________________
૧૩૮
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૧૭, ૧૮ છપ્રસ્થનો ઉપયોગ અસંખ્યાતસમયનો હોવાથી પ્રસ્થ સાધુને એક સાથે શીત અને ઉષ્ણ બંનેનો ઉપયોગ થઈ શકે છે; કેમ કે એક સાથે સૂર્યનો તાપ આવતો હોય અને શીતલ પવન આવતો હોય તો છદ્મસ્થના ઉપયોગમાં બન્નેની પ્રાપ્તિ થાય છે. પરંતુ પરિષહરૂપે શીતપરિષહ અને ઉષ્ણપરિષહ બન્નેનો સાથે સંભવ નથી; કેમ કે દેહને પ્રતિકૂળ થાય તેવું શીત વાતાવરણ હોય ત્યારે શીતપરિષદની પ્રાપ્તિ છે અને દેહને પ્રતિકૂળ થાય તેવું ઉષ્ણ વાતાવરણ હોય ત્યારે ઉષ્ણપરિષદની પ્રાપ્તિ છે. સામાન્યથી એક સાથે સુધા, પિપાસા, શીત, દંશમશક આદિ સર્વમાં ઉપયોગ રહેતો નથી અર્થાત્ સાધુને અતિ સુધા લાગેલી હોય, પિપાસા પણ લાગી હોય, શીતપરિષદની પ્રાપ્તિ હોય અને દેશમશનપરિષહની પ્રાપ્તિ હોય ત્યારે પણ તે સર્વમાં ક્રમસર જ ઉપયોગ જાય છે; છતાં તે સર્વ પરિષહોની સાધુને એક કાલમાં પ્રાપ્તિ છે, તેમ સામાન્યથી ગ્રહણ કરેલ છે. તે રીતે પણ શીતપરિષહ અને ઉષ્ણપરિષહ એક કાલમાં પ્રાપ્ત થતા નથી; કેમ કે પ્રતિકૂળ એવું શીત વાતાવરણ હોય ત્યારે પ્રતિકૂળ એવું ઉષ્ણ વાતાવરણ સંભવે નહીં. II૯/૧૭ની અવતરાણિકા -
આશ્રવના વિરોધરૂપ સંવર છે, એમ સૂત્ર ૧માં કહ્યું અને સૂત્ર=રમાં કહ્યું કે તે સંવર ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્રથી થાય છે. તેથી ગુપ્તિથી લઈને પરિષહજય સુધીના સંવરના ઉપાયો બતાવ્યા પછી હવે સંવરના ઉપાયરૂપ ચારિત્ર બતાવે છે –
સૂત્ર :
सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसम्पराययथाख्यातानि चारित्रम्
T૧/૧૮
સૂત્રાર્થ -
સામાયિક, છેદોપરથાણ, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, ચયાખ્યાતચારિત્ર છે. II૯/૧૮|| ભાષ્ય :
सामायिकसंयमः १, छेदोपस्थाप्यसंयमः २, परिहारविशुद्धिसंयमः ३, सूक्ष्मसम्परायसंयमः ४, यथाख्यातसंयम ५ इति पञ्चविधं चारित्रम् । तत् पुलाकादिषु (अ० ९, सू० ४८) विस्तरेण વસ્થામઃ /૮ ભાષ્યાર્થ :
સાયવસંયમ: ... વીમ: | સામાયિકસંયમ, છેદોપસ્થાપ્યસંયમ, પરિહારવિશુદ્ધિસંયમ, સૂક્ષ્મસંપરાયસંયમ, યથાખ્યાત સંયમ એ પાંચ પ્રકારનું ચારિત્ર છે. તે=પાંચ પ્રકારનું ચારિત્ર, પુલાક આદિમાં=અધ્યાય-૯, સૂત્ર-૪૮માં કહેવાનારા પુલાકતિગ્રંથ આદિના વર્ણનમાં, વિસ્તારથી કહીશું. li૯/૧૮