________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૧૪, ૧૫
૧૩૩ વળી કેટલાક સાધુઓને અતીન્દ્રિય પદાર્થના અદર્શનને કારણે જિનવચનમાં સંદેહરૂપ દર્શનમોહનીયનો ઉદય થાય છે. તેથી અદર્શનપરિષહને કારણે આકર્ષ દ્વારા તેઓ મિથ્યાત્વને પામે છે. છતાં જો તે સાધુ શાસ્ત્રાનુસારી ઉચિત વિચારણા દ્વારા તેનો જય કરે તો માર્ગમાંથી થયેલું ચ્યવન દૂર થાય છે અને ફરી માર્ગની પ્રાપ્તિ થાય છે.
ઢંઢણ ઋષિ જેવા કેટલાક મહાત્માને લાભાંતરાયનો ઉદય હોય છે, જેથી તેઓને અલાભપરિષહની પ્રાપ્તિ થાય છે, ત્યારે અંદીનભાવથી અલાભપરિષહને જીતીને તે મહાત્મા સંવરનો અતિશય કરે છે, જેમાં ઢંઢણ ઋષિએ અલાભપરિષહનો જય કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી. જેઓને લાભાંતરાયના ઉદયને કારણે સંયમને ઉપષ્ટભક ઉચિત સામગ્રીનો અલાભ થાય છે અને તે અલાભપરિષહને જેઓ જીતી શકતા નથી તેઓને તે તે નિમિત્તે અતિચારની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ જો ઉચિત યત્નપૂર્વક અતિચારનો પરિહાર કરવામાં ન આવે તો ગુણસ્થાનકથી પાત થવાનો સંભવ પણ રહે છે. I૯/૧૪ll
સૂત્ર :
चारित्रमोहे नाग्न्यारतिस्त्रीनिषद्याऽऽक्रोशयाचनासत्कारपुरस्काराः TIR/૨T સૂત્રાર્થ -
ચારિત્રમોહના ઉદયમાં નાખ્ય, અરતિ, સ્ત્રી, નિષધા, આક્રોશ, ચાયના અને સત્કારપુરસ્કાર પરિષહો છે. II૯/૧૫ll ભાષ્ય -
चारित्रमोहोदये एते नाग्न्यादयः सप्त परीषहा भवन्ति ।।९/१५।। ભાષ્યાર્થ :
ચારિત્રમોહો ...... મવત્તિ ચારિત્રમોહનો ઉદય હોતે છતે આ તાવ્યાદિ=સૂત્રમાં કહેલ તાન્યાદિ, સાત પરિષહો હોય છે. I૯/૧૫ ભાવાર્થ -
નગ્નતા, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ કે સત્કારપુરસ્કારરૂપ ક્રિયા સ્વયં પરિષહરૂપ નથી, પરંતુ નગ્નતા આદિને કારણે જે સંક્ષોભ થાય તેવી જીવની જે પ્રકૃતિ છે, તે ચારિત્રમોહના ઉદયને કારણે છે. તેથી નાખ્યપરિષહજય કરેલો હોય તેવા જીર્ણ વસ્ત્રવાળા નગ્ન મુનિને નગ્નતા સંક્ષોભ થતો નથી. જો તે પ્રકારના ઉપયોગપૂર્વક નગ્નતાનો જય કરવા માટે સાધુ અંતરંગ ઉદ્યમવાળા ન હોય તો નગ્નતાના નિમિત્તને પામીને ચિત્તમાં ચારિત્રમોહના ઉદયકૃત સંક્ષોભ થાય છે, જે નગ્નતાપરિષહ છે અને તેનાથી મુનિને અતિચારની પ્રાપ્તિ થાય છે. જે મુનિ નગ્નતાપરિષદના સ્વરૂપનું સભ્યનું સમાલોચન કરીને