________________
૧૨૮
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂર-૧૦ અહીં જિજ્ઞાસા થાય કે આ બાવીશ પરિષહો કયા કર્મના ઉદયથી થાય છે ? તેથી ભાગકારશ્રી કહે છે – પાંચ જ કર્મપ્રકૃતિના ઉદયથી આ બાવીશ પરિષહો થાય છે. તે પાંચ કર્મપ્રકૃતિઓ બતાવે છે –
જ્ઞાનાવરણીય, વેદનીય, દર્શનમોહનીય, ચારિત્રમોહનીય અને અંતરાય, તે પાંચ કર્મમાંથી કોઈક કોઈક કર્મથી કોઈક કોઈક પરિષહ થાય છે. ક્યા કર્મથી કયા પરિષહ થાય છે ? તે સ્વયં ગ્રંથકારશ્રી આગળ સ્પષ્ટ કરશે. ll૯/લા અવતારણિકા :
સૂત્ર-૯માં બાવીશ પરિષહો બતાવ્યા, હવે તે બાવીશ પરિષહમાંથી કયા મહાત્માને કેટલા પરિષહ હોય છે? તે ત્રણ સૂત્રથી સ્પષ્ટ કરે છે –
સૂત્ર:
सूक्ष्मसम्परायछद्मस्थवीतरागयोश्चतुर्दश ।।९/१०।। સૂત્રાર્થ :
સૂક્ષ્મસંઘરાય અને છઘWવીતરાગને ચૌદ પરિષહ હોય છે. II૯/૧૦II ભાષ્ય :
सूक्ष्मसम्परायसंयते छद्मस्थवीतरागसंयते च चतुर्दश परीषहाः सम्भवन्ति, क्षुत्पिपासाशीतोष्णदंशमशकचर्याप्रज्ञाज्ञानालाभशय्यावधरोगतृणस्पर्शमलानि ।।९/१०।। ભાષ્યાર્થ :
સૂક્ષ્મસંપર સંય ... તૃસ્પર્શમનાનિ સૂક્ષ્મસંપરાયસંયતમાં=૧૦મા ગુણસ્થાનકમાં અને છઘ0વીતરાગ સંયતમાં=૧૧મા અને ૧૨મા ગુણસ્થાનકમાં, ચૌદ પરિષહ હોય છે.
ક્યા ચૌદ પરિષહ હોય છે ? તે સ્પષ્ટ કરે છે – સુધાપરિષહ, તૃષાપરિષહ, શીતપરિષહ, ઉષ્ણપરિષહ, દંશમશનપરિષહ, ચર્યાપરિષહ, પ્રજ્ઞાપરિષહ, અજ્ઞાનપરિષહ, અલાભપરિષહ, શવ્યાપરિષહ, વધપરિષહ, રોગપરિષહ, તૃણસ્પર્શપરિષહ, મલપરિષહ. II૯/૧૦
ભાવાર્થ
સૂક્ષ્મસંપરાગુણસ્થાનકમાં અને છબવીતરાગ એવા અગિયારમા–બારમા ગુણસ્થાનકમાં ચારિત્રમોહનીયકર્મના ઉદયથી સંભવિત નાન્યપરિષહ, અરતિપરિષહ, સ્ત્રીપરિષહ, નિષદ્યાપરિષહ, આક્રોશપરિષહ,