________________
૧૨૪
તત્ત્વાર્થાવગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૯ શય્યા એટલે વસતિ, સાધુના દેહને અનુકૂળ વસતિ હોય તો પ્રીતિ થાય, પ્રતિકૂળ હોય તો અપ્રીતિ થાય, એ રીતે વસતિ પ્રત્યેના પરિણામથી શય્યાપરિષદની પ્રાપ્તિ થાય. તે શવ્યાપરિષહ સાધુના સંયમના નાશનું કારણ બને છે. તેથી વસતિને ગ્રહણ કરતી વખતે આ વસતિ શરીરને અનુકૂળ છે, આ વસતિ પ્રતિકૂળ છે ઇત્યાદિ વિભાગ કર્યા વગર સંયમને ઉપષ્ટભક વસતિને જ સાધુ નિર્મમ ભાવથી ગ્રહણ કરે છે અને તે વસતિ દ્વારા અપ્રતિબદ્ધભાવથી સંયમમાં ઉદ્યમ કરે તો શય્યાપરિષહનો જય થાય, જેનાથી સંવરભાવનો અતિશય થાય છે.
શધ્યાપરિષહ વેદનીયકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. પ્રતિકૂળ આસનાદિની પ્રાપ્તિ કે પ્રતિકૂળ વસતિની પ્રાપ્તિ એ શવ્યાપરિષહરૂપ છે. આથી દશમા, અગિયારમા અને બારમાં ગુણસ્થાનકમાં પણ પ્રતિકૂળ આસન કે પ્રતિકૂળ વસતિની પ્રાપ્તિ હોય તો શવ્યાપરિષદની પ્રાપ્તિ છે. (૧૨) આક્રોશપરિષહ -
વળી સાધુને કોઈ આક્રોશ કરે ત્યારે તે આક્રોશના નિમિત્તે કોઈ અરતિ ન થાય તે પ્રકારે ચિત્તને ભાવિત કરે છે. જેથી કોઈક પ્રસંગે કોઈકનો આક્રોશ પ્રાપ્ત થાય તોપણ તે મહાત્માને વિચાર આવે છે કે હું શું કરું? જેથી આક્રોશ કરનારનું પણ હિત થાય; પરંતુ તેના આક્રોશથી પોતાનું ચિત્ત દુભાય નહીં. આવા વખતે સાધુ વિચારે કે “આક્રોશ કરનાર પુરુષ જે શબ્દો મને કહે છે તેવા દોષ મારામાં હોય તો મારે તેને દૂર કરવા ઉદ્યમ કરવો જોઈએ અને ન હોય તો મારે તેના આક્રોશથી શું?” આ રીતે શાસ્ત્ર અનુસારે ભાવન કરીને સાધુ આક્રોશપરિષહનો જય કરે છે. (૧૩) વધપરિષહ -
વળી સાધુનો કોઈ વધ કરે ત્યારે, પણ પોતાને તે નિમિત્તે કોઈ અશુભ ભાવ ન થાય તે રીતે દેહથી ભિન્ન નિષ્કષાય પરિણામવાળા આત્માના સ્વરૂપથી સાધુ પોતાને ભાવિત કરે છે, જેથી વધ કરનારને જોઈને પણ આના દ્વારા મારો વધ થાય છે તેવી બુદ્ધિ લેશમાત્ર પણ થાય નહીં. જો આવો પરિણામ સ્થિર હોય તો સાધુ વધ માટે ઉપસ્થિત થયેલાને જોઈને વિચારે કે “આ મારા દેહનો વધ કરશે, પરંતુ મારા ધર્મનો વધ કરતો નથી. માટે સુંદર છે' એમ ભાવન કરીને સાધુ વધપરિષહનો જય કરે છે. જે સાધુમાં તેવું બળ સંચય થયું નથી, તેવા સાધુ વધના નિમિત્તથી દૂર રહેવા માટે શક્ય ઉદ્યમ કરે છે, જેથી અસમાધિપૂર્વક મૃત્યુ થાય નહીં. (૧૪) યાચનાપરિષહ :
શ્રીમંત કુલમાંથી કે રાજકુલમાંથી કોઈ વ્યક્તિ સંયમ લે, તેમણે ગૃહસ્થ અવસ્થામાં ક્યારેય કોઈની પાસે યાચના કરી હોતી નથી, તેથી સંયમ ગ્રહણ કર્યા પછી ભિક્ષાદિ નિમિત્તક યાચના કરવાનો પ્રસંગ આવે ત્યારે તેમને જો ક્ષોભ થાય, તો તે યાચનાપરિષહરૂપે સંયમની મલિનતાનું કારણ બને છે. સંયમના પાલન અર્થે ઉચિત યતનાપૂર્વક સંયમને ઉપષ્ટભક તે તે એષણીય દ્રવ્યોની યાચના સંયમનું ઉપકારક