________________
૧૩૧
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૧૨, ૧૩ ભાષ્યાર્થ :
વાર સંપરયસંતે .... સમવત્તિ બાદરભંપરાયસંયતમાંaછઠ્ઠા ગુણસ્થાનકથી માંડીને નવમા ગુણસ્થાનક સુધી રહેલા સંયતમાં, સર્વે બાવીશે પણ પરિષદો સંભવે છે. I૯/૧રા. ભાવાર્થ :
સાધુ ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ અને દશ પ્રકારના યતિધર્મથી સંવરભાવવાળા હોય છે અને બાર પ્રકારની અનુપ્રેક્ષા દ્વારા સંવરભાવને અતિશયિત કરે છે. પોતાની શક્તિના પ્રકર્ષાર્થે પાંચ પ્રકારનાં કર્મોના ઉદયથી બાવીશ પરિષહોમાંથી જે પરિષહો પોતે સહન કરી શકે તેમ હોય તે પરિષહોને સમ્યફ સહન કરીને પોતાના સંવરભાવને અતિશયિત કરે છે. છDઅવસ્થામાં પરિષદની પ્રાપ્તિના કારણભૂત પાંચે પ્રકારનાં કર્મો વિદ્યમાન છે, તેથી નવમા ગુણસ્થાનક સુધીના મુનિને બાવીશમાંથી ગમે તે પરિષદની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રાપ્ત થયેલ છે તે પરિષહનો જય આદ્ય ગુણસ્થાનકોમાં રહેલા સાધુ જો ન કરી શકે તો તેમના સંવરભાવની ન્યૂનતા થાય છે વળી પરિષહજયથી તે મહાત્માના સંવરભાવની વૃદ્ધિ થાય છે. I૯/૧શા અવતરણિકા :
બાવીશ પરિષહમાંથી કોને કેટલા પરિષહ હોય છે? તે ત્રણ સૂત્રથી બતાવ્યા પછી જ્ઞાનાવરણીયકર્મ આદિ પાંચ કર્મોથી થનારા બાવીશ પરિષહોમાંથી કયા કર્મના ઉદયમાં કેટલા પરિષહ હોય છે? તે આગળના ચાર સૂત્રથી સ્પષ્ટ કરે છે – સૂત્ર :
ज्ञानावरणे प्रज्ञाऽज्ञाने ।।९/१३।। સૂત્રાર્થ -
જ્ઞાનાવરણના ઉદયમાં પ્રજ્ઞા અને અજ્ઞાન બે પરિષહો હોય છે. ૯/૧૩ ભાષ્ય :
ज्ञानावरणीयोदये प्रज्ञाऽज्ञानपरीषहौ भवतः ।।९/१३।। ભાષ્યાર્થ :
જ્ઞાનાવરણીયો ... ભવતઃ | જ્ઞાનાવરણીયતા ઉદયમાં પ્રજ્ઞાપરિષહ અને અજ્ઞાનપરિષહ એમ બે પરિષહો હોય છે. II૯/૧૩. ભાવાર્થ :
જ્ઞાનાવરણીયનો ઉદય બારમા ગુણસ્થાનક સુધી છે. જ્ઞાનાવરણના ઉદયને કારણે મુનિને પ્રજ્ઞાપરિષદ અને અજ્ઞાનપરિષહ પ્રાપ્ત થાય છે, જે ચારિત્રની મલિનતાનું કારણ બને છે. જે મહાત્મા જિનવચનથી