________________
૧૩૨
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૧૩, ૧૪ ભાવિત થઈને પ્રજ્ઞાપરિષહ અને અજ્ઞાનપરિષહનો જય કરે છે તેઓને વિશેષ પ્રકારના સંવરની પ્રાપ્તિ થાય છે.
વળી સૂક્ષ્મસંપરાય અને છબસ્થવીતરાગને પ્રજ્ઞાપરિષહ ક્યારેય ચારિત્રને મલિન કરનાર બને તેમ નથી તોપણ જ્ઞાનાવરણના ક્ષયોપશમના કારણે જે પ્રજ્ઞા પ્રાપ્ત થઈ છે અને જ્ઞાનાવરણીયના ઉદયના કારણે જે અજ્ઞાન વર્તે છે, તેથી કર્મજન્ય ક્ષયોપશમ હોવાથી અને કર્મજન્ય અજ્ઞાન હોવાથી તેઓને પ્રજ્ઞાપરિષદની અને અજ્ઞાનપરિષહની પ્રાપ્તિ છે, જ્યારે કેવલીને જ્ઞાનાવરણીયકર્મનો અભાવ હોવાથી જીવની પ્રકૃતિરૂપ કેવલજ્ઞાન છે, જે પરિષહરૂપ બનતું ન હોવાથી કેવલીને પ્રજ્ઞાપરિષહ કે અજ્ઞાનપરિષહ નથી. II૯/૧૩ના સૂત્ર -
વર્ણનમોહન્તરાયવર નાનામો ૧/૪ સૂત્રાર્થ:
દર્શનમોહ અને અંતરાયમાં અદર્શનપરિષહ અને અલાભપરિષહ છે. II૯/૧૪ll ભાગ -
दर्शनमोहान्तराययोरदर्शनालाभौ यथासङ्ख्यं, दर्शनमोहोदयेऽदर्शनपरीषहः, लाभान्तरायोदयेऽलाभपरीषहः ।।९/१४।। ભાષ્યાર્થ:
રનનોદાન્તર ... અનામપરિષદ: | દર્શનમોહ અને અંતરાયમાં યથાસંખ્ય અદર્શનપરિષહ અને અલાભપરિષહ છે.
તે જ ક્રમ સ્પષ્ટ કરે છે – દર્શનમોહમાં અદર્શનપરિષહ છે. અને લાભાંતરાયના ઉદયમાં અલાભપરિષહ છે. II૯/૧૪ ભાવાર્થ
સંસારી જીવોમાં કર્મકૃત અનેક વિચિત્રતાઓ છે. આરાધક સાધુને પણ ક્યારેક અતીન્દ્રિય પદાર્થના અદર્શનને કારણે ભગવાનના વચનમાં સંદેહરૂપ મોહનો ઉદય થાય છે ત્યારે અદર્શન પરિષદની પ્રાપ્તિ થાય છે. વળી, જે સાધુ જિનવચનના સૂક્ષ્મ પરમાર્થને જાણવા યત્ન કરતા નથી તેઓને તત્ત્વની જિજ્ઞાસાનો અભાવ હોવાથી દર્શનપરિષહ છે અને જે સાધુ અતીન્દ્રિય પદાર્થના અદર્શનને જોઈને માર્ગાનુસારી ઊહ કરીને ભગવાનના વચનમાં સંદેહ ઉત્પન્ન થવા દેતા નથી તેઓને દર્શનમોહકર્મ વિદ્યમાન હોવા છતાં અદર્શનપરિષહની પ્રાપ્તિ થતી નથી, પરંતુ અદર્શનપરિષહના જયથી સંવરની વૃદ્ધિ થાય છે.