________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર–૧૯
ત્રિવિધ અવમૌદર્ય થાય છે. તે આ પ્રમાણે – (૧) અલ્પાહાર અવમૌદર્ય, (૨) ઉપાર્ધ=અડધાથી ન્યૂન, અવમૌદર્ય અને (૩) પ્રમાણપ્રાપ્તથી કાંઈક ઓછું અવમૌદર્ય. અને કવલનું પરિસંખ્યાન ૩૨ કવલથી પ્રાર્ છે=જૂન છે.
૧૪૧
વૃત્તિનું પરિસંખ્યાન અનેક પ્રકારનું છે, તે આ પ્રમાણે ઉત્સિપ્ત, વિક્ષિપ્ત, અન્નપ્રાન્ત, ચર્યા આદિનું અને સસ્તુ, કુલ્માષ, ઓદન આદિનું=ચણાના લોટનું બનેલું સસ્તુ, અડદ અને ભાત આદિનું, અન્યતમ અભિગ્રહ ગ્રહણ કરીને અવશેષનું પ્રત્યાખ્યાન.
રસપરિત્યાગ અનેક પ્રકારનો છે, તે આ પ્રમાણે – મઘ, માંસ, મધુ, નવનીત આદિ અને રસની વિકૃતિઓનું પ્રત્યાખ્યાન અને વિરસ ક્ષાદિનો અભિગ્રહ.
વિવિક્તશય્યાસનતા એટલે એકાંતમાં, અવાબાધમાં, અસંસક્ત=જીવોથી અસંસક્તમાં, સ્ત્રી-પશુ, નપુંસકથી વર્જિત શૂન્યાગાર, દેવકુળ, સભા, પર્વત, ગુફાદિમાંથી અન્યતમમાં સમાધિ અર્થે સંલીનતા. કાયક્લેશ અનેક પ્રકારનો છે, તે આ પ્રમાણે – સ્થાન, વીરાસન, ઉત્કટુકાસન, એકપાર્શ્વદંડાયતશયન, આતાપન, અપ્રાવૃતાદિ સમ્યક્ પ્રયુક્ત બાહ્યતપ છે.
આ છ પ્રકારના પણ બાહ્યતપથી સંગત્યાગ, શરીરલાઘવ, ઇન્દ્રિયવિજય, સંયમરક્ષણ અને કર્મનિર્જરા થાય છે. ।।૯/૧૯
ભાવાર્થ:
(૧) અનશનબાહ્યતપ ઃ
સાધુ છ પ્રકારના બાહ્યતપ દ્વારા નિર્જરાની પ્રાપ્તિ કરે છે તેમાં પ્રથમ અણસણ નામનો બાહ્યતપ છે. તેમાં સૂત્ર-૪થી સમ્યગ્ શબ્દની અનુવૃત્તિ છે. તેથી સમ્યગ્ અણસણ એ બાહ્યતપ છે, એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય. જે અણસણ કરવાથી સંવરભાવની વૃદ્ધિ થાય અને કર્મની નિર્જરા થાય તેવા ઉપવાસ, છઠ્ઠ, અક્રમાદિ અણસણ તપ છે. જે ઉપવાસ આદિ તપ દ્વારા અંગનું શૈથિલ્ય થાય કે ન થાય પરંતુ સ્વાધ્યાયમાં દૃઢ યત્ન દ્વારા સંયમનું રક્ષણ કરવાનું કારણ બને તથા નિર્લેપ પરિણતિની પ્રાપ્તિ દ્વારા કર્મનિર્જરાનું કારણ બને તે જ સમ્યગ્ અણસણ તપ છે. જે ઉપવાસાદિ તપ દ્વારા અંગનું શૈથિલ્ય થાય જેના કારણે ચિત્ત સમભાવના પરિણામરૂપ સંયમમાં યત્ન કરવા સમર્થ ન બને તેવો તપ અણસણ તપ નથી. વળી જે ઉપવાસાદિ તપ દ્વારા આત્મા નિર્લેપ પરિણતિવાળો ન થાય જેથી કર્મનિર્જરા પ્રાપ્ત ન થાય તે સમ્યગ્ અણસણ કહેવાય નહીં. (૨) ઊણોદરીબાહ્યતપ :
સાધુ પોતાની ઉદરની પૂર્તિ કરતા અલ્પ આહાર ગ્રહણ કરે તે અવમૌદર્ય છે. સામાન્યથી સાધુ સંયમના પ્રયોજનાર્થે જ આહાર ગ્રહણ કરે છે; પરંતુ માત્ર ક્ષુધાના શમન દ્વારા શાતાની પ્રાપ્તિ અર્થે આહાર ગ્રહણ કરતા નથી. તેથી સંયમવૃદ્ધિમાં ઉપષ્ટભક બને તેટલો જ આહાર સાધુએ ગ્રહણ કરવો જોઈએ અને એકાસણાદિમાં પણ શક્તિ અનુસાર ઊણોદરી કરીને સંયમની વૃદ્ધિમાં યત્ન કરવો જોઈએ.