________________
૧૩૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૧૬, ૧૭ ચારિત્રની મલિનતા કરે છે; કેમ કે ઘાતિકર્મના ઉદયના સદ્ભાવમાં અઘાતી એવા વેદનીયકર્મનો ઉદય પણ ઘાતીનું જ કાર્ય કરે છે. તેથી વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલા પણ પરિષહો ચારિત્ર ગુણનો ઘાત કરે છે. જો સાધુ પ્રતિપક્ષ ભાવન દ્વારા વેદનીયકર્મના ઉદયથી થનારા પરિષદોનો જય ન કરે તો ચારિત્રની અશુદ્ધિ થાય છે જ્યારે પરિષદના જયથી સંવરનો અતિશય થાય છે.
વળી વેદનીયકર્મના ઉદયથી સાધુને સુધાપરિષહ, પિપાસાપરિષહ આદિ પરિષહ ઉત્પન્ન થાય ત્યારે તે ભાવન કરે કે સુધાપરિષહ, પિપાસાપરિષહ આદિ પરિષહો દેહજન્ય પરિણામ છે, જ્યારે આત્માનો મોહથી અનાકુળ જ સ્વભાવ છે, તે સ્વભાવને ક્ષુધા કે પિપાસા કોઈ બાધ કરતી નથી, પરંતુ દેહ સ્વરૂપ હું છું તેવી બુદ્ધિ થાય છે ત્યારે જ મને સુધા-પિપાસા પીડા કરે છે, તેવો ભ્રમ થાય છે. માટે દેહજન્ય ભાવો અન્ય છે અને આત્માના ભાવો અન્ય છે, તેમ ભાવન કરીને સાધુ સુધા-પિપાસા આદિનો જય કરે, જેથી સંવરભાવની વૃદ્ધિ થાય છે. II૯/૧છા અવતરણિકા :
બાવીશ પરિષદોમાંથી એક કાળમાં એક જીવને જઘન્યથી, મધ્યમથી અને ઉત્કૃષ્ટથી કેટલા પરિષદો સંભવે ? તે બતાવવા અર્થે કહે છે –
સૂત્ર:
માન્ય યુવકોનર્વિશઃ ૧/૧૭ના સૂત્રાર્થ -
એકાદિ ભાજ્ય છે કોઈકને એક, કોઈકને બે ઈત્યાદિ પરિષહો વિકલ્પનીય છે. એક સાથે ૧૯ સુધી હોય છે=પરિષહો હોય છે. ll૯/૧૭ના ભાષ્ય :
एषां द्वाविंशतेः परीषहाणामेकादयो भजनीया युगपदेकस्मिन् जीवे आ एकोनविंशतेः । अत्र शीतोष्णपरीषहौ युगपन्न भवतः, अत्यन्तविरोधित्वात् । तथा चर्याशय्यानिषद्यापरीषहाणामेकस्य सम्भवे द्वयोरभावः ॥९/१७॥ ભાષ્યાર્થ:
ષ વોરમાd: II પરિષહોતા આ બાવીશ એકાદિ ભજનીય છે. એક સાથે એક જીવમાં ૧૯ સુધી હોય છે. કેમ ૧૯થી વધારે પ્રાપ્ત થતા નથી? તે સ્પષ્ટ કરે છે – અહીં=બાવીશ પરિષદોમાં, શીતપરિષહ અને ઉષ્ણપરિષહ એક સાથે સંભવતા નથી; કેમ કે