________________
૧૧૯
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૮ ગુપ્તિ આદિના ક્રમથી અનુપ્રેક્ષા સુધીના સંવરના ઉપાયોને અત્યાર સુધી બતાવ્યા. હવે પરિષહજયરૂપ ઉપાયો બતાવે છે – સૂત્ર :
मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः ।।९/८।। સૂત્રાર્થ :
માર્ગના અધ્યયન અને નિર્જરા માટે પરિષદો સહન કરવા જોઈએ. II:/૮ ભાષ્ય :
सम्यग्दर्शनादेर्मोक्षमार्गादच्यवनार्थं कर्मनिर्जरार्थं च परिषोढव्याः परीषहा इति ।।९/८।। ભાષ્યાર્થ:
સવના રૂતિ | સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગથી અચ્યવન માટે=અપાત માટે, અને કર્મનિર્જરા માટે પરિષદો સહન કરવા જોઈએ.
તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ માટે છે. ૯/૮ ભાવાર્થ
સાધુ સ્વભૂમિકાનુસાર સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રની વૃદ્ધિ થાય એ રીતે સૂત્રપોરિસી આદિ સર્વ સંયમનાં ઉચિત અનુષ્ઠાનો સેવે છે, જેનાથી રત્નત્રયીની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે; પરંતુ કોઈક નિમિત્તથી કોઈક પરિષહો પ્રાપ્ત થાય ત્યારે તે પ્રતિકૂળ સંયોગોમાં ચિત્ત રત્નત્રયીની વૃદ્ધિના ઉપાયોને છોડીને તે પ્રતિકૂળ ભાવોમાં વ્યગ્ર થાય છે, જેથી રત્નત્રયીની વૃદ્ધિરૂપ મોક્ષમાર્ગથી સાધુનો પાત થાય છે. તે પાતથી રક્ષણ માટે ઉપસ્થિત થયેલા પરિષહોની ઉપેક્ષા કરીને દૃઢ પ્રણિધાનપૂર્વક રત્નત્રયીની વૃદ્ધિના ઉચિત વ્યાપારમાં યત્ન કરવો જોઈએ, જે માર્ગના અચ્યવન માટે પરિષદના જય સ્વરૂપ છે.
વળી સાધુ સમભાવના કંડકોની વૃદ્ધિના અર્થ છે. સમભાવના કંડકોની વૃદ્ધિના પ્રતિકૂળ ભાવોમાં પણ અપ્રમાદભાવથી યત્ન કરવામાં આવે તો વિશેષ પ્રકારના સમભાવની વૃદ્ધિ થાય છે; કેમ કે પ્રતિકૂળ સંયોગમાં પણ સંયમના કંડકનો પ્રયત્ન થઈ શકે તેવો બળસંચય જેઓને થયો નથી તેઓ પ્રતિકૂળ ભાવોથી દૂર રહીને સંયમમાં ઉદ્યમ કરી શકે છે; પરંતુ જેઓને સંયમમાં કરાયેલા ઉદ્યમના બળથી વિશેષ શક્તિનો સંચય થયો છે તેવા મહાત્માઓ સામેથી સુધાદિ પરિષહોને વેઠીને પણ રત્નત્રયીની વૃદ્ધિમાં યત્ન કરવા સમર્થ બને છે. તે વખતે પ્રતિકૂળ સંયોગમાં પણ દૃઢ ઉદ્યમ કરીને સમભાવમાં જે મહાત્મા રહી શકે છે તે મહાત્માને વિશેષ પ્રકારના સમભાવના પ્રતિબંધક કર્મોની નિર્જરા થાય છે, જેનાથી ગુણસ્થાનકની અત્યંત વૃદ્ધિ થાય છે. તેથી નિર્જરાના અર્થી સાધુએ સ્વભૂમિકાનું અને પોતાનામાં