________________
૧૧૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૭, ૮ ધર્મ નિઃશ્રેયસનો પ્રાપક છે=સર્વ કર્મ રહિત અવસ્થાનો પ્રાપક છે; કેમ કે સર્વકર્મરહિત અવસ્થા જેમ અંતરંગ અને બહિરંગ સર્વ સંગ રહિત છે તેમ ભગવાને કહેલો ધર્મ અસંગ પરિણતિને ઉલ્લસિત કરાવીને સંગ વગરની અવસ્થાની પ્રાપ્તિનું કારણ બને છે.
આશ્ચર્ય એ છે કે આવો સુંદર ધર્મ ભગવાન પરમર્ષિ વડે કહેવાયો છે. આ પ્રકારે મહાત્મા અનુચિતવન કરીને સમિતિ-ગુપ્તિના પરિણામરૂપ ધર્મમાં અત્યંત સ્થિર થવા યત્ન કરે છે.
આ પ્રકારે ધર્મના સૂક્ષ્મ સ્વરૂપના ચિંતવનથી મહાત્માઓને ગુણસ્થાનકરૂપ મોક્ષમાર્ગમાંથી પાત કરાવનારાં વિખકારી કર્મો દૂર થાય છે. તેથી પ્રાપ્ત થયેલા માર્ગમાંથી અચ્યવનની પ્રાપ્તિ થાય છે અને સમિતિ-ગુપ્તિ આદિરૂપ જીવની પરિણતિરૂપ ધર્મની પ્રાપ્તિ પ્રત્યે બલવાન કારણરૂપ પાંચ મહાવ્રતોના પાલનમાં દઢ ઉદ્યમ થાય છે. તેથી સાધુએ ધર્મ સુઆખ્યાતત્વનું પારમાર્થિક સ્વરૂપ જે પ્રમાણે ભાષ્યકારશ્રીએ બતાવ્યું છે તે પ્રકારે તે સ્વરૂપનું વારંવાર અનુચિતવન કરીને તેના પારમાર્થિક સ્વરૂપનું સૂક્ષ્મ અનુપ્રેક્ષણ કરવું જોઈએ, જેથી સુખપૂર્વક સમિતિ-ગુપ્તિનો પ્રકર્ષ સદા પ્રાપ્ત થાય અને પ્રાપ્ત થયેલો સંવરભાવ અતિશય-અતિશયતર થયા કરે.
વળી અવિરત સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર શ્રાવકો પણ ભગવાને કહેલા સુઆખ્યાત ધર્મના અત્યંત અર્થી છે, તેથી પોતાના ચિત્તની ભૂમિકાનુસાર ઉચિતકાળે પ્રસ્તુતમાં ભાષ્યકારશ્રીએ બતાવ્યું તે પ્રકારના સ્વરૂપને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારે તો તેઓને પણ સમિતિ-ગુપ્તિરૂપ ભાવસાધુપણાની પ્રાપ્તિના પ્રતિબંધક કર્મોના નાશ દ્વારા ચારિત્રની પ્રાપ્તિ સુલભ બને છે. ફળસ્વરૂપે પોતે જે ગુણસ્થાનકના ધર્મનું સેવન કરે છે તે માર્ગથી અચ્યવનની પ્રાપ્તિ થાય છે અને પાંચ મહાવ્રતને અનુકૂળ ઉત્તરોત્તરના ગુણસ્થાનકની પ્રવૃત્તિના અનુષ્ઠાનમાં દઢ ઉદ્યમ થાય છે; કેમ કે જેમ જેમ ભગવાને કહેલા સુંદર ધર્મના સ્વરૂપથી ચિત્ત વાસિત બને છે તેમ તેમ તેની પ્રાપ્તિનો ઉત્સાહ ચિત્તમાં વધે છે. ઉત્સાહિત થયેલું ચિત્ત તેની પ્રાપ્તિના ઉચિત ઉપાયોમાં દઢ ઉદ્યમ કરાવીને શીધ્ર ભાવસાધુપણાની પ્રાપ્તિનું કારણ બને છે. આથી જ અવિરત સમ્યગ્દષ્ટિ પણ અત્યંત ઉપયોગપૂર્વક ધર્મસુખ્યાતત્વનું અનુચિંતવન કરે તો, ઉલ્લસિત થયેલું વીર્ય તત્કાલ ચારિત્રની પરિણતિનું કારણ બને છે. આ વીર્ય અતિશય ઉલ્લસિત થાય તો ક્ષપકશ્રેણિનું પણ કારણ બને છે. માટે અપ્રમાદપૂર્વક ધર્મસુઆખ્યાતત્વનું અનુચિંતવન ઉચિતકાળે સદા કરવું જોઈએ. ૧રા લગા ભાષ્ય :
उक्ता अनुप्रेक्षाः, परीषहान् वक्ष्यामः - ભાષ્યાર્થ -
અનુપ્રેક્ષા કહેવાઈ. હવે પરિષહોને અમે કહીશું – ભાવાર્થ - સૂત્ર-રમાં કહ્યું કે ગુપ્તિ-સમિતિ-અનુપ્રેક્ષા-પરિષહજય અને ચારિત્રથી સંવરની પ્રાપ્તિ થાય છે. તેથી