________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૧૭
૧૩૭ અત્યંત વિરોધીપણું છે. અને ચપરિષહ, શવ્યાપરિષહ અને નિષધાપરિષહતા એકતા સંભવમાં બેનો અભાવ છે. II૯/૧૭ના ભાવાર્થ:
છદ્મસ્થનો ઉપયોગ અંતર્મુહૂર્તકાલીન હોય છે. છદ્મસ્થને બાવીશ પરિષદમાંથી ક્યારેક કોઈક પરિષહની પ્રાપ્તિ ન હોય તેવું પણ બને અને ક્યારેક બાવીશે પરિષદમાંથી કોઈક સાધુને એક પરિષદની પ્રાપ્તિ થાય, બેની પ્રાપ્તિ થાય અને ઉત્કૃષ્ટથી ૧૯ પરિષદની પ્રાપ્તિ થાય.
અહીં પ્રશ્ન થાય કે બાવીશમાંથી ત્રણ પરિષહો ઉત્કૃષ્ટથી ઓછા કેમ પ્રાપ્ત થાય છે ? તેથી કહે છે –
શીતપરિષહ અને ઉષ્ણપરિષહ એક સાથે થઈ શકતા નથી; કેમ કે શીત અને ઉષ્ણ બન્નેનો અત્યંત વિરોધ છે. તેથી બાવીશમાંથી શીતપરિષહ અને ઉષ્ણ એક પરિષહ રહેવાથી એકવીસ પરિષદની પ્રાપ્તિ થાય છે.
વળી ચર્યાપરિષહ અને શવ્યાપરિષહ એ વેદનીયકર્મના ઉદયથી થાય છે. સાધુ જ્યારે વિહાર કરતા હોય ત્યારે ચર્યાપરિષદની પ્રાપ્તિ થાય; કેમ કે ચાલવાના કારણે થયેલા શરીરના શ્રમને કારણે જે અશાતા થાય તે ચર્યાપરિષહ છે. જ્યારે દેહને પ્રતિકૂળ એવી ભૂમિને કારણે કે પ્રતિકૂળ એવા સંથારાને કારણે સાધુને જે અશાતા થાય છે તે શવ્યાપરિષહ છે. આ ચર્યાપરિષહ અને શવ્યાપરિષહથી જે અશાતા થાય તે રૂપ પરિષહનો સાધુ જય ન કરે તો અરતિપરિષદની પ્રાપ્તિ થાય છે. ચર્યાપરિષહ અને શવ્યાપરિષહનો સાધુ જય કરે, તો તેવી અશાતામાં અગ્લાનિને કારણે સંયમની વૃદ્ધિ થાય છે. વળી, આ ચર્યા ગમનરૂપ છે. અને શપ્યા સૂવાની ક્રિયારૂપ છે, ગમનની ક્રિયા અને સૂવાની ક્રિયા એક કાળમાં સંભવે નહીં, તેથી ચર્યાપરિષદ હોય ત્યારે શવ્યાપરિષદની પ્રાપ્તિ થાય નહીં.
વળી નિષદ્યા એ નિષદનની ક્રિયા છે અર્થાત્ બેસવાની ક્રિયા છે. બેસવાની ક્રિયા મોહ આપાદક વસતિમાં કરવાથી ચારિત્રમાં અતિચાર થવાનો સંભવ રહે છે. તેથી તેના સ્થાનમાં વસવાનો પ્રસંગ આવે ત્યારે નિષદ્યાપરિષહની પ્રાપ્તિ થાય છે. સાધુને રહેવાનું સ્થાન મોહ આપાદક છે, જેથી સાધુ માટે પરિષહરૂપ બને છે. સાધુ જ્યારે ચર્યા કરતા હોય ત્યારે સૂવાની ક્રિયારૂપ શય્યા સંભવે નહીં અને ચર્યા કે શયાની પ્રવૃત્તિ હોય ત્યારે સ્ત્રી, પશુ આદિવાળી વસતિમાં બેસવાની ક્રિયા સંભવે નહીં. તેથી સાધુ સૂતા હોય, દેહને પ્રતિકૂળ એવા સંથારા ઉપર બેઠા હોય કે દેહને પ્રતિકૂળ એવા સ્થાનમાં બેઠા હોય તે સર્વ શધ્યાપરિષદમાં અંતર્ભાવ પામે છે, જે અશાતાનું કારણ છે. સ્ત્રી-પશ આદિવાળી વસતિમાં સાધુ ઊતર્યા હોય ત્યારે તે વસતિ અશાતાનું કારણ નથી, પરંતુ મોહના વિકારનું કારણ છે. માટે નિષદ્યાપરિષહને ચારિત્રમોહના ઉદયરૂપે ગ્રહણ કરે છે. પ્રતિકૂળ શમ્યા હોય ત્યારે પ્રાયઃ નિષદ્યાપરિષહ પ્રાપ્ત થાય નહીં; કેમ કે નિષદ્યાપરિષહ એ સ્ત્રી-પશુવાળી જગ્યામાં બેસવા અર્થે છે અને શવ્યાપરિષહ સાધુને સૂવા માટે પ્રધાનરૂપે છે. તેથી ચર્યા, શયા અને નિષદ્યામાંથી કોઈ એકનો જ સંભવ હોય છે. માટે એકવીસમાંથી બે પરિષહ ઓછા થવાથી ઉત્કૃષ્ટથી ૧૯ પરિષહ પ્રાપ્ત થાય છે.