________________
૧૦૩
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૯ (૭) અરતિપરિષહ :
વળી સાધુ અરતિપરિષહનો જય કરીને સમભાવની વૃદ્ધિ કરે છે. અર્થાત્ અરતિના બાહ્ય નિમિત્તો પ્રાપ્ત થવા છતાં અરતિ મારો સ્વભાવ નથી એ પ્રકારે ભાવન કરીને તે તે પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં કે સાધ્વાચારની કષ્ટમય આચરણામાં અરતિ ન થાય તે પ્રકારે આત્માને ભાવિત કરે છે. (૮) સ્ત્રીપરિષહ -
વળી સાધુ સ્ત્રીપરિષહનો જય કરીને સમભાવની વૃદ્ધિ કરે છે. અર્થાત્ સ્ત્રી આદિના દર્શનમાં, તેના શબ્દશ્રવણમાં કે તેના હાવભાવની ઉપસ્થિતિમાં ચિત્ત સંશ્લિષ્ટ ન થાય તે પ્રકારે આત્માને અત્યંત વાસિત કરે છે, તેથી ક્યારેય સ્ત્રી આદિનું દર્શન થાય તો પણ કોઈ પ્રકારની ઉત્સુકતાથી જોવાને અભિમુખ પરિણામ થાય નહીં કે સ્ત્રીના મધુર આલાપો ચિત્તને આવર્જિત કરે તેવો પરિણામ થાય નહીં. (૯) ચર્ચાપરિષહ :
વળી સાધુ ચર્યાપરિષહના જય અર્થે આત્માને ભાવિત કરે. ક્ષેત્રના પ્રતિબંધના વર્જન અર્થે સાધુ નવકલ્પી વિહાર કરે છે તે પ્રકારે માસે-માસે સ્થાનાંતર જવાને કારણે કોઈક સાધુને અરતિ થાય તો સાધુની ચર્યા તેના માટે પરિષહરૂપ બને છે, જેથી સંયમ મલિન બને છે. તે પ્રકારની મલિનતાના પરિહારાર્થે નવકલ્પી વિહારમાં ક્યાંય અરતિ કે દીનતા ન થાય તે રીતે અદનભાવથી સાધુ સંયમની ચર્યા કરે છે, જેથી ચર્યાપરિષહનો જય થાય. (૧૦) નિષધાપરિષહ :
સાધુ નિષદ્યાપરિષદના જય અર્થે સ્ત્રી-પશુ આદિના સંસર્ગવાળી વસતિનો ત્યાગ કરે છે, જેથી સ્ત્રી-પશુ આદિની તે પ્રકારની કામ આદિની ચેષ્ટા જોઈને કામવિકાર થાય નહીં. આ પ્રકારે સમ્યગુ યત્ન કરવાથી નિષદ્યાપરિષહનો જય થાય છે અર્થાતુ નિષદ્યા સંયમમાં અતિચારનું કારણ બનતી નથી. નિષદ્યાપરિષદ માત્ર વસતિસ્વરૂપ નથી, પરંતુ સ્ત્રી આદિ સંસક્ત વસતિને કારણે ચિત્તમાં સાધુને સંક્ષોભ થાય તે નિષદ્યાપરિષહ છે. સાધુ વીતરાગ નથી તેથી તે સંક્ષોભના પરિહારાર્થે તેવી વસતિનું અગ્રહણ કરે તે નિષદ્યાપરિષહનો જય છે. (૧૧) શય્યાપરિષહ -
વળી શવ્યાપરિષહનો સાધુ જય કરે છે. સાધુને બેસવાનું આસન કે સૂવાનો સંથારો ‘આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે', એ પ્રકારની બુદ્ધિ થાય તો અનુકૂળના ગ્રહણમાં અને પ્રતિકૂળના વર્જનમાં યત્ન થાય, જે શવ્યાપરિષહરૂપ છે. આ શય્યાપરિષહ સંયમને મલિન કરીને સંયમના નાશનું કારણ બને છે. તેથી દેહને અનુકૂળ અને પ્રતિકૂળનો વિચાર કરીને સંથારા આદિને ગ્રહણ કરવા સાધુ યત્ન કરે નહીં, પરંતુ સંથારાદિના નિમિત્તે કોઈ અશુભ ભાવ ન સ્પર્શે તે રીતે આત્માને ભાવિત કરે છે.