્રહણનો અભિગ્રહ કરે છે, જેથી રસનેંદ્રિયનો સંવરભાવ અતિશયિત થાય છે જેના દ્વારા સમિતિ-ગુપ્તિથી થયેલા સંવરમાં પણ અતિશયિતાની પ્રાપ્તિ થાય છે. સાધુ સમિતિ-ગુપ્તિથી ગુપ્ત હોવા છતાં ઇન્દ્રિયોને પ્રતિકૂળ એવા વિરસ અને રૂક્ષાદિ આહારનો અભિગ્રહ કરીને તેવા આહારને ગ્રહણ કરે ત્યારે પ્રતિકૂળ ભાવોમાં પણ સમભાવને અભિમુખ અંતરંગ પ્રયત્ન વિદ્યમાન હોવાથી સંવરનો અતિશય થાય છે. વિરસ અને રૂક્ષાદિ આહાર વાપરતી વખતે તેવા આહાર પ્રત્યે લેશ પણ દ્વેષ ન થાય તે પ્રકારે ઉપયોગપૂર્વક તેવા આહારના ગ્રહણથી સમભાવના પરિણામનો પ્રકર્ષ થાય છે, જેથી મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે.