________________
૧૩૪
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ / સૂત્ર-૧૫ નગ્નતાપરિષહ અતિચાર આપાદક ન બને તે પ્રકારે અંતરંગ રીતે ઉપયુક્ત છે તેઓને નાખ્યપરિષહજયને કારણે વિશેષ પ્રકારના સંવરભાવની પ્રાપ્તિ થાય છે.
સંયમજીવનમાં સાધુ સમભાવના પરિણામની ધુરાને સમ્યગું વહન ન કરી શકે તો સંયમનાં કષ્ટોમાં અરતિપરિષદની પ્રાપ્તિ થાય છે. જે સાધુ અરતિપરિષહનો જય ન કરી શકે તેને સંયમના કષ્ટકારી જીવનમાં અરતિને કારણે સંયમજીવન મલિન બને છે અને યત્નપૂર્વક અરતિપરિષહનો જય ન કરવામાં આવે તો સંયમનો નાશ પણ થાય છે. અરતિથી વ્યાકુળ થયેલા મુનિ રતિના ઉપાયોને સેવીને ચારિત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા પણ થાય છે, માટે અરતિપરિષદના સ્વરૂપનું સભ્ય ભાવન કરીને સમિતિ-ગુપ્તિવાળા મુનિએ અરતિપરિષહનો જય કરીને સંવરનો અતિશય કરવા યત્ન કરવો જોઈએ.
વળી મુનિ બ્રહ્મચર્ય વ્રતવાળા હોવા છતાં વેદના ઉદયવાળા પણ છે. તેથી સ્ત્રીના દર્શનથી, સ્મરણથી, તેના શબ્દશ્રવણથી કે કોઈ અન્ય રીતે પણ સ્ત્રી પ્રત્યે કાંઈક રાગનો પરિણામ થાય તો ચારિત્રને મલિન કરનાર સ્ત્રીપરિષદની પ્રાપ્તિ થાય છે. તેથી સાધુએ સ્ત્રીના દેહની અશુચિતા આદિનું ભાવન કરીને આત્માને તે રીતે ભાવિત કરવો જોઈએ કે જેથી સ્ત્રીદર્શનની ઉત્સુકતામાત્ર પણ થાય નહીં અને સ્ત્રીપરિષદના જયને કારણે સંવરભાવનો અતિશય થાય. જો તે પ્રમાણે યત્ન ન કરવામાં આવે તો નિમિત્તને પામીને સ્ત્રીના દર્શનમાં, શબ્દશ્રવણમાં કે તેના સ્મરણમાં વારંવાર ઉપયોગ જવાથી સ્ત્રીપરિષદની પ્રાપ્તિના કારણે સાધુનું ચારિત્ર મલિન થાય છે કે નાશ પણ પામે છે. માટે ચારિત્રની શુદ્ધિના અર્થીએ સ્ત્રીપરિષહનો જય કરવો જોઈએ.
નિષદ્યા એ વસતિ છે. વસતિને આશ્રયીને વિકારો થાય તેવું ચારિત્રમોહનીયકર્મ જેઓમાં વિદ્યમાન છે તે નિષદ્યાપરિષહ છે. સાધુ તે વસતિના સ્થાનને આશ્રયીને વિકાર ન થાય તદર્થે સ્ત્રી, નપુંસક કે પશુ વર્જિત વસતિનો સ્વીકાર કરે છે, જેથી પશુ આદિના કામવિકારોને જોઈને, નપુંસકની તે પ્રકારની ચેષ્ટા જોઈને કે સ્ત્રીને જોઈને પણ વિકાર થાય નહીં. આ પ્રકારની વસતિને ગ્રહણ કરીને તે વિકારોથી આત્માનું રક્ષણ કરવા જે સાધુ યત્ન કરે તે સાધુ નિષદ્યાપરિષદના જય દ્વારા સંવરભાવના અતિશયને પ્રાપ્ત કરે છે. જેઓ સ્ત્રી-પશુ આદિથી રહિત વસતિ ગ્રહણ કરતા નથી, પરંતુ પોતાને અનુકૂળ જણાય તેવી જ વસતિ સ્વીકારે છે તેઓને તે વસતિના નિમિત્તે સૂક્ષ્મ પણ વિકારો થાય તો ચારિત્ર મલિન થાય છે અને તે સંબંધી સમ્યગુ યતના કરવામાં ન આવે તો ચારિત્રનો નાશ પણ થાય છે. માટે સંવરના અતિશયના અર્થી સાધુએ નિષદ્યાપરિષહનો જય કરવો જોઈએ.
કોઈ વ્યક્તિ સાધુ ઉપર આક્રોશ કરે તે વખતે જો સાધુનું ચિત્ત તે આક્રોશથી સંક્ષોભ પામે તો આક્રોશ પરિષદની પ્રાપ્તિ થાય, જેનાથી ચારિત્રની મલિનતાની પ્રાપ્તિ થાય. માટે ચારિત્રની શુદ્ધિના અર્થી સાધુએ કોઈ આક્રોશ કરે ત્યારે વિચારવું જોઈએ કે આક્રોશ કરનાર વ્યક્તિ જે કહે છે તેવી જ પોતાની વિપરીત આચરણા હોય તો પોતે અનુચિત પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ અને જો આક્રોશ કરનાર જે કહે છે તે પોતાના માટે મિથ્યા હોય, તો પોતાને કોપ કરવાથી શું? આ રીતે ભાવન કરીને આક્રોશપરિષહનો જય