________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૧૫, ૧૬
ક૨વો જોઈએ, જેથી સંવરનો અતિશય થાય.
સાધુએ સંયમના પ્રયોજનથી અદીનભાવથી વસતિ-ભિક્ષા-વસ્ત્ર આદિની ઉચિત યાચના કરીને યાચનાપરિષહનો જય કરવો જોઈએ, જેથી સંવરનો અતિશય થાય. જો તેમ ન ક૨વામાં આવે તો સંયમના પ્રયોજનથી પણ વસતિ આદિની યાચના કરતી વખતે ચિત્તમાં હંમેશાં સંક્ષોભ થાય છે, પરિણામે ચારિત્રનો ભાવ મલિન થાય છે.
વળી ત્યાગી મહાત્મા તરીકે લોકો સત્કાર-પુરસ્કાર કરે છે, તેના નિમિત્તે ચિત્તમાં કાંઈક પ્રીતિરૂપ સંક્ષોભ થાય તે સત્કાર-પુરસ્કારપરિષહ છે, જે ચારિત્રને મલિન કરે છે. સાધુએ સદા ભાવન કરવું જોઈએ કે લોકો જે સત્કાર કરે છે તે ચારિત્રનો સત્કાર છે, મારો સત્કાર નથી. આ પ્રકારે ભાવન કરીને સત્કારપુરસ્કાર પરિષહનો જય ક૨વાથી સત્કાર-પુરસ્કારાદિમાં પણ ચિત્ત સંક્ષોભ ન પામે તેવો વિશિષ્ટ સમભાવ થાય છે. ૯/૧૫॥ સૂત્રઃ
સૂત્રાર્થ
:
વેવનીયે શેષાઃ ।।૧/૬।।
૧૩૫
વેદનીયના ઉદયમાં શેષ પરિષહો હોય છે. II૯/૧૬
ભાષ્ય :
वेदनीयोदये शेषा एकादश परीषहा भवन्ति ये जिने सम्भवन्तीत्युक्तम् (अ० ९, सू० ११) । कुतः शेषाः ? एभ्यः प्रज्ञाऽज्ञानादर्शनालाभनाग्न्यारतिस्त्रीनिषद्याऽऽक्रोशयाचनासत्कारपुरस्कारेभ्य इति
।।૧/૬।।
ભાષ્યાર્થ :
वेदनीयोदये કૃતિ ।। વેદનીયના ઉદયમાં શેષ અગિયાર પરિષહો થાય છે, જે જિન કેવલીમાં સંભવે છે, તે પ્રમાણે કહેવાયું=સૂત્ર-૧૧માં કહેવાયું. કોનાથી શેષ=વેદનીયમાં જે શેષ છે એ કોનાથી શેષ, છે ? તે બતાવે છે • આ પ્રજ્ઞાપરિષહ, અજ્ઞાનપરિષહ, અદર્શનપરિષહ, અલાભપરિષહ, નાગ્યપરિષહ, અરતિપરિષહ, સ્ત્રીપરિષહ, નિષધાપરિષહ, આક્રોશપરિષહ, યાચનાપરિષહ (અને) સત્કારપુરસ્કારપરિષહ, આ બધાથી શેષ વેદનીયના ઉદયથી થાય છે, એમ અન્વય છે.
-
‘કૃતિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ।।૯/૧૬।।
ભાવાર્થ:
અશાતાવેદનીયકર્મના ઉદયથી આ અગિયાર પરિષહો થાય છે. જે મુનિ વીતરાગ નથી તેઓને વેદનીયકર્મના ઉદયથી થનાર પણ અગિયાર પરિષહોમાંથી કોઈ પરિષહની પ્રાપ્તિ થાય ત્યારે મોહ ઉત્પન્ન કરીને