________________
૧૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૯
(૩-૪) શીતપરિષહ-ઉષ્ણપરિષહ :
જીવ સ્વભાવે શાતાનો અર્થ છે. તેથી અતિશત અવસ્થામાં શીત પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે અને તાપ પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે; જ્યારે અતિ ગરમીમાં ગરમી પ્રત્યે દ્વેષ થાય છે અને શીત વાતાવરણની અર્થિતા થાય છે. તેનું નિવારણ કરીને સાધુએ શીતપરિષહ અને ઉષ્ણપરિષહ સ્વશક્તિ અનુસાર સહન કરીને તે બંને પરિષદોનો જય કરવો જોઈએ અર્થાત્ તે શીત-ઉષ્ણતાદિની ઉપેક્ષા કરીને સંયમના કંડકમાં થતા યત્નનો નાશ ન થાય તેવો યત્ન કરવો જોઈએ. વળી, સંયમની વૃદ્ધિનો ઉપાય જણાય તો સામેથી શીત-ઉષ્ણ પરિષહ સ્વીકારવા જોઈએ. જેમ વીરપ્રભુ ગ્રીષ્મઋતુમાં સૂર્યના તાપમાં ધ્યાન કરતા હતા અને શીતકાળમાં જ્યાં સૂર્યનાં કિરણોનો સ્પર્શ ન થાય તેવા સ્થાનમાં ધ્યાન કરતા હતા.
વળી જેઓ શીતપરિષહ અને ઉષ્ણપરિષહ શક્તિ અનુસાર સેવવા પ્રયત્ન કરતા નથી તથા શીતપરિષહ અને ઉષ્ણપરિષહ સહન કરીને રાગ-દ્વેષનું હનન કરવા યત્ન કરતા નથી તેઓને શાતાની અર્થિતા હોવાને કારણે સંયમની અન્ય ઉચિત પ્રવૃત્તિઓથી પણ સંયમની વૃદ્ધિ થતી નથી, પરંતુ શાતાનો પ્રતિબંધ ગુણસ્થાનકની વૃદ્ધિમાં બાધક બને છે. જેઓ શીતપરિષહ અને ઉષ્ણપરિષહ સહન કરે છે, છતાં તે પરિષદકાળમાં પરિષહ પ્રત્યે દ્વેષ ન થાય અને પરિષદના અવલંબનથી જ મધ્યસ્થભાવની વૃદ્ધિ થાય તેવો યત્ન કરતા નથી તેઓને પરિષહ સહન કરવાથી પણ સંવરની વૃદ્ધિ પ્રાપ્ત થતી નથી. (૫) દંશમશકપરિષહ -
વળી સાધુ જેમ સુધાદિ પરિષદોને શક્તિ અનુસાર સેવીને સંવરભાવની વૃદ્ધિ કરે છે તેમ દેશમશપરિષહને સહન કરીને પણ સંવરભાવની વૃદ્ધિ કરે છે. પોતે સ્વાધ્યાય આદિ ઉચિત કૃત્ય કરતા હોય અને મચ્છરાદિના ઉપદ્રવને કારણે દેશ પ્રાપ્ત થતા હોય, ત્યારે વારંવાર તે દેશના ઉપયોગમાં ચિત્ત પ્રવર્તતું હોય તેના નિવારણ માટે જ સાધુ યત્ન કરે તો શાતાની અર્થિતાની પ્રાપ્તિ થાય. તેથી સાધુ શક્તિ અનુસાર દેશાદિની ઉપેક્ષા કરીને સ્વાધ્યાય આદિમાં લીન થવા યત્ન કરે છે, જેથી સમભાવની વૃદ્ધિ થાય છે. (૧) નાખ્યપરિષહ
વળી સાધુ નાન્યપરિષહને જીતીને પણ સમભાવની વૃદ્ધિ કરે છે. જીવને સ્વભાવથી પોતે વસ્ત્ર ધારણ કરી સુશોભિત દેખાય તેવી વૃત્તિ હોય છે. તે વૃત્તિના ઉચ્છેદ અર્થે સાધુ ફક્ત લોકમાં નગ્નતા ન દેખાય તે અર્થે જીર્ણ વસ્ત્રોનું પરિધાન કરે છે અને તે પણ શાસ્ત્રમર્યાદા અનુસાર પ્રમાણોપેત વસ્ત્ર ધારણ કરે છે. જેથી સાધુ વસ્ત્રરહિત છે તેવી જ પ્રતીતિ થાય છે. આવી પ્રતીતિ જે સાધુને લજ્જાસ્પદ લાગે તેઓ તેના પરિહાર અર્થે પોતે શોભાયમાન થાય તેવાં વસ્ત્રો ધારણ કરે છે, જેથી તેની શોભાવાળી અવસ્થા પ્રત્યે મમત્વ થાય છે. સુસાધુ આ મમત્વના પરિહારાર્થે તેવા શોભાયુક્ત વસ્ત્રનો ત્યાગ કરે છે અને લોકમાં ધર્મનું લાઘવ ન થાય તે અર્થે પરિમિત જીર્ણ વસ્ત્રો ધારણ કરે છે, જેનાથી નાખ્યપરિષહજય કરીને સમભાવની વૃદ્ધિ કરે છે.