________________
૧૦૬
તત્ત્વાર્થાધિગમસુત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૯ સ્પર્શનું વિઘ્ન સ્મરણમાં રહે છે તેઓને તૃણપરિષહ ચારિત્રની મલિનતાનું કારણ બને છે. જેઓ તૃણની શધ્યા વખતે પણ ભાવન કરે છે કે આ તૃણ દેહને બાધા કરે છે, મારા આત્માના સમભાવને બાધા કરતો નથી અને સમભાવની સ્વસ્થતા જ મારું પારમાર્થિક સુખ છે. તે પ્રકારના ભાવનના બળથી તૃણપરિષહનો જેઓ જય કરે છે, તેઓમાં સંવરભાવનો અતિશય થાય છે. (૧૮) મલપરિષહ :
શરીરમાંથી સતત મલ નીકળે છે, છતાં જીવને શરીર પ્રત્યે જુગુપ્સા થતી નથી, પરંતુ મલ પ્રત્યે જુગુપ્સા છે, તેથી તે મલને દૂર કરવા યત્ન કરે છે. જે સાધુને મલ પ્રત્યે જુગુપ્સા થાય છે, તેઓ પોતાના દેહ ઉપર અસ્નાન આદિને કારણે જે મલ થાય છે, તેના પ્રત્યે જુગુપ્સા કરીને તેને દૂર કરે છે. તેઓનો મલપરિષદ તેમના સંયમની મલિનતાનું કારણ બને છે. જ્યારે મલપરિષહજય કરનારા સાધુઓ ગરમી આદિને કારણે શરીર ઉપર રહેલા મલને જોઈને વિચારે છે કે આ મલ દેહ ઉપર છે, આત્મા ઉપર નથી, આત્માનો મલ તો કષાયકૃત મલિનતારૂપ છે. આ રીતે ભાવન કરીને જે મહાત્માઓ મલપરિષહનો જય કરે છે તેઓને મલ પ્રત્યે જુગુપ્સા થતી નથી, પરંતુ મલપરિષહજયના કારણે સંવરનો અતિશય થાય છે. (૧૯) સત્કારપુરસ્કારપરિષહ -
સાધુને ત્યાગી તરીકે લોકોથી સત્કાર મળે છે, લોકો સર્વત્ર સાધુને જ મહાત્મા તરીકે પુરસ્કાર કરે છે અર્થાત્ ઊંચા છે એ પ્રકારે ખ્યાપન કરે છે. તે સત્કાર-પુરસ્કાર જેઓને મધુર લાગે છે અથવા જે સ્થાને તે પ્રકારે સત્કાર-પુરસ્કારની પ્રાપ્તિ નથી ત્યાં ખેદ થાય છે તેવા મહાત્માઓને સત્કારની પ્રાપ્તિ પણ પરિષહરૂપ છે અને સત્કારની અપ્રાપ્તિ પણ પરિષહરૂપ છે. તેથી સત્કારની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં તેઓનો સંવરભાવ પ્લાન થાય છે કે નાશ પામે છે. તેના બદલે જેઓ વિચારે છે કે લોકો જે સત્કાર આપે છે તે મારો સત્કાર નથી, પરંતુ સંયમનો સત્કાર છે અને સંયમનો સત્કાર કરીને જે શ્રાવકો પોતાનું હિત સાધે છે તે ઉચિત છે; તે મહાત્માઓ સત્કારની પ્રાપ્તિમાં હર્ષ કરતા નથી અને અસત્કારની પ્રાપ્તિમાં ખેદ કરતા નથી. તેઓ સત્કાર-અસત્કારના નિમિત્તને પામીને અસમભાવમાં જનારા નહીં હોવાથી સમિતિ-ગુપ્તિથી પ્રાપ્ત થયેલું તેઓનું સંયમ, સત્કાર-પુરસ્કારના પરિષહજયથી અતિશયિત થાય છે. (૨૦) પ્રજ્ઞાપરિષહ -
વળી કેટલાક સાધુઓ પ્રજ્ઞાધન હોય છે તેમની તે પ્રજ્ઞા અત્યંત સૂક્ષ્મ માર્ગાનુસારી ન થઈ હોય તો શાસ્ત્ર વિષયક સૂક્ષ્મ પ્રજ્ઞાનો પણ કાંઈક ઉત્સુક વ્યક્ત-અવ્યક્તરૂપે થાય છે. તેઓની પ્રજ્ઞા પરિષહરૂપ હોવાથી સંયમની મલિનતાનું કારણ બને છે. વળી, જેઓ પ્રજ્ઞાને પામીને પણ વિચારે છે કે કેવલીની પ્રજ્ઞા કે ચૌદપૂર્વધરોની પ્રજ્ઞા આગળ મારી પ્રજ્ઞા ઘણી અલ્પ છે, માટે મૂર્ખ લોકોને જોઈને હું પ્રજ્ઞાવાળો છું એવી બુદ્ધિ ધારણ કરવી એ અજ્ઞાનનો જ વિલાસ છે. માટે મારી પ્રજ્ઞા મોહના ઉન્મેલનને અનુકૂળ સમ્યફ પ્રવર્તે તો જ સફળ છે, અન્યથા નિષ્ફળ છે, તેમ વિચારીને પોતાની પ્રજ્ઞાના પણ મદને ધારણ કર્યા વગર