________________
તત્ત્વાર્થાવગમસુત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સુત્ર-૧૮, ૧૯
૧૩૯
ભાવાર્થ :
સાધુ સર્વ સાવદ્યયોગનો ત્યાગ કરે ત્યારે સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ પ્રત્યે સમાન વલણરૂપ સમભાવના પરિણામ પ્રત્યે રાગ, તેની વૃદ્ધિના ઉપાય પ્રત્યે રાગ અને અસમભાવ પ્રત્યે દ્વેષ, અસમભાવના ઉપાયો પ્રત્યે દ્વેષ અને જગતના સર્વ પદાર્થો પ્રત્યે ઉપેક્ષા થાય તે પ્રકારનો અધ્યવસાય સ્થિર કરે છે. તેથી બાહ્ય પદાર્થોને આશ્રયીને તેમનામાં રાગ, દ્વેષ કે ઉપેક્ષા પ્રવર્તતાં નથી; પરંતુ સામાયિક પ્રત્યે રાગ, અસામાયિક પ્રત્યે દ્વેષ અને જગત પ્રત્યે ઉપેક્ષા આ ત્રણમાંથી કોઈ એક પરિણામનો ઉપયોગ વર્તે છે, તે વખતે તેમને સામાયિકસંયમની પ્રાપ્તિ થાય છે. સામાયિકના પરિણામને પ્રગટ કરવા અર્થે અને સ્થિર કરવા અર્થે સાધુ જિનવચન અનુસાર સર્વ ક્રિયાઓ અત્યંત ઉપયુક્ત થઈને કરે છે. જેઓ તે પ્રકારે યત્ન કરતા નથી તેઓમાં સામાયિકનો પરિણામ પ્રગટ થતો નથી.
સામાયિકસંયમની પ્રાપ્તિ પછી વડી દીક્ષા વખતે પૂર્વ પર્યાયનો છેદ કરીને મહાવ્રતોમાં સાધુને સ્થાપન કરવામાં આવે છે ત્યારે પાંચ મહાવ્રતોના સૂક્ષ્મ બોધપૂર્વક પાંચ મહાવ્રતોની યતના પ્રગટે છે. જે છેદોપસ્થાપનીયસંયમ છે.
વળી વિશુદ્ધ પ્રકારના સંયમની પ્રાપ્તિ અર્થે મહાત્માઓ પરિહારવિશુદ્ધિ નામના સંયમમાં યત્ન કરે છે, જેનું વર્ણન ગ્રંથકારશ્રી સ્વયં આગળ કરશે.
વળી ઉપશમશ્રેણિવાળા જીવો કે ક્ષપકશ્રેણિવાળા જીવો દશમા ગુણસ્થાનકમાં આવે છે ત્યારે નષ્ટપ્રાયઃ સૂક્ષ્મ કષાય હોય છે, તેઓને સૂક્ષ્મસંપરાયસંયમ છે.
વળી જેઓ યથાખ્યાત છે=જે પ્રમાણે સંયમનું સ્વરૂપ કહ્યું છે તેવા સંયમના પરિણામવાળા છે, તેઓ ૧૧-૧૨-૧૩-૧૪માં ગુણસ્થાનકમાં છે, તેઓને યથાખ્યાતચારિત્ર છે.
આ પ્રકારે પાંચ પ્રકારનું ચારિત્ર છે. પોતાની ભૂમિકા અનુસાર તે તે પ્રકારના ચારિત્રમાં યત્ન કરવાથી તે તે ચારિત્રથી સાધ્ય એવા સંવરના પરિણામની પ્રાપ્તિ થાય છે. ll૯/૧૮ના અવતરણિકા :
સૂત્ર-૧માં સંવરનું સ્વરૂપ બતાવ્યું અને તે સંવર ગુપ્તિ આદિથી થાય છે તેમ સૂત્ર-રમાં કહ્યું તથા સંવરના ઉપાયભૂત ગુપ્તિ આદિનું સ્વરૂપ અત્યાર સુધી બતાવ્યું. વળી સૂત્ર-૩માં કહેલ કે તપથી નિર્જરા થાય છે અને સંવર થાય છે. તેથી હવે તપનું સ્વરૂપ બતાવે છે –
ત્ર :
अनशनावमौदर्यवृत्तिपरिसङ्ख्यानरसपरित्यागविविक्तशय्याऽऽसनकायक्लेशा बाह्यं तपः ।।९/१९।।